Surat: મહુવા પોલીસ મથકનાં પીએસઆઇ સસ્પેન્ડ, ફરજમાં બેદરકારીને કારણે કરાયા સસ્પેન્ડ
સુરતના મહુવા પોલીસ મથકનાં પીએસઆઇને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. જિલ્લા પોલીસ અધિક્ષકે PSI ભરત પ્રધાનને સસ્પેન્ડ કર્યા છે.
Surat: સુરતના મહુવા પોલીસ મથકનાં પીએસઆઇને સસ્પેન્ડ (PSI suspended) કરવામાં આવ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. જિલ્લા પોલીસ અધિક્ષકે PSI ભરત પ્રધાનને સસ્પેન્ડ કર્યા છે. મહત્વનું છે કે, પ્રોહિબિશનના કામમાં ફરજમાં બેદરકારીને કારણે કડક કાર્યવાહીના કરાતા PSIને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે, હજુ ગઈકાલે જ ગૃહ વિભાગ દ્વારા સુરત ક્રાઇમ બ્રાન્ચની બે અલગ અલગ ટીમોને 2 લાખ અને 1 લાખનું ઇનામ આપી સન્માનિત કર્યા હતા. જેમાં સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા માથાભારે ગેંગસ્ટર પ્રવીણ રાઉત અને ચીકલીગર ગેંગને ઝડપી પાડવા બાબતે ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા સુરત ક્રાઈમ બ્રાન્ચની બંને ટીમોને સન્માનિત કરવામાં આવ્યા હતા.
21 તાલુકામાં એકથી અઢી ઈંચ વરસાદ નોંધાયો
સમગ્ર રાજ્યમાં અષાઢી બિજથી મેઘરાજાની મહેર જોવા મળી રહી છે.ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.છેલ્લા 24 કલાકમાં 21 તાલુકામાં મેઘાની જમાવટ જોવા મળી છે.જેમાં મહેસાણાના સતલાસણા તાલુકામાં સૌથી વધુ અઢી ઈંચ વરસાદ,નવસારીમાં બે ઈંચ તો સાબરકાંઠાના વડાલીમાં પોણા બે ઈંચ વરસાદ,તેમજ સુરતના માંડવી અને માંગરોળમાં દોઢ ઈંચ વરસાદ ખાબકતા ઠેર-ઠેર પાણી ભરાયા હતા. તો બીજી તરફ સાબરકાંઠાના વિજયનગર, મહિસાગરના વીરપુરમાં સવા ઈંચ વરસાદ નોંધાયો હતો.