ભારતને ટ્રેડિશનલ મેડિસીનનું હબ બનાવવામાં “ગુજરાત” મહત્વની ભૂમિકા અદા કરશે : CM

મોરેશિયસના વડાપ્રધાન(PM) પ્રવિન્દ જગન્નાથે કહ્યું હતુ કે, WHOના અંદાજ પ્રમાણે વિશ્વની 80 ટકા વસ્તી પરંપરાગત દવાઓનો ઉપયોગ કરે છે. ભારત પરંપરાગત દવા પ્રણાલીમાંથી ઉદ્દભવતા ઉપચારની સત્તાવાર રીતે માન્યતા દર્શાવી રહ્યું છે.

ભારતને ટ્રેડિશનલ મેડિસીનનું હબ બનાવવામાં “ગુજરાત” મહત્વની ભૂમિકા અદા કરશે : CM
"Gujarat" will play important role in making India a hub of traditional medicine: CM (ફાઇલ ફોટો)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 20, 2022 | 6:08 PM

WHOના અંદાજ પ્રમાણે વિશ્વની 80 ટકા વસ્તી પરંપરાગત દવાઓનો ઉપયોગ કરે છે : પ્રવિન્દ જગન્નાથ

મોરેશિયસના(Mauritius) વડાપ્રધાન (PM) પ્રવિન્દ જગન્નાથે (Pravind Jagannath)કહ્યું હતુ કે, WHOના અંદાજ પ્રમાણે વિશ્વની 80 ટકા વસ્તી પરંપરાગત દવાઓનો ઉપયોગ કરે છે. ભારત પરંપરાગત દવા પ્રણાલીમાંથી ઉદ્દભવતા ઉપચારની સત્તાવાર રીતે માન્યતા દર્શાવી રહ્યું છે. સામાજિક – સાંસ્કૃતિક પ્રથાઓ અને ટ્રેડીશનલ દવાની વિવિધતાનો વારસો ટકાવી રાખવો તેના વિકાસ માટે ખુબ જ જરૂરી છે.

જામનગર ખાતે વિશ્વના સૌ પ્રથમ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન-GCTMનું ભૂમિપૂજન સફળતાપૂર્વક સંપન્ન થયું તેના માટે ગુજરાતને અભિનંદન પાઠવતા તેમણે વધુમાં જણાવ્યું હતું કે, COVID-19ની મહામારીના સમયગાળા દરમ્યાન ભારત દ્વારા મોરેસિયસને જે આયુર્વેદ ક્લિનિકની સુવિધાઓ પૂરી પાડી હતી તેના માટે તેઓએ ભારતના વડાપ્રધાન મોદી અને ભારતીયોનો આભાર માન્યો હતો . ભારત અને મોરેશિયસ ટ્રેડીશનલ મેડિસીનની ઉપયોગીતા વિશે સમાન મૂલ્યો ધરાવે છે. આ કાર્યક્રમના સુંદર આયોજન બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, આયુષ મંત્રાલય અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો. દર વર્ષે ધનતેરસની ઉજવણી સમગ્ર મોરેશિયસમાં આયુર્વેદ દિવસ તરીકે કરવામાં આવે છે તેની ભૂમિકા પણ તેમણે આપી હતી. ગુજરાતમાં ભવ્ય સ્વાગત બદલ તેમણે સૌ ગુજરાતીઓનો આભાર માન્યો હતો.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

ભારતમાં પ્રાચીનકાળથી પ્રચલનમાં રહેલી પ્રાકૃતિક ચિકિત્સા પદ્ધતિઓને વડાપ્રધાને વૈશ્વિક ફલક પર પ્રસ્થાપિત કરી

આયુષ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ઈનોવેશન સમિટ-2022નું ગુજરાતમાં આયોજન કરવા બદલ CM ભૂપેન્દ્ર પટેલે વૈશ્વિક નેતા વડાપ્રધાનનો આભાર માનીને ગુજરાતની આ પુણ્યશાળી ભૂમિમાં આવકારતા કહ્યુ કે, ભારતમાં પ્રાકૃતિક ચિકિત્સા પદ્ધતિઓ પ્રાચીનકાળથી પ્રચલનમાં રહી છે. ત્યારે આ પ્રાચીન ઉપચાર પદ્ધતિઓને વડાપ્રધાને વૈશ્વિક ફલક પર પ્રસ્થાપિત કરી છે. જેના પરિણામે જામનગર આયુર્વેદિક યુનિવર્સિટીમાં WHOના ‘ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન’ની સ્થાપના થઇ છે જે સેન્ટર આવનારા સમયમાં ટ્રેડિશનલ મેડિસિન ક્ષેત્રે ગ્લોબલ નોલેજ એપી સેન્ટર બનશે તેવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.

