મળો છોટાઉદેપુરના માંઝી ધ માઉન્ટેનમેન ખુશાલ ભીલને, જેમણે એકલે હાથે પથ્થરમાંથી પાણી કાઢવા 32 ફુટનો કૂવો ખોદી નાખ્યો

Chhota Udepur: મળો માંઝી ધ માઉન્ટેનમેન સમા છોટાઉદેપુરના ખુશાલ ભીલને. જેમણે ખેતરમાં પાક માટે પાણી ન મળતા પોતાની જમીનમાં 32 ફુટ ઉંડો કૂવો ખોદી નાખ્યો. માત્ર એક નહીં આ પહેલા તે આવા ત્રણ કૂવા પણ ખોદી ચુક્યા છે. જો કે તેમા વચ્ચે ખડકો આવી જતા અધૂરા છોડવા પડ્યા હતા.

મળો છોટાઉદેપુરના માંઝી ધ માઉન્ટેનમેન ખુશાલ ભીલને, જેમણે એકલે હાથે પથ્થરમાંથી પાણી કાઢવા 32 ફુટનો કૂવો ખોદી નાખ્યો
છોટા ઉદેપુર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 14, 2023 | 11:31 PM

માંઝી ધ માઉન્ટેનમેન ફિલ્મનો એક ડાયલોગ તમને યાદ હશે. જબ તક તોડેંગે નહીં, છોડેંગે નહીં. બસ જ આ જ ડાયલોગ ખુશાલ ભીલ માટે પણ લાગૂ પડે છે. ડુંગરિયાળ ગામના આ વ્યક્તિની કહાની પણ માંઝી જેવી જ છે.. તો ચાલો જાણીએ છોટાઉદેપુરના માંઝી એવા ખુશાલ ભીલની કહાની કે જે પથ્થરમાંથી પાણી કાઢવા મથી રહ્યો છે.

ખુશાલ ભીલે તેના ખેતરમાં પાણી ન આવતા કૂવો ખોદવાનું કામ શરૂ કર્યુ અને તેમણે શરૂઆત કરી ત્યારે પહેલો કૂવો ખોદ્યો તો તેમાં 15 ફુટ બાદ ખડકાળ જમીન નીકળી અને પથ્થરો નીકળતા ત્યાં ખોદવાનુ માંડી વાળ્યુ. આવુ જ અન્ય એક કૂવામાં પણ થયુ હતુ. જો કે ત્યારબાદ હવે તેઓ જે કૂવો ખોદી રહ્યા છે તે અત્યાર સુધીમાં 32 ફુટ ખોદી નાખ્યો છે અને હજુ પણ ખોદી રહ્યા છે.

ખુશાલ ભીલની સાથે તેના આ કામમાં પરિવારજનો પણ જોડાયા છે. છેલ્લા સાત વર્ષથી તેઓ આ તનતોડ મજૂરી કર્યા છે, જેમાં ટાઢ, તડકો કે વરસાદની સામે જોયા વિના મૌસમ કોઈપણ હોય તેમની મહેનત અને ખુશાલ ભીલના જુસ્સાને કોઈ ડગાવી શક્યુ નથી. આજે પણ તેમનું કૂવા માટેનું ખોદકામ શરૂ જ છે. જો કે તેમને જ્યારે પૂછવામાં આવ્યુ કે પાણી નહીં નીકળે તો શું કરશો. ત્યારે તેમના જવાબમાં હકારાત્મક્તાની પરાકાષ્ઠા જોવા મળી.

ખુશાલ ભીલ જણાવે છે કે જ્યાં સુધી પાણી ન મળે ત્યાં સુધી મહેનત કરતા રહીશુ અને તેમ છતા જો પાણી નહીં મળે તો આ કૂવાને નાનુ તળાવ બનાવી દઈશુ અને તેમાં વરસાદના પાણીનો સંગ્રહ કરી તેને ઉપયોગમાં લઈશુ.

