Sabarkantha : ઈડરના ઉમેદપુરા ગામેથી ઝડપાયું ગાંજાનું વાવેતર, ખેતર માલિક સહિત 2 લોકોની ધરપકડ, જુઓ Video
ગુજરાતમાં નશાનું વાવેતર કરવા પર પ્રતિબંધ હોવા છતા કેટલીક વાર આ પ્રકારના વાવેતર ઝડપાતુ હોય છે. ત્યારે સાબરકાંઠાના ઈડર તાલુકામાંથી ગાંજાનું વાવેતર ઝડપાયું છે. ઈડરના ઉમેદપુરા ગામે ખેડૂતે ખેતરમાં ગાંજો વાવ્યો હોવાનું સામે આવ્યું છે.
ગુજરાતમાં નશાનું વાવેતર કરવા પર પ્રતિબંધ હોવા છતા કેટલીક વાર આ પ્રકારના વાવેતર ઝડપાતુ હોય છે. ત્યારે સાબરકાંઠાના ઈડર તાલુકામાંથી ગાંજાનું વાવેતર ઝડપાયું છે. ઈડરના ઉમેદપુરા ગામે ખેડૂતે ખેતરમાં ગાંજો વાવ્યો હોવાનું સામે આવ્યું છે. જેની જાણ પોલીસને થતા તાત્કાલિક પોલીસે ખેતરમાં દરોડા પાડી 11.40 લાખનો 114 કિલો ગાંજો ઝડપ્યો છે.
114 કિલો ગાંજાનું વાવેતર ઝડપાયું
ઉમેદપુરા ગામમાંથી ગાંજાના 187 લીલા અને સૂકા છોડ જપ્ત કરાયા છે. ખેતર માલિક સહિત 2 શખ્સો સામે આ ગુનો નોંધ્યો છે. પોલીસે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી હાથ ધરી તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં દારુનો પ્રતિબંધ હોવા છતા દારુનો જથ્થો તો ઝડપાતો હતો. પરંતુ હવે ગાંજાનું વાવેતર પણ ઝડપાયું છે.પોલીસે બાતમીના આધારે ઉમેદપુર ગામમાં દરોડા પાડીને ગાંજાનો જથ્થો જપ્ત કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
