ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે નાસ્તાની આ રેસીપી, જાણો હેલ્ધી રેસીપીની રીત
Diabetes Breakfast:ડાયાબિટીસ એ મેટાબોલિક ડિસઓર્ડર છે, જેમાં વ્યક્તિએ તેની બ્લડ સુગરને જાતે મેનેજ કરવું પડે છે. આવો જાણીએ કે ઉનાળાની ઋતુમાં ડાયાબિટીસના દર્દીઓએ કેવો નાસ્તો લેવો જોઈએ તમને આ અહેવાલમાં વિગતે જાણી શકશો.
Diabetes Breakfast:ઉનાળાની ઋતુમાં ભોજન બનાવવું એ એક મુશ્કેલ ટાસ્ક બરાબર છે.આખા ઘરમાં કિચન એકમાત્ર એવી જગ્યા છે,રસોઇ ને કારણે સૌથી ગરમ રહે છે. એટલા માટે લોકો નાસ્તામાં બ્રેડ ટોસ્ટ જેવી ફાસ્ટ મેડ વસ્તુઓ ખાય છે. પરંતુ ડાયાબિટીસ જેવી બીમારીનો સામનો કરી રહેલા લોકોને તેનાથી સમસ્યા થઈ શકે છે. પરંતુ એનો અર્થ એ નથી કે ડાયાબિટીસના લોકો Breakfast સ્કિપ કરે, માત્ર હેલ્ધી ડાયટ ફોલો કરવીને ડાયાબિટીસ સ્વસ્થ જીવનશૌલી જીવી શકે છે.
ડાયાબિટીસ એ મેટાબોલિક ડિસઓર્ડર છે, જેમાં વ્યક્તિએ તેની બ્લડ સુગરનું મેનેજ કરવું પડે છે. ડાયાબિટીસને કારણે હૃદય, કીડની, આંખના રોગ અને અન્ય રોગોનું જોખમ પણ રહેલું છે. આજે અમે તમને જણાવીશું કે ડાયાબિટીસના દર્દીઓએ કેવો નાસ્તો ખાવો જોઈએ.
દહીં ફળ Parfait
આ એક ખૂબ જ સરળ ફૂડ રેસીપી છે, જે ફળો, દહીં અને ગ્રેનોલાનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. ડાયાબિટીસ ધરાવતા લોકો માટે સાદા દહીંનો ઉપયોગ કરી શકાય છે. ઉનાળામાં દરેક વ્યક્તિને ફળ ખાવાનું પસંદ હોય છે.ફળને કારણે નાસ્તાનો સ્વાદ પણ વધી જાય છે, આ રેસીપીમાં ગ્રેનોલાને બદલે શેકેલા બદામ અને સીડ્સ ઉમેરી શકાય છે.
પનીર પરાઠા
પૌવા અથવા ઉપમા જેવા કાર્બોહાઇડ્રેટથી ભરપૂર નાસ્તો કરવાને બદલે, દિવસની શરૂઆત પ્રોટીનથી સમૃદ્ધ વસ્તુ સાથે કરો. દાળ ચિલ્લા, ઈંડા, સાંભાર અને ચટણી સાથે ઈડલી, પનીરથી બનેલા પરાઠા, ચણાનો લોટ અને મેથી મિક્સ કરી સારો વિકલ્પ બની શકે છે. ડાયાબિટીસને મેનેજ કરવા માટે,દરેક ભોજનમાં પ્રોટીનનો સમાવેશ કરો.
ફાઇબર વાળો નાસ્તો
નાસ્તામાં ફાઈબરનો સમાવેશ કરો. ફાઈબરયુક્ત ખોરાકમાં તાજા ફળો અને શાકભાજી અને આખા અનાજનો સમાવેશ કરો. જો તમને ડાયાબિટીસ છે, તો પ્રોટીનયુક્ત નાસ્તામાં ફળોનો સમાવેશ કરવો વધુ સારું રહેશે. મિક્સ ફળ અને શાકભાજીનો રસ પણ સામેલ કરી શકાય છે.
લીંબુ પાણી
તમે એક ગ્લાસ લીંબુ પાણીમાં બ્લેક અથવા પિંક સોલ્ડ ઉમેરીને તમારા નાસ્તા બાદ લઇ કરી શકો છો. લીંબુના પાણીની સાથે, મીઠામાંથી ઇલેક્ટ્રોલાઇટ્સ પણ મળે છે જે વિટામિન સીથી ભરપૂર હોય છે. લીંબુનો રસ ખોરાકમાંથી આયર્નના શોષણમાં પણ મદદ કરશે.
નોંધ :આ લેખ માત્ર જાણકારી માટે છે.સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર