Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બનાસની બેન ગેનીબેનથી જાણીતા કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરની tv9 સાથે ખાસ વાતચીત- જુઓ Video

લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં 7મી મેએ મતદાન છે. હાલ પ્રચારનો અંતિમ તબક્કો ચાલી રહ્યો છે. ત્યારે તમામ પાર્ટીના ઉમેદવારો પ્રચારમાં તાકાત લગાવી રહ્યા છે. બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર માટે આજે પ્રિયંકા ગાંધીએ પ્રચાર કર્યો હતો. આ તકે ગેનીબેન ઠાકોરે tv9 સંવાદદાતા સાથે કરી ખાસ વાતચીત-

Follow Us:
Narendra Rathod
| Edited By: | Updated on: May 04, 2024 | 7:55 PM

લોકસભા ચૂંટણીનો શંખનાદ ફુંકાઈ ચૂક્યો છે. રાજકીય પક્ષો વિજય પતાકા લહેરાવવા માટે પ્રચારમાં તાકાત લગાવી રહ્યા છે. ગુજરાતમાં 7મી મેએ મતદાન થવાનુ છે એ પહેલા અંતિમ તબક્કાના પ્રચારમાં તમામ પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. આજે બનાસકાંઠાના લાખણીમાં કોંગ્રેસના સ્ટાર પ્રચારક પ્રિયંકા ગાંધીએ ગેનીબેન ઠાકોર માટે પ્રચાર કર્યો.

બનાસની બેન ગેનીબેનથી જાણીતા છે કોંગ્રેસના ઉમેદવાર

બનાસની બેન ગેનીબેનના નારા સાથે બનાસકાંઠામાં ગેનીબેન પ્રચંડ પ્રચાર કરી રહ્યા છે અને સમર્થકો પણ ગેનીબેનને ખુશ કરવાની એક તક છોડતા નથી. હાલ અંતિમ તબક્કાના પ્રચાર ચાલી રહ્યો છે ત્યારે તેમના સમર્થકો તેમને રોકડ ભેટ આપતા જોવા મળ્યા. પ્રચાર દરમિયાન ગેનીબેન ઠાકોરે tv9 સંવાદદાતા સાથે ખાસ વાતચીતમાં દાવો કર્યો કે બનાસની પ્રજા સ્વયંભુ તન, મન, ધનથી લોકશાહી બચાવવા મદદ કરી રહી છે.

આપને જણાવી દઈએ કે બનાસકાંઠાથી આ વખતે પ્રથમવાર એવુ જોવા મળશે કે બંને મહિલા ઉમેદવારો લોકસભાના રણમાં મેદાને છે. ભાજપના રેખાબેન ચૌધરી Vs ગેનીબેન ઠાકોર વચ્ચે ટક્કર છે. ભાજપે આ વખતે વર્તમાન સાંસદ પરબત પટેલની ટિકિટ કાપી રેખાબેન ચૌધરીને મેદાને ઉતાર્યા છે. તો કોંગ્રેસે વાવ બેઠકના સિટિંગ MLA અને ઠાકોર સમાજમાંથી આવતા ગેનીબેન ઠાકોરને ટિકિટ આપી છે.

આજનું રાશિફળ તારીખ : 05-04-2025
જાડી કે પાતળી, કઈ રોટલી ખાવી શરીર માટે વધુ ફાયદાકારક છે?
Jioના 365 દિવસના બે સસ્તા પ્લાન ! જાણો કિંમત અને લાભ
કેટલો સમય ભૂખ્યા રહ્યા પછી શરીરની ચરબી બર્ન થાય છે?
એક ફોન કોલે બદલ્યું નસીબ, આજે શાહરૂખ ખાન આપે છે કરોડો રૂપિયા
સેકન્ડ હેન્ડ AC ખરીદવું જોઈએ કે નહીં? આટલું જાણી લેજો

કોંગ્રેસના ફાયર બ્રાન્ડ નેતા તરીકેની ગેનીબેનની છાપ

ગેનીબેન કોંગ્રેસના મહિલા રાજકારણી છે. તેમણે ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યો છે. 2012ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વાવ વિધાનસભા મતવિસ્તારમાંથી તેમણે ઉમેદવારી નોંધાવી હતી પરંતુ તેમાં તેમનો પરાજય થયો હતો. આ પછી ફરી 2017માં તેમણે વાવ મતવિસ્તારમાંથી કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડી હતી અને 6,655 મતની સરસાઈ સાથે જીત્યા હતા. વર્ષ 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તેઓ ફરીથી વાવ બેઠક પરથી ચૂંટાયા હતા.