CMએ ઉમેર્યુ કે, વડાપ્રધાનના પ્રયાસોને કારણે જ યોગ-પ્રાણાયામને વિશ્વભરમા આગવી ઓળખ મળી છે. યુનાઇટેડ નેશન્સ સમક્ષ આંતરરાષ્ટ્રીય યોગદિનની ઉજવણીનો તેમનો પ્રસ્તાવ સૌથી વધુ દેશોએ હર્ષભેર સ્વીકારી લીધો હતો. યોગ-પ્રાણાયામ પછી ભારતની પ્રાચીન ઉપચાર પદ્ધતિઓને પણ વડાપ્રધાને વૈશ્વિક ફલક પર સુપેરે પ્રસ્થાપિત થઈ છે.

સમગ્ર વિશ્વમાં પરંપરાગત દવાઓ માટેનું પ્રથમ અને એક માત્ર ગ્લોબલ સેન્ટર ગુજરાતને મળ્યું એ આપણા સો માટે ગૌરવરૂપ છે તેમ જણાવી તેમણે ઉમેર્યુ કે, પ્રિવેન્ટીવ મેડિસિનના મહત્વને આખી દુનિયાએ સ્વીકારીને યોગ-પ્રાણાયામ-આયુર્વેદ પ્રેરિત સ્વસ્થ જીવનશૈલી સ્વીકારી છે. યોગ, આયુર્વેદ, હોમિયોપેથી, યુનાની, સિદ્ધ જેવી ચિકિત્સા પદ્ધતિઓ લાઈફસ્ટાઈલ આધારિત છે. તે માત્ર માનવીના શરીરનો જ નહિ પણ તેના મનનો પણ વિચાર કરે છે. તે દર્દીની આસપાસના વાતાવરણને અને તેના કર્મોને પણ ધ્યાનમાં લઈને ઉપચાર કરે છે. ચિકિત્સાના આ હોલિસ્ટીક એપ્રોચ પ્રત્યે હવે દુનિયાભરના લોકોનું ધ્યાન ખેંચાયું છે.

CM એ વધુમાં ઉમેર્યુ કે, દુનિયાભરના લોકો ધીરે-ધીરે વૈકલ્પિક સારવાર તરીકે પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓને અપનાવી રહ્યા છે ત્યારે રોગનો ઉપચાર જ નહિ, પણ રોગ થાય જ નહિ તેવી પ્રિવેન્ટીવ મેડિસિનની હિમાયત ભારતના પ્રાચીન શાસ્ત્રોમાં કરવામાં આવી છે. હવે સમય આવી ગયો છે કે રોગની ટ્રીટમેન્ટ કરતાં વધુ ભાર રોગના પ્રિવેન્શન પર મુકાય તો રોગ થતા જ અટકે. પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓના બહોળા અનુભવ થકી ભારત આ દિશામાં સમગ્ર વિશ્વને નેતૃત્વ પૂરું પાડશે એવો મને વિશ્વાસ છે.

તેમણે ઉમેર્યુ કે, આઝાદીના અમૃત મહોત્સવે યોજાઈ રહેલા આ આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિટમાં થનારૂં વિચારમંથન વિશ્વભરના લોકોની હેલ્થકેરનો અમૃતકાળ બનશે અને આત્મનિર્ભર ભારતના નિર્માણને પ્રેરક બળ પરૂ પાડશે. ભારતને ટ્રેડિશનલ મેડિસીનનું હબ બનાવવામાં “ગુજરાત” મહત્વની ભૂમિકા અદા કરશે તેવો આશાવાદ તેમણે વ્યકત કર્યો હતો.

