Weather News : રાજ્યમાં ઠંડીમાંથી આંશિક રાહત, બે દિવસ બાદ ઠંડીનો ચમકારો ઘટ્યો
રાજ્યભરમાં કડકડતી ઠંડી બાદ હવે લોકોને આંશિક રાહત મળી છે. છેલ્લા બે દિવસથી ઠંડીનો ચમકારો ઘટ્યો છે અને સૂસવાટા મારતા ઠંડા પવનોએ પણ વિરામ લીધો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી બે દિવસ સુધી ઠંડીમાં થોડી રાહત જોવા મળશે.

જો કે, હવામાન વિભાગે ચેતવણી આપી છે કે આવતીકાલ બાદ ફરીથી ઠંડીનું જોર વધવાની શક્યતા છે. બે દિવસ બાદ રાજ્યના અનેક વિસ્તારોમાં ફરી હાડ થીજવતી ઠંડી અનુભવાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જેથી લોકોને ફરીથી ગરમ કપડાંનો સહારો લેવો પડી શકે છે.
ક્યાં કેટલું તાપમાન?
- નલિયા – 9.4 ડિગ્રી
- ભૂજ – 11.0 ડિગ્રી
- રાજકોટ – 11.4 ડિગ્રી
- અમરેલી – 12.0 ડિગ્રી
- પોરબંદર – 12.0 ડિગ્રી
- કંડલા – 12.7 ડિગ્રી
- દ્વારકા – 14.2 ડિગ્રી
- ડીસા – 14.6 ડિગ્રી
- ગાંધીનગર – 15.8 ડિગ્રી
- અમદાવાદ – 17.2 ડિગ્રી
- સુરત – 18.0 ડિગ્રી
- વડોદરા – 19.0 ડિગ્રી
હવામાન વિભાગે લોકોને તાપમાનમાં થનારા ફેરફારોને ધ્યાનમાં રાખીને સાવચેત રહેવા અને આરોગ્યનું ધ્યાન રાખવાની અપીલ કરી છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો