IPL DC vs RCB : દિલ્હીનો વિજયરથ અટકાવવા બેંગ્લોર તૈયાર
દિલ્હીની ટીમ આ સિઝનમાં જીતનો ચોગ્ગો ફટકારવાની રાહમાં છે. આ સિઝનમાં બેંગ્લોરે ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં હજુ સુધી મેચ જીતી નથી, એવામાં બેંગ્લોર આ વખતે ચિન્નાસ્વામીમાં પોતાની પ્રથમ જીત મેળવવા માટે આતુર હશે. અત્યાર સુધી બંને ટીમો વચ્ચે IPLમાં કુલ 32 મેચો રમાઈ છે. જેમાંથી બેંગ્લોરે 20 અને દિલ્હીએ 11 મેચોમાં જીત મેળવી છે, જ્યારે એક મેચનું પરિણામ આવ્યું નહોતું.

ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર મહેમાન દિલ્હી કેપિટલ્સનું વિજયરથ અટકાવવા તૈયાર છે. IPL 2025ની વાત કરીએ તો, દિલ્હી કેપિટલ્સ જ એકમાત્ર એવી ટીમ છે કે જેણે જીતની લય જાળવી રાખી છે. બીજીબાજુ બેંગ્લોરે મુંબઈને તેના જ ઘરમાં હરાવીને આવી છે.
આ સિઝનમાં બેંગ્લોરે ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં હજુ સુધી મેચ જીતી નથી, એવામાં બેંગ્લોર આ વખતે ચિન્નાસ્વામીમાં પોતાની પ્રથમ જીત મેળવવા માટે આતુર હશે. વાત કરીએ દિલ્હી કેપિટલ્સની તો દિલ્હીની ટીમ આ સિઝનમાં જીતની હેટ્રિક મારી ચુકી છે અને બેંગ્લોરને હરાવીને જીતનો ચોગ્ગો ફટકારવાની તૈયારીમાં છે.
બરાબરીનો મુકાબલો જોવા મળશે
બંને ટીમોની વાત કરીએ તો, બેંગ્લોરનું ટોપ ઓર્ડર લયમાં જોવા મળ્યું છે. ડેથ ઓવર્સમાં પણ ભુવનેશ્વર કુમાર અને જોશ હેઝલવૂડે બેટ્સમેનોને ખુલીને રન નથી આપ્યા. જ્યારે દિલ્હી કેપિટલ્સની વાત કરીએ તો, ટીમનું મિડલ ઓર્ડર અને લોઅર ઓર્ડર બેંગ્લોર માટે ઘાતક સાબિત થઈ શકે છે. બોલિંગમાં પણ મિચેલ સ્ટાર્કે અને કુલદીપ યાદવે રંગ રાખ્યો છે.
હવે જો બંને ટીમોની નબળાઈ અંગે વાત કરીએ તો, બેંગ્લોરમાંથી લિવિંગસ્ટનનું ફોર્મ ચિંતાજનક છે અને ફિલ સોલ્ટથી પણ એક મોટી ઇનિંગ્સની આશા રહેશે. દિલ્હી કેપિટલ્સમાં પણ જેક ફ્રેસર મેકગર્કનું ફોર્મ ચિંતાનો વિષય છે. જો કે, આ મેચ થકી જેક ફ્રેસર મેકગર્ક પોતાનું ફોર્મ પરત મેળવશે તેવી દિલ્હીના ફેન્સને આશા છે.
કિંગ કોહલી પર સૌની નજર
જણાવી દઈએ કે, આ મેચમાં સૌની નજર કિંગ કોહલી પર રહેશે. દિલ્હી વિરુદ્ધ કોહલી 50ની ‘વિરાટ’ એવરેજથી રન બનાવે છે. હેડ ટુ હેડ વાત કરીએ તો, અત્યાર સુધી બંને ટીમો વચ્ચે IPLમાં કુલ 32 મેચો રમાઈ છે. જેમાંથી બેંગ્લોરે 20 અને દિલ્હીએ 11 મેચોમાં જીત મેળવી છે, જ્યારે એક મેચનું પરિણામ આવ્યું નહોતું.
સંભવિત પ્લેઇંગ-11 (રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર): ફિલ સોલ્ટ, વિરાટ કોહલી, દેવદત્ત પડિક્કલ, રજત પાટિદાર (કેપ્ટન),લિયમ લિવિંગસ્ટન, જીતેશ શર્મા (વિકેટકીપર), ટીમ ડેવિડ, કૃણાલ પંડયા, ભુવનેશ્વર કુમાર, જોશ હેઝલવૂડ, યશ દયાલ
સંભવિત પ્લેઇંગ-11 (દિલ્હી કેપિટલ્સ): જેક ફ્રેસર મેકગર્ક, કે.એલ. રાહુલ, અભિષેક પોરેલ (વિકેટકીપર), ટ્રિસ્ટન સ્ટબ્સ, સમીર રિઝવી, આશુતોષ શર્મા, અક્ષર પટેલ (કેપ્ટન), વિપરાજ નિગમ, મિશેલ સ્ટાર્ક, કુલદીપ યાદવ, મોહિત શર્મા