CM એ કહ્યુ કે, રાજયના નાગરિકોમા યોગ, પ્રાકૃતિક ઔષધો અને પરંપરાગત ચિકિત્સા પ્રત્યે આદર અને અભિરૂચિ છે. એટલુ જ નહી ગુજરાત સદીઓથી તજજ્ઞ વૈદોની ભૂમિ રહી છે ત્યારે આ સમીટ મહત્વની પુરવાર થશે. ગુજરાતના લોકો દુનિયાભરમાં પોતાની ઉદ્યોગ સાહસિકતા માટે જાણીતા છે. ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે ગુજરાત દેશનું અગ્રણી રાજ્ય છે. ગુજરાતમાં ઉદ્યોગ-પ્રોત્સાહક નીતિઓ, ‘ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ’, લોજીસ્ટિક્સ ઈઝ, એક્સ્પોર્ટ પ્રિપેર્ડનેસ જેવા પાસાઓને કારણે ભારતને ટ્રેડિશનલ મેડિસીનનું હબ બનાવવામાં ગુજરાત મહત્વની ભૂમિકા ભજવશે. આયુષ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ઈનોવેશન સમિટ ભારતની પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓના જ્ઞાનના સમગ્ર વિશ્વમાં પ્રસાર માટેનો સ્વર્ણિમ અવસર બનશે.

તેમણે ઉમેર્યુ કે, “વસુધૈવ કુટુંબકમ”ની ભાવનામાં માનતી ભારતીય સંસ્કૃતિએ સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય અને વિશ્વમાં દરેક વ્યક્તિ નિરામય જીવન જીવે તેવી કામના કરી છે. પરંપરાગત ઔષધ વિદ્યાના વિકાસથી વિશ્વને રોગમુક્ત બનાવવાની દિશામાં આ સમિટ મહત્વની ભૂમિકા ભજવશે. વડાપ્રધાનશ્રીના દિશા-દર્શનમાં બહુજન હિતાય બહુજન સુખાયનો આપણો પરંપરાગત મંત્ર આપણી પ્રાચીન ચિકીત્સા પદ્ધતિઓથી સાકાર કરવામાં સમિટ ઉપકારક બનશે એવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.

WHO ડાયરેક્ટર જનરલ ડો. ટેડ્રોસ આધનોમ ગેબ્રિયેસસ

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન(WHO)ના ડાયરેક્ટર જનરલ શ્રી ડો. ટેડ્રોસ આધનોમે ગુજરાતીમાં સંબોધનની શરૂઆત કરીને લોકોના દિલ જીતી લીધા હતા. તેમણે પોતાનું સંબોધન શરૂ કરતા પહેલા પૂજ્ય ગાંધી બાપુને યાદ કર્યા હતા અને કહ્યું કે, મને મહાત્મા ગાંધીની ભૂમિ પર આવવાનું સૌભાગ્ય મળ્યુ છે. આ અવસરે તેમણે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.

ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિટ-૨૦૨૨માં ઉપસ્થિત મહાનુભાવોને સંબોધતા જનરલ  ટેડ્રોસ આધનોમે જણાવ્યું હતું કે, વિશ્વ એક પરિવાર છે ત્યારે આપણા સમાજને વિરાસતમાં મળેલા સ્વાસ્થ અંગેના જ્ઞાનથી તમામ લોકોને લાભાન્વિત કરવા જોઈએ. વિશ્વ આરોગ્ય સંગઠન તેનું પાલન પણ કરી રહ્યું છે. ટેડ્રોસ આધનોમે કહ્યું કે, અમે પરંપરાગત દવાઓ અંગે, તેના અમલીકરણ તેમજ ક્લિનિકલ ટ્રાયલ, વૈજ્ઞાનિક પુરાવા અને પદ્ધતિઓ પર ભાર મૂક્યો છે. આ વર્ષે આ ઉદ્યોગ ૨૩ અજબ અમેરિકી ડોલર સુધી પહોંચી શકે છે.

પરંપરાગત દવાઓ અંગેના ક્ષેત્ર વિશે વાત કરતા શ્રી ટેડ્રોસે જણાવ્યું હતું કે, આ ક્ષેત્રને આગળ લઈ જવા માટે મુખ્ય ત્રણ બાબતો ઉપર ધ્યાન રાખવાની જરૂર છે. જેમાં પ્રથમ ઇનોવેશન ઇકોસિસ્ટમને ટેકો આપવા માટે લાંબા ગાળાના વ્યૂહાત્મક રોકાણની જરૂર છે. બીજું તેનો વિકાસ ટકાઉ રીતે થવો જોઈએ અને જે લોકો આમાં સહયોગી અને ભાગીદાર બન્યા છે તેમને પણ આ લાભ મળવો-આપવો જોઇએ એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

