સરોજિની નગર માર્કેટમાં 2 મહિલાઓ વચ્ચે એક કપડાંને લઈ થયો ઝગડો, જુઓ વીડિયો
જો કોઈ માણસ દુકાનમાં જાય અને કોઈ કપડાં જુએ અને કોઈ અન્ય વ્યક્તિ તેને સ્પર્શ પણ કરે, તો તે તરત જ કહે ભાઈ, તમે આ લઈ લો પરંતુ દિલ્હીના સરોજિની નગર બજારમાં મહિલાઓ કપડાને લઈ ઝગડો કરતી જોવા મળી હતી.

શોપિંગની વાત આવે ત્યારે મહિલાઓ ખુબ જ ઉત્સાહિત થઈ જાય છે. કોઈ પણ શહેરમાં જાય તો સૌથી પહેલા તે શહેરના ફેમસ કપડાં માર્કેટમાં એક વખત આંટો મારવા જરુર જાય છે. જે રીતે અમદાવાદમાં આવતા લોકો એક વખત તો લો ગાર્ડનની જરુર મુલાકાત લે છે. તેવી જ રીતે દિલ્હીમાં આવેલું સરોજિની નગરનું કપડાં માર્કેટ ખુબ જ ફેમસ છે. જ્યારે પણ લોકો દિલ્હીમાં ફરવા માટે જાય છે ત્યારે ફરવાની સાથે આ સરોજિની નગર માર્કેટની જરુર મુલાકાત લે છે. હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.
મામલો ધક્કા-મુક્કી સુધી પહોંચ્યો
દિલ્હીના સરોજિની નગર બજારમાં બે મહિલાઓ એક જ કપડાં ખરીદવાને લઈને ઝઘડો કરતી જોવા મળી હતી. વીડિયો વાયરલ થયા બાદ લોકો અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક જ કપડાં ખરીદવા માટે મહિલાઓ વચ્ચે ઝગડો થયો હતો. આ ઝગડો એટલો બધો વધી ગયો કે, આ મામલો ધક્કા-મુક્કી સુધી પહોંચ્યો હતો.આ ઘટના બજારમાં હાજર અન્ય લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો.
आदमी अगर किसी दुकान पर जाकर कोई कपड़ा देखे और उसे कोई दूसरा भाई हाथ भी लगा दे तो फ़ोरन कहता है- भाई तुम ले लो ये।
इधर दिल्ली के सरोजनी नगर मार्केट में हमारी महिला शक्ति दुकान पर सेम कपड़ा ख़रीदने के लिए कपड़ा युद्ध छेड़े हुए है pic.twitter.com/geAtCS0aiE
— Baliyan (@Baliyan_x) April 9, 2025
વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે, 2 મહિલાઓ એક જ કપડાંને લઈ ઝગડો કરી રહી છે. બંન્ને મહિલાઓ કપડાં ખરીદવા માટે ઉગ્ર બોલાચાલી કરતી પણ જોવા મળી હતી.તેની આસપાસ રહેલા લોકો માત્ર આ ઝગડાની મજા લઈ રહ્યા હતા. તો કેટલાક લોકો આ ઘટનાનો વીડિયો બનાવી રહ્યા હતા. હવે આ સરોજિની નગરનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.હાલમાં એ સ્પષ્ટ નથી કે વીડિયોમાં દેખાતી ઘટના ખરેખર દિલ્હીના સરોજિની નગર બજારની છે કે કોઈ અન્ય જગ્યાએથી.
સોશિયલ મીડિયા પર ચર્ચા વધી
આ વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર તેના વિશે ઘણી ચર્ચા થઈ રહી છે. લોકો આના પર અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાક લોકો આ લડાઈની મજાક ઉડાવી રહ્યા છે, જ્યારે કેટલાક લોકો તેને બજારમાં ભીડ અને અસામાજિક વર્તનનું ઉદાહરણ માની રહ્યા છે.