રાજકોટમાં સૌરાષ્ટ્ર–કચ્છ રીજનલ વાયબ્રન્ટ સમિટની તૈયારીઓ તેજ, કલેક્ટર કચેરીએ બેઠક, જુઓ Video
રાજકોટમાં યોજાનારી સૌરાષ્ટ્ર–કચ્છ રીજનલ વાયબ્રન્ટ સમિટને લઈને તંત્ર દ્વારા તૈયારીઓ તેજ કરવામાં આવી છે. આ સંદર્ભે નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં રાજકોટ કલેક્ટર કચેરી ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં પ્રભારી મંત્રી જીતુ વાઘાણી તેમજ વાયબ્રન્ટ સમિટ સાથે જોડાયેલા વિવિધ ઉદ્યોગકારો અને અધિકારીઓ હાજર રહ્યા હતા.

યુવાનોને રોજગારના અવસરો મળશે
પ્રભારી મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે વાયબ્રન્ટ સમિટ રાજ્યના ઔદ્યોગિક વિકાસ માટે મહત્વપૂર્ણ પ્લેટફોર્મ છે. આ સમિટ દ્વારા સૌરાષ્ટ્ર–કચ્છ વિસ્તારમાં રોકાણની નવી તકો ઊભી થશે તેમજ સ્થાનિક યુવાનોને રોજગારના અવસરો મળશે. બેઠકમાં હાજર ઉદ્યોગકારોએ પણ સમિટને સફળ બનાવવા માટે પોતાના સૂચનો રજૂ કર્યા હતા.
સૌરાષ્ટ્ર–કચ્છ રીજનલ વાયબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન
ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સૌરાષ્ટ્ર–કચ્છ રીજનલ વાયબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન કરવાના છે. તેને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા તમામ તૈયારીઓ સમયસર પૂર્ણ થાય તે માટે સંકલિત પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. રાજકોટમાં યોજાનારી આ સમિટ રાજ્યના ઉદ્યોગિક વિકાસમાં નવી દિશા આપશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.
આણંદના આંકલાવ ગામમાંથી સામે આવી ચકચારી ઘટના, યુવકને સળગાવવાનો આરોપ
ગીરમાં ગમગીની: માનવભક્ષી સિંહણને બેભાન કરવાની ગોળી ટ્રેકરને વાગતા મોત
મધરખડા ગામના પાટીયા પાસે ગેરકાયદે પાંચ એકર સરકારી જમીન દબાણમુક્ત કરાઇ
અમદાવાદ ગ્રામ્ય કોર્ટને બોમ્બની ઉડાવી દેવાની મળી ધમકી, જુઓ Video