AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : કચ્છમાં હિન્દુ વિદ્યાર્થીઓ પાસે મુસ્લિમ વિદ્યાર્થીએ પઢાવી નમાજ, વિવાદ વકરતા કરાયા તપાસના આદેશ

Breaking News : કચ્છમાં હિન્દુ વિદ્યાર્થીઓ પાસે મુસ્લિમ વિદ્યાર્થીએ પઢાવી નમાજ, વિવાદ વકરતા કરાયા તપાસના આદેશ

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 27, 2026 | 5:15 PM
Share

કચ્છના નખત્રાણાના દેવપર યક્ષ ગામની પ્રાથમિક શાળાના ધોરણ 6ના વિદ્યાર્થીઓને નમાજ પઢવવામાં આવી હોવાથી વિવાદ સર્જાયો છે. શાળામાં જ અભ્યાસ કરતા વિધર્મી વિધાર્થીએ, હિન્દૂ વિધાર્થી પાસે નમાજ અદા કરાવવામાં આવી હતી.

કચ્છના નખત્રાણાના દેવપર યક્ષ ગામની સરકારી શાળા વિવાદમાં આવી છે. સ્થાનિકો અને શાળાના બાળકોએ આક્ષેપ કર્યો છે કે, શાળામાં ભણતા વિધર્મી વિદ્યાર્થીએ, પ્રાથમિક શાળાના પાછળના પ્રાંગણમાં આવેલ મજાર પર હિન્દુ વિદ્યાર્થીઓને નમાજ અદા કરાવડાવી હતી. આ પ્રકારની કામગીરી છેલ્લા ઘણા સમયથી કરાવવામાં આવતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

કચ્છના નખત્રાણાના દેવપર યક્ષ ગામની પ્રાથમિક શાળાના ધોરણ 6ના વિદ્યાર્થીઓને નમાજ પઢવવામાં આવી હોવાથી વિવાદ સર્જાયો છે. શાળામાં જ અભ્યાસ કરતા વિધર્મી વિધાર્થીએ, હિન્દૂ વિધાર્થી પાસે નમાજ અદા કરાવવામાં આવી હતી. શાળાના બાળકોએ આ ઘટનાની જાણ તેમના વાલીઓને કરતા, વાલીઓ અને વિશ્વ હિન્દુ પરિષદના હોદ્દેદારોએ શાળામાં જઈને ઘટનાને વખોડી કાઢી હતી. ગંભીર ઘટનાને ધ્યાને લઈને જિલ્લા શિક્ષણાધિકારીએ તપાસના આદેશ આપ્યા છે.

દરમિયાન એવી એક વાત પણ સામે આવી છે કે, દેવપર યક્ષ ગામની શાળાનું નવું બાંધકામ કરાતા, બાજૂની મજાર શાળાના પછીતે આવી જવા પામી હતી. જો કે, શાળાની પાછળના પ્રાંગણમાં આવેલ આ મજારમાં હવે ગેરકાયદે બાંધકામ કરીને મોટી વિશાળ બનાવી દેવામાં આવી છે. જેનો પણ સ્થાનિકોએ ભારે વિરોધ કર્યો છે. સરસ્વતીના ધામમાં આ પ્રકારે ધાર્મિક લાગણી ઉશ્કેરનારી પ્રવૃતિને કારણે નખત્રણાના દેવપર યક્ષ ગામની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ લોકોની ધાર્મિક ભાવના ભડકી છે. જો કે કચ્છ પોલીસે સમગ્ર મામલે સંયમથી કામ લઈને હાલ તો મામલો થાળે પાડ્યો છે.

Breaking News : ખેડા જિલ્લાના 1 નહીં, 2 નહીં, 3 નહીં…. પુરા 25 ગામના ભૂગર્ભજળ પ્રદુષિત, રાજ્યપાલે વિધાનસભામાં વ્યક્ત કરી ચિંતા

g clip-path="url(#clip0_868_265)">