AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News :  ગુજરાતમાં ફરી ભૂકંપના આંચકા, કચ્છ પછી વાંસદામાં 2.7ની તીવ્રતા

Breaking News : ગુજરાતમાં ફરી ભૂકંપના આંચકા, કચ્છ પછી વાંસદામાં 2.7ની તીવ્રતા

| Updated on: Mar 06, 2026 | 12:29 PM
Share

ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ભૂકંપની ઘટનાઓમાં વધારો નોંધાઈ રહ્યો છે, જેના કારણે લોકોને ચિંતા વધી છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવા આંચકા અનુભવાયા છે. તાજેતરમાં કચ્છ જિલ્લાના દૂધઇ વિસ્તારમાં ફરી એક વખત ભૂકંપનો આંચકો નોંધાયો હતો.

ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ભૂકંપની ઘટનાઓમાં વધારો નોંધાઈ રહ્યો છે, જેના કારણે લોકોને ચિંતા વધી છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવા આંચકા અનુભવાયા છે. તાજેતરમાં બે જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. કચ્છ અને નવસારી.

કચ્છ અને વાંસદામાં ભૂકંપ

કચ્છ જિલ્લાના દૂધઇ વિસ્તારમાં ફરી એક વખત ભૂકંપનો આંચકો નોંધાયો હતો. મોડી રાત્રે લગભગ 12.46 વાગ્યે દૂધઇ નજીક 3.3ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. પ્રાપ્ત માહિતી મુજબ ભૂકંપનું કેન્દ્રબિંદુ દૂધઇથી આશરે 23 કિલોમીટર દૂર નોંધાયું હતું. હળવા આંચકાને કારણે લોકો થોડા સમય માટે ચિંતિત બન્યા હતા, જોકે કોઈ જાનહાની કે મોટા નુકસાનના અહેવાલ સામે આવ્યા નથી.

દક્ષિણ ગુજરાતના વાંસદા વિસ્તારમાં પણ ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો છે. મળતી માહિતી મુજબ વાંસદા અને આસપાસના વિસ્તારોમાં લોકો થોડા સમય માટે ગભરાઈ ગયા હતા. જોકે આ આંચકો હળવો હોવાના કારણે કોઈ જાનહાનિ કે નુકસાનના અહેવાલ સામે આવ્યા નથી.

ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.7 નોંધાઈ હતી. આ આંચકો સામાન્ય શ્રેણીમાં ગણાય છે, છતાં અચાનક ધ્રુજારી અનુભવાતા લોકો થોડા સમય માટે ઘરોમાંથી બહાર નીકળી આવ્યા હતા. પ્રાપ્ત માહિતી મુજબ ભૂકંપનું કેન્દ્રબિંદુ વાંસદાથી અંદાજે 23 કિલોમીટર દૂર નોંધાયું હતું. હાલ તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને કોઈ પ્રકારની નુકસાનની માહિતી સામે આવી નથી.

ગઇકાલે પણ અનુભવાયા હતા આંચકા

આ પહેલા ગઇકાલે પણ કચ્છ અને દાહોદ જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. કચ્છના ભચાઉ વિસ્તારમાં 3.4ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો, જ્યારે દાહોદ જિલ્લામાં 2.5ની તીવ્રતાનો હળવો આંચકો અનુભવાયો હતો.

રાજ્યમાં સતત નોંધાઈ રહેલી ભૂકંપની ઘટનાઓને કારણે લોકોમાં ભય અને ચિંતા વધતી જોવા મળી રહી છે. જોકે નિષ્ણાતો મુજબ આ તીવ્રતાના ભૂકંપ સામાન્ય રીતે વધુ નુકસાનકારક નથી, છતાં સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી રહી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Mar 06, 2026 11:58 AM
g clip-path="url(#clip0_868_265)">