ગુજરાતનું કાશ્મીર કહેવાતા નલિયામાં કેમ વધારે ઠંડી પડે, જાણો કારણ
ગુજરાતમાં શિયાળાએ જમાવટ કરી છે. રાજ્યના વિવિધ જિલ્લામાં ઠંડી જાણે જમાવટ કરી રહી છે. નલિયામાં તાપમાનનો પારો 9 ડિગ્રીએ પહોંચી ગયો છે. તો આજે આપણે જાણીશું કે, આખરે નલિયામાં જ કેમ વધારે ઠંડી પડે છે.

નલિયામાં હાડ થિજવતી ઠંડીનો ચમકારો જોવા મળે છે. મૌસમી પવનની દિશા મુખ્ય કારણ છે. હાલમાં શિયાળાની ઋતુ બરાબર જામી હોય તેવું જોવા મળી રહ્યું છે.અહી કોલ્ડવેવના કારણે સામાન્ય જીવન ઠૂંઠવાઈ જાય છે.નલિયા દરિયાકિનારેથી 12 થી 15 કિલોમીટર દુર છે.
ગુજરાતમાં ઠંડીનો પારો વધુ નીચે ઉતર્યો છે. હવામાન વિભાગના તાજા આંકડા મુજબ રાજ્યમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નલિયામાં 9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જેના કારણે ત્યાં કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. નલિયામાં વધારે ઠંડી પડવાનું મુખ્ય કારણ તેની ભૌગોલિક સ્થિતિ છે, જેમાં ઉત્તર-પૂર્વ દિશામાંથી આવતા સૂકા અને ઠંડા પવનો, અરબ સાગરથી દૂર હોવાથી ભેજવાળી હવાની અસર ન થવી, અને રણ વિસ્તારની નજીક હોવાને કારણે નીચા તાપમાનનો અનુભવ થાય છે, જે ગુજરાતના અન્ય વિસ્તારો કરતાં તેને વધુ ઠંડુ બનાવે છે.
નલિયામાં હાડ થિજવતી ઠંડીનો ચમકારો
આપણે નલિયામાં વધારે ઠંડી પડવાના મુખ્ય કારણો જોઈએ તો.પવનોની દિશા અને પ્રકૃતિ: શિયાળામાં નલિયામાં ઉત્તર-પૂર્વ દિશામાંથી ઠંડા અને સૂકા પવનો ફૂંકાય છે. આ પવનો રણપ્રદેશમાંથી આવતા હોવાથી ભેજ વગરના હોય છે, જે ઠંડીની તીવ્રતા વધારે છે.અરબ સાગર નજીક હોવા છતાં, પવનોની દિશાને કારણે સાગરની હૂંફાળી અને ભેજવાળી હવા નલિયા સુધી પહોંચી શકતી નથી,
ગુજરાતનું કાશ્મીર
નલિયામાં ફૂંકાતા પવનની ગતિ વધારે હોય છે, જે ઠંડીનો અનુભવ વધુ તીવ્ર બનાવે છે.આ બધા પરિબળો ભેગા મળીને નલિયાને ગુજરાતનું સૌથી ઠંડુ સ્થળ બનાવે છે, જ્યાં તાપમાન અન્ય શહેરો કરતાં નોંધપાત્ર રીતે નીચું જાય છે. લોકો નલિયાને ગુજરાતનું કાશ્મીર પણ કહે છે.