આ પણ વાંચો: Video: છોટાઉદેપુરમાં તલાટીની અનિયમિતતાથી કંટાળી ગામ લોકોએ પંચાયત કચેરીને કરી તાળાબંધી

આ પરિવારે અત્યાર સુધીમાં 32 ફુટ જેટલુ ખોદકામ કરી નાખ્યુ છે અને હજુ મહેનત શરૂ જ છે. જો કે અહીં સવાલ એ પણ છે કે છેવાડાના ગામના વિકાસની ભલે વાતો થતી હોય પણ સ્થિતિ એવી છે કે અંતરિયાળ ગામના લોકોને જાતે જ પોતાના વિકાસનો રસ્તો શોધવો પડી રહ્યો છે. આશા રાખીએ કે ખુશાલ ભીલ અને તેની પત્નીની મહેનત રંગ લાવે અને કુવામાં જલ્દી જ પાણી આવે. જેનાથી ન માત્ર ખુશાલ, પણ સમગ્ર ગામ ખુશખુશાલ થાય.

ઈનપુટ ક્રેડિટ- મકબુલ મન્સુરી-છોટાઉદેપુર

Latest News Updates

PMના પ્રહાર પર શક્તિસિંહનો પલટવાર, MOU અંગે શ્વેતપત્ર બહાર પાડે સરકાર
PMના પ્રહાર પર શક્તિસિંહનો પલટવાર, MOU અંગે શ્વેતપત્ર બહાર પાડે સરકાર
ABVP હવે સરકાર સામે માંડશે મોરચો, TET-TAT ઉમેદવારોના સમર્થનમાં ઉતરશે
ABVP હવે સરકાર સામે માંડશે મોરચો, TET-TAT ઉમેદવારોના સમર્થનમાં ઉતરશે
સાવરકુંડલાના ગ્રામ્ય પંથકમાં મેઘરેજાની ધમાકેદાર બેટિંગ, છલકાયા નદીનાળા
સાવરકુંડલાના ગ્રામ્ય પંથકમાં મેઘરેજાની ધમાકેદાર બેટિંગ, છલકાયા નદીનાળા
Rajkot સ્લેબ ધરાશાયી મામલો, એન્જિનિયર હયાત ન હોવાનો પત્રમાં ઉલ્લેખ
Rajkot સ્લેબ ધરાશાયી મામલો, એન્જિનિયર હયાત ન હોવાનો પત્રમાં ઉલ્લેખ
ગણેશ મહોત્સવ અને ઈદને લઈ DIG અને SP દ્વારા હિંમતનગરમાં ફુટ પેટ્રોલિંગ
ગણેશ મહોત્સવ અને ઈદને લઈ DIG અને SP દ્વારા હિંમતનગરમાં ફુટ પેટ્રોલિંગ
સ્નાતકોને ઈ-કોમર્સ ક્ષેત્રમાં મહિને 33,000થી વધુ પગાર
સ્નાતકોને ઈ-કોમર્સ ક્ષેત્રમાં મહિને 33,000થી વધુ પગાર
સુરેન્દ્રનગર પાલિકા પ્રમુખનુ વિચિત્ર નિવેદન, શ્વાન સ્થાનિક નહોતો એટલે
સુરેન્દ્રનગર પાલિકા પ્રમુખનુ વિચિત્ર નિવેદન, શ્વાન સ્થાનિક નહોતો એટલે
સ્નાતકોને ડિઝાઈનીંગ ક્ષેત્રમાં મહિને 29,000થી વધુ પગાર
સ્નાતકોને ડિઝાઈનીંગ ક્ષેત્રમાં મહિને 29,000થી વધુ પગાર
મહિસાગર પોલીસે દારુ ભરેલી કારનો ફિલ્મી સ્ટાઈલે કર્યો પીછો, ચાલક ફરાર
મહિસાગર પોલીસે દારુ ભરેલી કારનો ફિલ્મી સ્ટાઈલે કર્યો પીછો, ચાલક ફરાર
સ્નાતકોને ડેરી ક્ષેત્રમાં મળશે મહિને 41,000થી વધુ પગાર
સ્નાતકોને ડેરી ક્ષેત્રમાં મળશે મહિને 41,000થી વધુ પગાર