ડો. ટેડ્રોસ આધનોમે કહ્યું કે, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન – WHO ૭૫ વર્ષની થવા જઈ રહ્યું છે. ભારત પણ ૭૫મો સ્વતંત્રની ઉજવણી કરી રહ્યો છે, ત્યારે ભારતના વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં પરંપરાગત દવાઓ પર ‘એન્યુલ ગ્લોબલ મીટ’ નો પ્રસ્તાવ મૂક્યો હતો. જેના માટે અમે સહમત પણ થયા છીએ અને આવતા વર્ષે પ્રથમ બેઠક પણ યોજાશે એમ તેમણે વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો. ડો. ટેડ્રોસે જામનગરમાં WHOના સેન્ટર અંગે પણ માહિતી પૂરી પાડીને કહ્યું કે જામનગરમાં WHO સેન્ટર વિશ્વભરમાં પરંપરાગત દવાઓમાં ગુજરાતને અગ્રેસર બનાવશે.

કેન્દ્રીય આયુષ મંત્રી સર્બાનંદ સોનોવાલ

કેન્દ્રીય આયુષ મંત્રી સર્બાનંદ સોનોવાલે સમિટના પ્રારંભમાં આવકારતા કહ્યું હતું કે, ભારતના વડાપ્રધાન, મોરેસિયસના વડાપ્રધાન તેમજ WHOના ડાયરેક્ટર જનરલની ઉપસ્થિતિમાં આયુષના ઈતિહાસની સૌથી મોટી અને પ્રથમ ગ્લોબલ આયુષ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ઈનોવેશન સમિટ-૨૦૨૨માં સહભાગી બન્યા તે માટે આપણે સૌ ભાગ્યશાળી છીએ.

કેન્દ્રીય આયુષ મંત્રીએ કહ્યું હતું કે, આયુષ પ્રણાલીઓમાં ઉદ્યોગ સાહસિકતા અને વ્યવસાય વિકાસનો વ્યાપક અવકાશ છે. આરોગ્ય, રોગ અને ખર્ચ અસરકારકતા પ્રત્યેના તેના સર્વગ્રાહી અભિગમના આધારે રોગના પ્રાથમિક નિવારણ સાથે સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવામાં એક આધાર બને છે. વડાપ્રધાનના નેતૃત્વમાં દેશને અનુરૂપ નીતિઓ અને કાર્યક્રમને કારણે દેશની અંદર અને સમગ્ર વિશ્વમાં વિકાસ પામી રહેલા આરોગ્ય સંભાળ, વિતરણ પ્રણાલીના અભિગમને સાચવવા અને પ્રોત્સાહિત કરવાનો અમને ગર્વ છે.

તેમણે કહ્યું હતું કે, ઉદ્યોગ ક્ષેત્રે આયુષ મંત્રાલય વૃદ્ધિનું નિહાળી રહ્યું છે, જે વર્ષ ૨૦૧૪માં ૩ બિલિયન ડોલરથી વધીને અત્યરે ૧૮.૧ બિલિયન ડોલરથી વધુ પહોચ્યું છે. ભારત વૈશ્વિક સ્તરે લગભગ ૧૫૦ દેશોમાં ૧૦.૪૫ કરોડ કિગ્રાના હર્બલ અને આયુષ ઉત્પાદનોની નિકાસ કરે છે.

મંત્રીએ જણાવ્યું હતું કે, આયુષ મંત્રાલયે આ સંદર્ભે તાજેતરના ઘણી પહેલ કરી છે. આયુષ મંત્રાલય તેમજ સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય (MSME) આયુર્વેદ અને અન્ય પરંપરાગત દવાઓના વ્યાવસાયિકો વચ્ચે ઉદ્યોગસાહસિકતા વિકસાવી રહ્યા છે. જેમાં ડિગ્રી ધારકો, દવા ઉત્પાદકો અને ખેતી કરનારાઓનો સમાવેશ થાય છે. આયુષ મંત્રાલયે MSME સાથે મળીને આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (EDP) પણ વિકસાવ્યો છે, જેથી વડાપ્રધાનના સ્ટાર્ટઅપ ઈન્ડિયાની પહેલને અનુરૂપ યુવા ઉદ્યોગસાહસિકોને આયુષમાં સ્ટાર્ટઅપ સ્થાપવા પ્રોત્સાહિત કરવામાં આવે છે.

