અમરેલીના 2021ની બેંચના IPS વલય વૈદ્યનું સાવરકુંડલા ડિવિઝનના ASP તરીકે પ્રથમ પોસ્ટિંગ, ડિસિપ્લીનમાં રહેવા આપી સૂચના
અમરેલી જિલ્લાના 2021ની બેંચના IPS ઓફિસર વલય વૈદ્યને સાવરકુંડલા ડિવિઝનમાં ASP તરીકે પ્રથમ પોસ્ટિંગ મળ્યુ છે. વલય વૈદ્ય મૂળ વડોદરા શહેરના રહેવાસી છે. તેમનો કચ્છ મુન્દ્રામાં પ્રોબેશનલ પીરિયડ પૂર્ણ થતાં હાલ સાવરકુંડલા ડિવીઝનમાં ASP તરીકે પ્રથમ પોસ્ટિંગ કરવામાં આવ્યું છે. આ તકે તેમણે જણાવ્યુ કે આવતા દિવસેમાં સારામાં સારી રીતે કાયદો વ્યવસ્થા જળવાય તેવા પ્રયાસ કરશુ.

ગુજરાતમાં તાજેતરમાં કેટલાક ડીવાયએસપી કક્ષાના અધિકારીઓની રાજ્યમાં અલગ અલગ જગ્યાએ બદલીઓ કરવામાં આવી છે. ત્યારે અમરેલી જિલ્લામાં વર્ષ 2021ની બેન્ચના આઇપીએસ વલય વૈદ્ય વડોદરા શહેરના રહેવાસી અગાવ કચ્છ મુન્દ્રા સહિત વિસ્તારમાં પ્રોબેશનલ પીરિયડ પૂર્ણ કરી સાવરકુંડલા ડીવીઝનમાં ASP તરીકે પ્રથમ પોસ્ટિંગ કરવામાં આવ્યું છે. 16 માર્ચે ચાર્જ સંભાળી હાજર થતા ડિવીઝન હેઠળ આવતા દરેક પોલીસ સ્ટેશન હેઠળ આવતા વિસ્તારમાં પોલીસ સ્ટેશનની વિઝિટ કરી વિસ્તારની માહિતી મેળવી હતી. હાલ 2024 લોકસભા ચૂંટણી આવી રહી છે ત્યારે કેટલાક સંવેદનશીલ વિસ્તારની જાણકારી તેમણે મેળવી હતી. અમરેલી જિલ્લામાં સૌથી નાની વયના યુવાન આઇપીએસ વલય વૈદ્યની નિમણૂક થતા થાણા અધિકારીઓ પણ આવકારી રહ્યા છે અને કાયદો વ્યવસ્થા અંગે ખાસ સૂચનાઓ આપવામાં આવી છે.
TV9 ગુજરાતી ડિજિટલ દ્વારા નવ નયુક્ત IPS સાથે ખાસ વાતચીત કરી
સાવરકુંડલા ડીવીઝનના નવ નયુક્ત એ.એસ.પી.વલય વૈદ્યએ TV9 ડિજિટલ સાથેની વાતચીતમાં કહ્યું હું 16મી તારીખે ASP તરીકે હાજર થયો છું મારા તાબા હેઠળ અનેક પોલીસ સ્ટેશન આવેલા છે. એ વિસ્તારો અને ગામોની મેં વિઝિટ કરી છે. મારી પહેલી પ્રાયોરેટી એજ રહેશે હું વધુમાં વધુ લોકો સાથે ટચમાં રહું એમના પ્રશ્નો સાંભળું. પબ્લિકને કોઈ મુશ્કેલી હોય તો મને કે મારા પોલીસ સ્ટેશન અધિકારીઓને પીઆઈ પીએસઆઇને કહી શકે છે. કોઈપણ ગેરકાયદે પ્રવુતિઓ થશે તો તટસ્થ રીતે કાર્યવાહી કરવામાં આવશે. સારામાં સારી રીતે કાયદો વ્યવસ્થા જળવાય તેવી પુરી કોશિષ કરતા રહેશું.
તમામ પોલીસકર્મી ડિસિપ્લીનમાં રહે, નૈતિક ફરજમાં રહે- ASP
ASP વલય વૈદ્યએ વધુમાં પોલીસ કર્મચારીઓ માટે કહ્યું અમારા એસપીની પણ સૂચના છે હાલ ઇલેક્શન છે. બધાની તેમની કામગીરીમાં ડીસીપ્લીનમાં રહે પોલીસ તેમની નૈતિક ફરજમાં રહે. આવતા દિવસોમાં તહેવારો આવતા હોય છે ત્યારે બધાની ડ્યુટી ખૂબ સારી રીતે પાર પડશે.
અમરેલી જિલ્લામાં સૌથી મહત્વનું સાવરકુંડલા ડીવીઝન
અમરેલી જિલ્લામાં અતિ મહત્વનું અને સૌથી મોટુ સાવરકુંડલા ડીવીઝન છે. જેમા સાવરકુંડલા રૂરલ, સાવરકુડલા ટાઉન, ધારી, ખાંભા,ચલાલા,જાફરાબાદ ટાઉન,જાફરાબાદ મરીન, પીપાવાવ મરીન, નાગેશ્રી, ડુંગર, રાજુલા સહિતના પોલીસ સ્ટેશન આવેલા છે. દરિયાઈ કોસ્ટલ બેલ્ટ વિસ્તાર પણ ખૂબ મોટો છે .અહીં આઇપીએસ સતત વિજીટ કરી રહ્યા છે અને લોકોને સીધા મળી રહ્યા છે.
Input Credit- Jaydev Kathi- Amreli
આ પણ વાંચો: અમરેલીમાં કદાવર આખલાને જોઈ ડરી ગયા સાવજો, શિકાર કરવાનું માંડી વાળી વીલા મોં એ જ થયા રવાના- જુઓ વીડિયો