AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આદિવાસી સમાજમાં પ્રચલિત છે હોળી પર્વના અનેક મેળા, છોટા ઉદેપુરના ચિસડીયામાં યોજાતા બળવાના મેળાની જાણો પરંપરા, જુઓ વીડિયો

છોટાઉદેપુર જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં હોળી બાદ આદિવાસી સમાજના મેળાઓ યોજાય છે. આ મેળાઓમાં બળવો બનવા ઈચ્છતા યુવાનોને પોતાની શ્રદ્ધા અને હિંમત સાબિત કરવી પડે છે. ઘણા મેળાઓમાં હોળીના અંગારાઓ પર ચાલવાની પરંપરા હોય છે. આ પરીક્ષા પાર કર્યા બાદ ચિસાડિયા ગામે યોજાતા મેળામાં તેમની આગળની કઠિન વિધિ થાય છે.

આદિવાસી સમાજમાં પ્રચલિત છે હોળી પર્વના અનેક મેળા, છોટા ઉદેપુરના ચિસડીયામાં યોજાતા બળવાના મેળાની જાણો પરંપરા, જુઓ વીડિયો
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 08, 2026 | 4:18 PM
Share

ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં હોળી એ મહત્વનો તહેવાર ગણાય છે. રાજ્યના છોટાઉદેપુર જિલ્લામાં હોળી બાદ યોજાતા આદિવાસી સમાજના મેળાઓમાં એક અનોખી અને કઠિન પરંપરા જોવા મળે છે. આ પરંપરા છે “બળવો” બનવાની અગ્નિ પરીક્ષા. આદિવાસી સમાજમાં બળવો બનવા માટે યુવાનોને ઘણી કઠિન રીતિ-રિવાજોમાંથી પસાર થવું પડે છે. ખાસ કરીને ચિસાડિયા ગામે યોજાતા બળવાના મેળામાં આ પરંપરા લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બને છે. જેને નિહાળવા દૂર દૂરથી લોકો આવતા હોય છે.

છોટાઉદેપુર જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં હોળી બાદ આદિવાસી સમાજના મેળાઓ યોજાય છે. આ મેળાઓમાં બળવો બનવા ઈચ્છતા યુવાનોને પોતાની શ્રદ્ધા અને હિંમત સાબિત કરવી પડે છે. ઘણા મેળાઓમાં હોળીના અંગારાઓ પર ચાલવાની પરંપરા હોય છે. આ પરીક્ષા પાર કર્યા બાદ ચિસાડિયા ગામે યોજાતા મેળામાં તેમની આગળની કઠિન વિધિ થાય છે.

ચિસાડિયા ગામે બળવો બનવા માટેની સૌથી કઠિન પરીક્ષા લેવામાં આવે છે. અહીં બળવો બનનારા ઉમેદવારની પીઠના ભાગે લોખંડના હૂક લગાવવામાં આવે છે. જો આ પ્રક્રિયા દરમિયાન યુવાનની પીઠમાંથી લોહી નીકળે તો તેને નાપાસ ગણવામાં આવે છે. આ પરંપરા ખૂબ જ કઠિન માનવામાં આવે છે અને ઘણા યુવાનો આ પરીક્ષામાં નિષ્ફળ પણ જાય છે.

જો ઉમેદવાર આ પરીક્ષા સફળતાપૂર્વક પાર કરે તો તેને લાકડામાંથી બનાવેલ વિશેષ આડા સ્થંભ પર બાંધી દેવામાં આવે છે. ત્યાર બાદ લોકો તેને આડુ અવળું ગોળ ગોળ પાંચ ચક્કર ફેરવે છે. આ સમગ્ર વિધિ જોવા માટે મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ભેગા થાય છે. પાંચથી સાત વર્ષ સુધી આ વિધિઓ પૂર્ણ કર્યા બાદ જ સમાજ કોઈ વ્યક્તિને “બળવો” તરીકે સ્વીકાર કરે છે.

આ રીતે આદિવાસી સમાજમાં બળવો બનવું માત્ર માન-સન્માનની વાત નથી, પરંતુ શ્રદ્ધા, હિંમત અને કઠિન પરંપરાઓની અગ્નિ પરીક્ષામાંથી પસાર થવાનો એક અનોખો પરંપરા છે.

હવામાનને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતમાં કરા સાથે વરસાદ પડવાની શક્યતા

Follow Us
'બોર' ફેલ થતાં 3000 ની વસ્તી અને પશુધનની હાલત કફોડી - જુઓ Video
'બોર' ફેલ થતાં 3000 ની વસ્તી અને પશુધનની હાલત કફોડી - જુઓ Video
સિંહબાળના મોતનો આંકડો વધતા વન વિભાગ એલર્ટ, વનતારાની ટીમ પણ પહોંચી
સિંહબાળના મોતનો આંકડો વધતા વન વિભાગ એલર્ટ, વનતારાની ટીમ પણ પહોંચી
મુન્દ્રામાં ઝડપાયેલા કોકેઈન કેસમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ ડીલરની આશંકા
મુન્દ્રામાં ઝડપાયેલા કોકેઈન કેસમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ ડીલરની આશંકા
ઘરેણાં અને પ્રાચીન વસ્તુમાં રોકાણ કરો, નાણાકીય સમસ્યાનો ઉકેલ આવશે
ઘરેણાં અને પ્રાચીન વસ્તુમાં રોકાણ કરો, નાણાકીય સમસ્યાનો ઉકેલ આવશે
વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'
વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'
ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા
ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા
કસૌલીના જંગલમાં લાગી ભીષણ આગ, Mi-17 હેલિકોપ્ટર લઈ મેદાને ઉતરી વાયુસેના
કસૌલીના જંગલમાં લાગી ભીષણ આગ, Mi-17 હેલિકોપ્ટર લઈ મેદાને ઉતરી વાયુસેના
Ahmedabad Breaking News : અમદાવાદમાં રાતોરાત વધ્યુ રિક્ષાભાડું!
Ahmedabad Breaking News : અમદાવાદમાં રાતોરાત વધ્યુ રિક્ષાભાડું!
બેબીસીયા વાયરસના કારણે થયા બે સિંહના મોત-અર્જુન મોઢવાડિયા
બેબીસીયા વાયરસના કારણે થયા બે સિંહના મોત-અર્જુન મોઢવાડિયા
પોતાના ઘરમાં જ જુગારખાનું ચલાવતી હતી મહિલા, સુરતમાં 7 મહિલાઓ ઝડપાઈ
પોતાના ઘરમાં જ જુગારખાનું ચલાવતી હતી મહિલા, સુરતમાં 7 મહિલાઓ ઝડપાઈ
g clip-path="url(#clip0_868_265)">