Chotaudepur : છોટા ઉદેપુરમાં યોજાયો અનોખો ચુલનો મેળો, જાણો કેવી રીતે ઉજવવાય છે આ લોકમેળો

TV9 GUJARATI

|

Updated on: Mar 08, 2023 | 9:38 AM

આદિવાસી સમાજનો સૌથી મોટો તહેવાર હોળીને માનવામાં આવે છે અને આ હોળીના તહેવારમાં આદિવાસી સમાજનો કોઈ પણ વ્યક્તિ દેશનાં કોઈ પણ ખૂણામાં ગયો હોઈ તે અવશ્ય પોતાના માદરે વતનમાં આવતા હોય છે.

Chotaudepur : છોટા ઉદેપુરમાં યોજાયો અનોખો ચુલનો મેળો, જાણો કેવી રીતે ઉજવવાય છે આ લોકમેળો
Follow us

છોટાઉદેપુર જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે અને અહીં વસ્તા આદિવાસીઓ વર્ષોથી તેમની સંસ્કૃતિ અને પરંપરાને આજે પણ સાચવી રાખી છે. આદિવાસી સમાજનો સૌથી મોટો તહેવાર હોળીનો હોય છે અને આ હોળીના તહેવારમાં આદિવાસી સમાજનો કોઈ પણ વ્યક્તિ દેશનાં કોઈ પણ ખૂણામાં ગયો હોઈ તે અવશ્ય પોતાના માદરે વતનમાં આવતા હોય છે.

આદિવાસી લોકોને પ્રકૃતિ પૂજક માનવામાં આવે છે. તેમની આસ્થા અને માન્યતાઓ વિભિન્ન પ્રકારની હોઈ છે. બિમારીથી છૂટકારો મેળવવા ,કામધંધા અને ખેતીમાં સારી આવક થાય તે માટે તેમના ઇસ્ટદેવની માનતા લેતા હોય છે.

આ પણ વાંચો : મળો છોટાઉદેપુરના માંઝી ધ માઉન્ટેનમેન ખુશાલ ભીલને, જેમણે એકલે હાથે પથ્થરમાંથી પાણી કાઢવા 32 ફુટનો કૂવો ખોદી નાખ્યો

બાધા પૂર્ણ કરવા શું કરે છે તે જાણીએ

હોળી બાદ છોટાઉદેપુર જિલ્લાના અલગ અલગ ગામોમાં ચુલનાં મેળા ભરાય છે. ચૂલ એટલે કે એક ફૂટ પહોળો અને પાંચ થી છ ફૂટ જેટલો ખાડો ખોદે છે તેમાં હોળીના અંગારા અને કોલસા નાખવામા આવે છે. જેની બાધા પૂર્ણ થઈ હોઈ તે વ્યક્તિ ધકધક્તા અંગારા પર તલવાર અને નાળિયેર લઈ ને ચાલે છે. બાધા લેનાર વ્યક્તિ જે અંગારા પર ચાલે છે તેમની આ પરંપરા આસ્થા સોથે જોડાયેલી હોય છે. છોટાઉદેપુર ખાતે આવોજ મેળો યોજાયો હતો. જ્યા હજારો ની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. જ્યા તેમની વર્ષોની પરંપરા મુજબ ઢોલ ત્રાશા અને પીહા વગાડી નાચગાન કરી આ હોળી જ્યાં સળગાવવામાં આવે છે ત્યાં ફેરા લે છે અને જે લોકો એ બધા લીધી હોઈ તે અહીં તેઓ પૂર્ણ કરતા હતા છે.

હાટ આધારિત ભંગોરિયા મેળો

પહેલાના જમાનામાં ભીલ આદિવાસી રાજાઓ પોતાની પ્રજા માટે આવી હાટની વ્યવસ્થા કરતા હતા. ત્યાર બાદ આની લોકપ્રિયતા વધતા આદિવાસીઓના વિવિધ ગામોમાં ભોગર્યા કે ભંગોરિયા હાટ મેળા યોજાય છે.

ભંગોરિયા મેળામાં આદિવાસી યુવક યુવતીઓ હાટની ખરીદી માટે ઉમટી પડતા હોય છે. આદિવાસી પ્રજા હંમેશાંથી ઉત્સવ પ્રિય રહી છે તેમાંય તેમના પરંપરાગતતહેવારમાં તેમની આગવી સંસ્કૃતિ અને આગવા રંગ જોવા મળે છે. ખાસ કરીને છોટા ઉદેપુર જિલ્લાના આદિવાસીઓ અને મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાો જે ગુજરાતના સરહદી વિસ્તાર સાથે જોડાયેલો છે તે આદિવાસીઓ આ મએળામાં ઉમટી પડે છે.

( વીથ ઈનપુટ મકબૂલ મન્સૂરી, છોટાઉદેપુર)

Latest News Updates

Related Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati