Breaking News : ગુજરાત ઠંડીમાં ઠુંઠવાયુ, ઠંડીનો પારો પહોચ્યો 7.5 ડિગ્રીએ, જાણો કયાં શહેરમાં કેટલી નોંધાઈ ઠંડી
ગુજરાતમાં વહેતા ઉત્તર- ઉત્તર પૂર્વ દિશાના ઠંડા હીમ પવનને કારણે ઠંડીનો તીવ્ર ચમકારો અનુભવાયો છે. સમગ્ર રાજ્ય કારમી ઠંડીના ભરડામાં આવ્યું છે.
છેલ્લા બે દિવસથી ગુજરાત ઠંડીમાં ઠુંઠવાઈ રહ્યું છે. આજે મંગળવારે ગુજરાતમાં ઠંડીનો પારો ગગડીને 7.5 ડિગ્રીએ પહોંચી ગયો છે. ગુજરાતમાં સૌથી વઘુ ઠંડી કચ્છના નલિયામાં નોંધાઈ છે. નલિયા સિવાય રાજ્યના અનેક શહેરોમાં ઠંડીનો પારો 10 ડિગ્રીની ઉપર રહેવા પામ્યો છે.
ગુજરાતમાં વહેતા ઉત્તર- ઉત્તર પૂર્વ દિશાના ઠંડા હીમ પવનને કારણે ઠંડીનો તીવ્ર ચમકારો અનુભવાયો છે. સમગ્ર રાજ્ય કારમી ઠંડીના ભરડામાં આવ્યું છે. બનાસકાંઠાના ડીસામાં ઠંડીનો પારો 11 ડીગ્રીએ રહ્યો છે. તો ગુજરાતના સૌથી હરિયાળા શહેર ગાંધીનગરમાં ઠંડીનો પારો 11.2 ડિગ્રીએ એટક્યો છે, જ્યારે કચ્છના ભૂજમાં 11.4 ડિગ્રી ઠંડી નોંધાઈ છે. સૌરાષ્ટ્રના મુખ્ય શહેર રાજકોટમાં પણ ઠંડીનો પારો 11. 4 ડિગ્રીએ અટક્યો છે.
અમદાવાદ શહેરમાં દિવસભર વહેતા ઠંડી પવનને કારણે પારો વધુ ગગડીને 13.4 ડિગ્રીએ અટક્યો છે. વડોદરા શહેરમાં પણ ઠંડીનો પારો 13.6 ડિગ્રીએ અટક્યો છે.
ગુજરાતના કયાં શહેરમાં કેટલી નોંધાઈ ઠંડી
- નલિયા -7.5
- ડીસા-11
- ગાંધીનગર-11.2
- રાજકોટ-11.4
- ભૂજ-11.4
- અમદાવાદ- 13.4
- વડોદરા 13.6
- સુરત- 15
- ભાવનગર 14.8
ગુજરાતના અનેક શહેર ઠંડીમાં ઠુંઠવાયા, 10 ડિગ્રીની આસપાસ નોંધાઈ ઠંડી, વાંચો અંહી
ઉત્તરાયણને સુરક્ષિત અને પર્યાવરણમિત્ર બનાવવા શિક્ષણ વિભાગનો પ્રયાસ
ગાંધીનગરમાં વકર્યો ટાઇફોઇડ, અત્યાર સુધીમાં કુલ 144 કેસ નોંધાયા
મોલમાં ધમધમતી ડ્રગ્સ લેબ ઝડપાઈ, સુરત SOGની મોટી કાર્યવાહી, 3 ઝડપાયા
વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની IOC મુલાકાતે લેશે
