હિંમતનગરમાં વિઝા કૌભાંડમાં આરોપીએ યુવક પાસે પડાવ્યા 84.47 લાખ, SITની ટીમે આરોપી પિતા-પુત્રને પ્રયાગરાજથી કરી ધરપકડ, જુઓ Video
સાબરકાંઠાના હિંમતનગરમાંથી એક પછી એક કૌભાંડ બહાર આવી રહ્યાં છે. ત્યારે હિંમતનગરમાંથી AR કન્સલ્ટન્સી કૌભાંડ બાદ વિઝા કૌભાંડનો સામે આવ્યું છે. આરોપી સિકંદર લોઢા અને પુત્ર સહિત 3 સામે વધુ એક ફરિયાદ નોંધવામાં આવી છે.
સાબરકાંઠાના હિંમતનગરમાંથી એક પછી એક કૌભાંડ બહાર આવી રહ્યાં છે. ત્યારે હિંમતનગરમાંથી AR કન્સલ્ટન્સી કૌભાંડ બાદ વિઝા કૌભાંડનો સામે આવ્યું છે. આરોપી સિકંદર લોઢા અને પુત્ર સહિત 3 સામે વધુ એક ફરિયાદ નોંધવામાં આવી છે. હિંમતનગર ગ્રામ્ય પોલીસે પાંચની ફરિયાદ નોંધી છે. મળતી માહિતી અનુસાર યુવકને વિદેશ મોકલવાનું કહીને ₹ 84.47 લાખ પડાવ્યા હતા. દેશભરમાંથી યુવાનોને વિદેશના વર્ક પરમિટ વિઝાના બહાને ઠગ્યા હતા. SITની ટીમે આરોપી પિતા-પુત્રને પ્રયાગરાજથી પકડ્યા હતા. આરોપી સામે અત્યાર સુધી 5 ફરિયાદ નોંધાઈ છે.
ઉલ્લેખનીય છે કે હિંમતનગરમાં વિઝા કૌભાંડના આરોપી વિરુદ્ધ વધુ એક ફરિયાદ નોંધવામાં આવી છે. દેશભરમાંથી યુવાનોને વિદેશના વર્ક પરમિટ વિઝાના બહાને લોકોને ઠગ્યા હોવાનું સામે આવ્યું છે. આરોપીએ વિદેશ જવા ઈચ્છતા યુવકને વિદેશ મોકલવાના બહાને 84 લાખ રુપિયા પડાવ્યા હોવાનું સામે આવ્યું છે. પ્રાપ્તથતી માહિતી અનુસાર SITની ટીમે આરોપી પિતા-પુત્રને પ્રયાગરાજથી પકડ્યા હતા.
