ડોનાલ્ડ ટ્રમ્પની જીતથી કયા દેશો ખુશ અને કોનું વધ્યું ટેન્શન ? જાણો ભારતની શું છે સ્થિતિ
ડોનાલ્ડ ટ્રમ્પની જીત બાદ રશિયાથી લઈને ઈઝરાયેલ સુધી તમામે ટ્રમ્પને તેમની જીત પર અભિનંદન પાઠવ્યા હતા. કેટલાકે ખુલ્લા દિલથી ખુશી વ્યક્ત કરી હતી, જ્યારે કેટલાકે માત્ર ઔપચારિકતા પૂરી કરવા માટે ટ્રમ્પને શુભેચ્છા પાઠવી હતી. ત્યારે આ લેખમાં જાણીશું કે ટ્રમ્પની જીતથી કયા દેશો ખુશ છે અને કયા દુ:ખી છે.

અમેરિકાના ચૂંટણી જંગમાં ડોનાલ્ડ ટ્રમ્પે જીતનો ઝંડો ફરકાવ્યો છે. તેમણે ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર કમલા હેરિસને હરાવ્યા છે. વિશ્વભરના નેતાઓ ટ્રમ્પને તેમની શાનદાર જીત બદલ અભિનંદન આપી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ડોનાલ્ડ ટ્રમ્પને અભિનંદન પાઠવ્યા છે અને કહ્યું છે કે તેઓ પાછલા કાર્યકાળનું કામ ફરી આગળ ધપાવશે. ટ્રમ્પની જીત બાદ કેટલાક દેશોમાં ખુશીની લહેર છે, તો કેટલાક દેશોનું ટેન્શન વધી ગયું છે. ડોનાલ્ડ ટ્રમ્પની જીત ઘણા દેશોની મુશ્કેલીમાં વધારો કરી શકે છે, જેમાં ભારતના વિરોધી અને પાડોશી દેશોનો પણ સમાવેશ થાય છે. રશિયાથી લઈને ઈઝરાયેલ સુધી તમામે ટ્રમ્પને તેમની જીત પર અભિનંદન પાઠવ્યા હતા. કેટલાકે ખુલ્લા દિલથી ખુશી વ્યક્ત કરી હતી જ્યારે કેટલાકે માત્ર ઔપચારિકતા પૂરી કરવા માટે ટ્રમ્પને શુભેચ્છા પાઠવી હતી. ત્યારે આ લેખમાં જાણીશું કે ટ્રમ્પની જીતથી કયા દેશો ખુશ છે અને કયા...