Railway News : તમારી કન્ફર્મ સીટ પર કોઈ અન્ય વ્યક્તિ કબજો કરે તો શું કરવું? અહીં કરો કોલ
તહેવારોમાં સામાન્ય વર્ગ અને રિઝર્વ કોચમાં મુસાફરી કરવી ઘણી વખત પડકારરૂપ બની જાય છે. આવી સ્થિતિમાં ઘણી વખત મુસાફરોને તેમની રિઝર્વ સીટ પણ મળતી નથી. શક્ય છે કે આ વખતે જ્યારે તમે મુસાફરી કરવા બહાર જાવ ત્યારે તમને તમારી રિઝર્વ સીટ ન મળે. જો તમારી સાથે આવું થાય છે તો તમે આજે જણાવેલી રીતોને અનુસરીને તમારી સીટ પાછી મેળવી શકો છો.
Railway News : દિવાળીનો તહેવાર નજીક છે અને આ પ્રસંગે મુસાફરોની સંખ્યામાં ભારે વધારો જોવા મળી રહ્યો છે. આને ધ્યાનમાં રાખીને રેલવેએ તહેવારોની વિશેષ ટ્રેનોની પણ જાહેરાત કરી છે, પરંતુ તેમ છતાં ટ્રેનો અને સ્ટેશનો પર ભીડ સતત વધી રહી છે. તહેવારોમાં સામાન્ય વર્ગ અને રિઝર્વ કોચમાં મુસાફરી કરવી ઘણી વખત પડકારરૂપ બની જાય છે.
આવી સ્થિતિમાં ઘણી વખત મુસાફરોને તેમની રિઝર્વ સીટ પણ મળતી નથી. શક્ય છે કે આ વખતે જ્યારે તમે મુસાફરી કરવા બહાર જાવ ત્યારે તમને તમારી રિઝર્વ સીટ ન મળે. જો તમારી સાથે આવું થાય છે, તો તમે આજે જણાવેલી રીતોને અનુસરીને તમારી સીટ પાછી મેળવી શકો છો.
આ રીતને કરો ફોલો
- પહેલું સ્ટેપ એ છે કે તમારે કોચમાં હાજર એટેન્ડન્ટ અથવા TTE (ટ્રેન ટિકિટ એક્ઝામિનર)ને ફરિયાદ કરવી જોઈએ. જો તમને કોચમાં TTE ન મળે, તો તમે અન્ય વિકલ્પોનો ઉપયોગ કરી શકો છો.
- જો તમને TTE તરફથી ઉકેલ ન મળે તો તમે રેલવે હેલ્પલાઇન 139 પર સંપર્ક કરી શકો છો. આ નંબર IVRS- ઇન્ટરેક્ટિવ વૉઇસ રિસ્પોન્સ સિસ્ટમ પર આધારિત છે. જ્યાં તમામ મોબાઇલ ફોન યુઝર્સો તેમની બર્થ સંબંધિત સમસ્યાઓ અંગે ફરિયાદ નોંધાવી શકે છે.
- આ સિવાય તમે રેલવેની ઓફિશિયલ એપ ‘Rail Madad’નો પણ ઉપયોગ કરી શકો છો. આ એપ દ્વારા તમે સરળતાથી તમારી ફરિયાદો નોંધાવી શકો છો. આ સિવાય તમારી સમસ્યાઓ રેલવેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ શેર કરી શકાય છે.
તમે હેલ્પલાઇન 139- પર કૉલ કરીને આ સુવિધાઓનો લાભ લઈ શકો છો.
- સુરક્ષા માહિતી માટે 1 દબાવો
- મેડિકલ ઈમરજન્સી માટે 2 દબાવો
- ટ્રેન દુર્ઘટના સૂચના માટે 3 દબાવો
- ટ્રેન સંબંધિત ફરિયાદ માટે 4 દબાવો
- સામાન્ય ફરિયાદો માટે 5 દબાવો
- તકેદારી સંબંધિત માહિતી માટે 6 દબાવો
- માલ-ભાડા, પાર્સલ સંબંધિત માહિતી માટે 7 દબાવો
- ફરિયાદની સ્થિતિ જાણવા માટે 8 દબાવો
- કોઈપણ સ્ટેશન, તકેદારી અને ભ્રષ્ટાચાર વિશે ફરિયાદ કરવા માટે 9 દબાવો
- કૉલ સેન્ટર એક્ઝિક્યુટિવ સાથે વાત કરવા માટે * દબાવો
- પૂછપરછ: PNR, ભાડું અને ટિકિટ બુકિંગની માહિતી માટે 0 દબાવો