AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diabetes Control Tips: ઉનાળામાં સુગર રહેશે કંટ્રોલ, રોજ કરો આ કામ

સુગરના દર્દીઓ ઉનાળામાં કેટલીક ટીપ્સ અપનાવી જોઇએ જેનાથી સ્વાસ્થ્ય સારૂ રહી શકે. અમે તમને કેટલીક પદ્ધતિઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. ઉનાળામાં કંટ્રોલમાં રહેશે ડાયાબિટીસ, બસ રોજ કરો આ કામ.

Diabetes Control Tips: ઉનાળામાં સુગર રહેશે કંટ્રોલ, રોજ કરો આ કામ
Diabetes Control Tips
TV9 Gujarati
| Edited By: | Updated on: May 14, 2023 | 12:15 PM
Share

આકરી ગરમીએ સૌને પરેશાન કરી દીધા છે. આ વખતે ગરમી લોકોને વધુ અસર કરી શકે છે. આ ઋતુમાં એવા લોકોની પરેશાનીઓ વધી જાય છે જેઓ કોઈને કોઈ બીમારીનો સામનો કરી રહ્યા છે. ડાયાબિટીસવાળા લોકોને આમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. રિપોર્ટ્સ અનુસાર ઉનાળામાં સુગર લેવલ વધવાનો ખતરો છે. આ ઉનાળામાં સુગરના દર્દીઓ કેટલીક પદ્ધતિઓ અપનાવીને પોતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખી શકે છે.આ લેખમાં,અમે તમને કેટલીક પદ્ધતિઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. ઉનાળામાં કંટ્રોલમાં રહેશે ડાયાબિટીસ, રોજ કરો બસ આ કામ.

આ પણ વાંચો :ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે નાસ્તાની આ રેસીપી, જાણો હેલ્ધી રેસીપીની રીત

ડાયાબિટીસ શા માટે થાય છે

ડાયાબિટીસને કારણે આપણા શરીરમાં સુગરનું પ્રમાણ વધી જાય છે. ગ્લુકોઝ શરીરમાં કાર્બોહાઇડ્રેટ્સ ધરાવતા ખોરાકમાંથી બને છે અને તે આપણા લોહી દ્વારા શરીરના વિવિધ ભાગોમાં પહોંચે છે. ગ્લુકોઝમાંથી જ શરીરમાં એનર્જી બને છે અને આ એનર્જીથી આપણે કામ કરી શકીએ છીએ. ઇન્સ્યુલિન હોર્મોન ગ્લુકોઝમાંથી ઊર્જાના નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જ્યારે સ્વાદુપિંડમાં ઇન્સ્યુલિનનું ઉત્પાદન ઘટે છે, ત્યારે ડાયાબિટીસ થવા લાગે છે. ઇન્સ્યુલિન ઘટવાથી શરીરમાં ગ્લુકોઝનું સ્તર વધે છે અને આવી સ્થિતિમાં લોહીમાં સમસ્યા વધી જાય છે.

શું ઉનાળામાં સુગર લેવલ વધે છે

ઉનાળામાં સુગર કે ડાયાબિટીસનું પ્રમાણ વધે છે તેનો કોઈ ચોક્કસ પુરાવો નથી, પરંતુ લોકો સાથે આવું ઘણી વખત બન્યું છે. નિષ્ણાતોના મતે, ગરમ હવામાનમાં દર્દીઓના આહાર અને જીવનશૈલીમાં ફેરફારને કારણે, ડાયાબિટીસનું સ્તર ઉપર અથવા નીચે જઈ શકે છે. ઉનાળામાં સુગરમાં વધારો થવાના કોઈ પુરાવા નથી અને સંશોધન હજુ પણ ચાલુ છે.

સુગરના દર્દીએ ઉનાળામાં આ ટિપ્સ ફોલો કરવી જોઈએ

  1. શરીરમાં ડિહાઇડ્રેશન હોય છે, ત્યારે લોહીના પુરવઠાને અસર થાય છે અને આ સુગર લેવલને વધુ ખરાબ કરી શકે છે. શરીરમાં પાણીની ઉણપ ખૂબ ભારે હોઈ શકે છે. તેથી હંમેશા પોતાને હાઇડ્રેટેડ રાખવાનો પ્રયાસ કરો.
  2. ઉનાળામાં ઇન્સ્યુલિનનું સ્તર પણ બગડી શકે છે અને જો તમે તેનું સેવન કરી રહ્યા છો, તો ડૉક્ટરની સલાહ પર જ કરો.
  3. જો ડાયાબિટીસના દર્દીઓ ઉનાળામાં મુસાફરી કરતા હોય તો તેમણે પોતાની સાથે જરૂરી દવાઓ રાખવી જોઈએ.
  4. ઉનાળામાં, શુગરના દર્દીએ જ્યારે હવામાન ઠંડુ થાય કસરતની નિયમિતતાનું પાલન કરવું જોઈએ.

સ્વાસ્થ્યના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
વલસાડમાં ઔરંગા નદી પર નવ નિર્મિત બ્રિજનો સ્લેબ ધરાશાયી, 4 મજૂરો દબાયા
વલસાડમાં ઔરંગા નદી પર નવ નિર્મિત બ્રિજનો સ્લેબ ધરાશાયી, 4 મજૂરો દબાયા
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની કરી આગાહી
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની કરી આગાહી
કઈ રાશિના જાતકોને અચાનક ધનલાભ અને કોને સાવધાની રાખવી જરૂરી, જુઓ Video
કઈ રાશિના જાતકોને અચાનક ધનલાભ અને કોને સાવધાની રાખવી જરૂરી, જુઓ Video
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video
સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">