29 નવેમ્બરના મહત્વના સમાચાર : BZ ગુપ્રના કરોડોના કૌભાંડમાં 7 આરોપીઓની ધરપકડ, મુખ્ય એજન્ટ મયુર દરજી 2 દિવસના રિમાન્ડ પર

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 29, 2024 | 10:28 AM

Gujarat Live Updates : આજે 29 નવેમ્બરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

29 નવેમ્બરના મહત્વના સમાચાર : BZ ગુપ્રના કરોડોના કૌભાંડમાં 7 આરોપીઓની ધરપકડ, મુખ્ય એજન્ટ મયુર દરજી 2 દિવસના રિમાન્ડ પર

LIVE NEWS & UPDATES

  • 29 Nov 2024 10:28 AM (IST)

    સુરત: જિલ્લામાં તસ્કરોનો તરખાટ યથાવત

    સુરત: જિલ્લામાં તસ્કરોનો તરખાટ યથાવત જોવા મળી રહ્યો છે. ઓલપાડના ગોથાણ ગામે તસ્કરે પેટ્રોલ પંપને નિશાન બનાવ્યું છે. મોડી રાત્રે રોકડ ભરેલા પર્સની ઉઠાંતરી કરી હતી. ચોરીની ઘટના CCTVમાં કેદ થઈ છે. પેટ્રોલ, ડીઝલ વેચાણની 78 હજાર સાતસોની રોકડ લઈ ચોર ફરાર થઇ ગયો. ઓલપાડ પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.

  • 29 Nov 2024 10:16 AM (IST)

    મોરબી: પેપર મિલ અને બાંધકામ સાથે સંકળાયેલા ગ્રુપ પર દરોડા

    મોરબી: પેપર મિલ અને બાંધકામ સાથે સંકળાયેલા ગ્રુપ પર દરોડા પાડવામાં આવ્યા છે. તીર્થક ગ્રુપ પર વહેલી સવારે IT વિભાગે દરોડા પાડ્યા. તીર્થક ગ્રુપની ઓફિસ અને કારખાનામાં તપાસ કરાઇ. તીર્થક ગ્રુપના મોભી જીવરાજ ફુલતરિયાના ઘરે પણ તપાસ કરાઇ. મોટી માત્રામાં બેનામી વ્યવહાર હાથ લાગે તેવી શક્યતા છે. 70 જેટલી ટીમ તપાસ કામગીરીમાં જોડાઇ. પોલીસ બંદોબસ્ત સાથે IT વિભાગે દરોડા પાડ્યા.

  • 29 Nov 2024 10:14 AM (IST)

    સુરતની કોર્ટમાં બોગસ સોલવન્સી સર્ટિફિકેટ રજૂ કરનાર પકડાયો

    સુરતની કોર્ટમાં બોગસ સોલવન્સી સર્ટિફિકેટ રજૂ કરનાર પકડાયો છે. જામીનદાર મહેશ બચુ સિપ્રા સામે ઠગાઇનો ગુનો નોંધી ધરપકડ કરાઇ. આરોપીને છોડાવવા જામીનદારે મૂકેલું સોલવન્સી સર્ટી બોગસ નીકળ્યું. ખટોદરાના ગુનાના આરોપીને છોડાવવા બોગસ દસ્તાવેજ રજૂ કર્યા હતા. જજે સર્ટિફિકેટની જેતપુર મામલતદારથી ખરાઇ કરાવતા બોગસ નીકળ્યા. જેતપુરના રેકોર્ડમાં મહેશ બચુનામની કોઇ અરજી નહોતી થઇ. જામીનદાર આરોપીને ઓળખતો નહોતો છતાં ખોટી ઓળખ આપી. બોગસ સોલવન્સ સર્ટિફિકેટ ઉભું કરીને આરોપીને છોડાવવા પ્રયાસ કર્યો.

  • 29 Nov 2024 09:01 AM (IST)

    મધ્યપ્રદેશ: ખંડવામાં મશાલ રેલી દરમિયાન ભયાવહ દુર્ઘટના

    મધ્યપ્રદેશ: ખંડવામાં મશાલ રેલી દરમિયાન ભયાવહ દુર્ઘટના બની છે. આગ ભડકી ઉઠતા 30 લોકો દાઝ્યા છે. શહીદોના સ્મરણમાં ઘંટાઘર ચોક પર શ્રદ્ધાંજલિ સભા યોજાઈ હતી. મશાલ રેલી પૂર્ણ થયા બાદ મશાલ નીચે મૂકતી વખતે દુર્ઘટના બની. કેટલીક મશાલ ઊંધી પડતાં તેલ ફેલાયું અને આગ ભભૂકી. આગે વિકરાળ રૂપ ધારણ કરતાં સભામાં અરાજકતા ફેલાઈ. 30 જેટલાં લોકો દાઝી જતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

મહારાષ્ટ્રમાં ભાજપનો મુખ્યપ્રધાન બનાવાનું નક્કી. અમિત શાહ સાથેની બેઠકમાં શિંદે અને અજીત પવારે આપી સહમતી. તો ભવ્ય શપથગ્રહણ સમારોહની તૈયારીઓ અંગે પણ ચર્ચા થઈ. સંભલ મસ્જિદ સર્વે સામે નીચલી કોર્ટના નિર્ણયને પડકારાયો.સંભલ મસ્જિદ સમિતિની અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી. બાંગ્લાદેશમાં હિન્દુઓ ખતરામાં. કેન્દ્ર સરકાર ચિંતિત, વિદેશમંત્રી જયશંકરે PM મોદી સાથે કરી બેઠક. મોટો નિર્ણય લેવાય તેવી શક્યતા. BZ ગુપ્રના કરોડોના કૌભાંડમાં 7 આરોપીઓની ધરપકડ. મુખ્ય એજન્ટ મયુર દરજી 2 દિવસના રિમાન્ડ પર છે. તો ભૂપેન્દ્ર ઝાલાને શોધવા CIDની ટીમોના ઉધામા.  તો તપાસના ધમધમાટ વચ્ચે વડોદરામાં BZ ફાયનાન્સની ઓફિસ બંધ. સંચાલકોએ 6 હજાર કરોડ ઉઘરાવી કૌભાંડ આચર્યું હતુ. સુરતના ઉધનામાં ફાઇનાન્સ કંપનીની ઓફિસમાં કરાયો ગોળીબાર. 2 રાઉન્ડ ફાયરિંગ થતા લોકોમાં ગભરાટ. પોલીસે CCTVના આધારે તપાસ કરી.

Published On - Nov 29,2024 8:58 AM

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">