મંત્રીએ ગૌરવ સાથે જણાવ્યું હતું કે, આયુષ પ્રણાલી એટલે આયુર્વેદને નેપાળ, શ્રીલંકા, મલેશિયા, યુએઈ, બાંગ્લાદેશ, ક્યુબા, કોલંબિયા, સ્વિટ્ઝર્લેન્ડ, દક્ષિણ આફ્રિકા તેમજ અન્ય દેશોમાં માન્યતા પ્રાપ્ત છે. આં ઉપરાંત ઘણા લેટિન અમેરિકન દેશો અને યુરોપીયન દેશો પણ આ પ્રણાલી અપનાવાનું સક્રિય પણે વિચારી રહ્યા છે.

GAIIS-૨૦૨૨થી વ્યવસાયિક તકો વિશે હિતધારકોમાં જાગૃતિ કેળવવાની, યુવા ઉદ્યોગસાહસિકોને આ ક્ષેત્રમાં વ્યવસાયના વિકાસમાં આધુનિક તકનીકો અને આધુનિક નવીનતાઓનો ઉપયોગ કરવા અને વૈશ્વિક સ્તરે તકોને પ્રોત્સાહિત કરવાની અપેક્ષા છે, તેમ જણાવતા મંત્રીએ કહ્યું હતું કે, આ ત્રિ-દિવસીય સમિટમાં થયેલી ચર્ચાઓ યુવા ઉદ્યોગસાહસિકોને આયુર્વેદ ક્ષેત્રમાં વ્યાપાર વિકાસની વિવિધ શક્યતાઓ વિશે માહિતગાર કરશે.

આ ત્રિદિવસીય સમિટમાં લગભગ 90 પ્રતિષ્ઠિત વક્તાઓ અને 100 પ્રદર્શકોની હાજરી સાથે પાંચ પૂર્ણ સત્ર, 8 રાઉન્ડ ટેબલ, 6 વર્કશોપ અને બે સિમ્પોઝિયમ યોજાશે. આ સમિટ રોકાણની સંભાવનાઓને ઉજાગર કરવામાં મદદ કરશે અને નવીનતા, સંશોધન અને વિકાસ, સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમ અને વેલનેસ ઉદ્યોગને પ્રોત્સાહન આપશે. તે ઉદ્યોગના નેતાઓ અને વિદ્વાનોને એકસાથે લાવવામાં મદદ કરશે અને ભવિષ્યમાં સહયોગ માટે એક પ્લેટફોર્મ તરીકે કાર્ય કરશે.

આ પ્રસંગે વડાપ્રધાન મોદીના હસ્તે આયુષ એક્ષપોર્ટ પ્રમોશન કાઉન્સિલ, આયુષ મંત્રાલયની પુસ્તિકા, પોર્ટલ, આઇસીટી ઇનિશ્યેટિવ ઓફ મિનિસ્ટ્રી ઓફ આયુષ હેઠળ આયુષ ઇન્ફર્મેશન હબ, આયુષ GIS, આયુષ નેક્સ્ટ અને આયુષ સોફ્ટવેરનું લોન્ચિંગ કર્યુ હતું.

આ પ્રસંગે કેન્દ્રિય આરોગ્ય મંત્રી  મનસુખ માંડવીયા, કેન્દ્રિય આયુષ રાજ્ય મંત્રી  મહેન્દ્ર મુંજપરા, રાજ્ય મંત્રી મંડળના સભ્યો, સાંસદો, ધારાસભ્યો, વિવિધ દેશોના રાજદૂતો, મુખ્ય સચિવ પકંજ કુમાર, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે.કૈલાસનાથન સહિત રાજ્યના ઉચ્ચ સનદી અધિકારીઓ, આરોગ્ય-આયુષ મંત્રાલય-WHOના અધિકારીઓ, આયુર્વેદાચાર્યો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ભારતભરની 750થી વધુ આયુર્વેદ કોલેજના વિધ્યાર્થીઓએ આ કાર્યક્રમનુ જીવંત પ્રસારણ નિહાળ્યુ હતું.

આ પણ વાંચો :દાહોદ જતાં પહેલાં PM મોદીએ આયુષ ડોમની લીધી મુલાકાત, લોકો સાથે સેલ્ફી લીધી

આગામી 25 વર્ષનો અમૃતકાળ દુનિયામાં પરંપરાગત દવાઓના ક્ષેત્રે ભારતનો સુવર્ણકાળ સાબિત થશે : PM MODI

g clip-path="url(#clip0_868_265)">