બનાસકાંઠા બેઠક પરથી કોંગ્રેસે 10 વાર જીત મેળવી

બનાસકાંઠા લોકસભા બેઠક પર કોંગ્રેસ અત્યાર સુધીમાં 10 વાર જીતી છે.  કોગ્રેસના અકબર દાલુમિયા ચાવડા અને બી કે ગઢવી બે-બે ટર્મ સુધી સાંસદ રહ્યા હતા. વર્ષ 2009 પછી કોંગ્રેસે આ બેઠક ગુમાવી હતી અને સતત બે ટર્મથી ભાજપનો વિજય થાય છે.

બનાસકાંઠા જિલ્લામાં ઠાકોરો અને ચૌધરી મતદારો નિર્ણાયક ભૂમિકામાં

બનાસકાંઠા બેઠક પર બંને મહિલા ઉમેદવારો મોટી સંખ્યામાં મતદાર ધરાવતા સમાજમાંથી આવે છે. આ બેઠક પર કુલ 19.53 લાખ મતદારો છે. જેમા સૌથી વધુ 3.43 લાખ ઠાકોર મતદાર અને 2.70 લાખ ચૌધરી સમાજના મતદારો છે. આ બંને સમાજના મતદારો પરિણામ માટે નિર્ણાયક ભૂમિકા ભજવશે. આ બેઠક ઉપર ઠાકોર અને ચૌધરી સમાજ સહિત SC, રબારી, ST, બ્રાહ્મણ અને મુસ્લિમ મતદારો પણ પ્રભુત્ત્વ ધરાવે છે. જેમાં પાલનપુર, દિયોદર અને ડીસા બેઠકો પર પાટીદારોનો દબદબો છે. બનાસકાંઠા બેઠક કબજે કરવા ભાજપ-ક્રોંગ્રેસ બંને દિગ્ગજ પાર્ટીઓ તાકાત લગાવી રહી છે, ત્યારે ચૂંટણીમાં મતદારો ક્યા પક્ષ કે ઉમેદવારની પસંદગી કરે છે તે જોવુ રહેશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

આ 6 રાશિના જાતકોના આજે પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે
આ 6 રાશિના જાતકોના આજે પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે
આકરા ઉનાળા માટે થઈ જાઓ તૈયાર, આગામી 5 દિવસ પ્રચંડ ગરમીની આગાહી
આકરા ઉનાળા માટે થઈ જાઓ તૈયાર, આગામી 5 દિવસ પ્રચંડ ગરમીની આગાહી
સુરતમાં ફાયર સેફ્ટિના મુદ્દે 16 માર્કેટને નોટિસ
સુરતમાં ફાયર સેફ્ટિના મુદ્દે 16 માર્કેટને નોટિસ
દુષ્કર્મ કેસમાં જૈન મુનિ શાંતિ સાગરજી દોષિત જાહેર, હવે ફટકારાશે સજા
દુષ્કર્મ કેસમાં જૈન મુનિ શાંતિ સાગરજી દોષિત જાહેર, હવે ફટકારાશે સજા
પ્રદ્યુમ્ન પાર્કમાં સફેદ વાઘણ કાવેરીએ બે બચ્ચાઓને જન્મ આપ્યો
પ્રદ્યુમ્ન પાર્કમાં સફેદ વાઘણ કાવેરીએ બે બચ્ચાઓને જન્મ આપ્યો
ગુડલક સર્કલ નજીક ગેરકાયદે દબાણો કરાયા દૂર, સ્થાનિકોએ કર્યો વિરોધ
ગુડલક સર્કલ નજીક ગેરકાયદે દબાણો કરાયા દૂર, સ્થાનિકોએ કર્યો વિરોધ
કડીમાં ગેરકાયદે ચાલતુ ફટાકડાનું ગોડાઉન સીલ કરાયું
કડીમાં ગેરકાયદે ચાલતુ ફટાકડાનું ગોડાઉન સીલ કરાયું
ગુનાખોરી અટકાવાનો નવો પ્રયાસ, પોલીસની PCR વાન પહેલા પહોંચશે ડ્રોન !
ગુનાખોરી અટકાવાનો નવો પ્રયાસ, પોલીસની PCR વાન પહેલા પહોંચશે ડ્રોન !
ગુજરાતમાં પ્રથમ વખત ડ્રોનથી ગુમ વ્યક્તિને શોધવાનો સફળ પ્રયોગ
ગુજરાતમાં પ્રથમ વખત ડ્રોનથી ગુમ વ્યક્તિને શોધવાનો સફળ પ્રયોગ
આ 6 રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે સફળતા મળશે
આ 6 રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે સફળતા મળશે
g clip-path="url(#clip0_868_265)">