Ahmedabad: IPL જોવા જવું છે તો જાણી લો કે પાર્કિંગ માટે ફાળવેલા 20 પાર્કિંગ પ્લોટમાંથી તમારે ક્યાં વાહન પાર્ક કરવાનું છે?
IPL અંતર્ગત ગુજરાત ટાઇટન્સની કુલ 7 મેચ યોજાશે. મેચમાં આવનારા પ્રેક્ષકોને હાલાકી ન ભોગવવી પડે અને પાર્કિંગની સુવિધા મળી રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં સ્ટેડિયમની આજુબાજુના કુલ 20 પાર્કિંગ સ્થળો બનાવવામાં આવ્યા છે.

31 માર્ચથી IPL મેચ શરૂ થવાની છે. તેમાં એમ. એસ. ધોની છેલ્લી વાર મેચ રમશે તેઓ IPLમાંથી રિટાયર્ડ થઈ રહ્યા છે. ત્યારે ધોનીના ચાહકો મોટી સંખ્યામાં મેચ જોવા ઉમટી પડે તેવી શકયતા છે. ત્યારે વધુ સંખ્યામાં ક્રિકેટ રસિક મેચ જોવા આવતા ભીડ થાય અને તે ભીડના કારણે પાર્કિંગ સમસ્યા થાય તે સ્વભાવિક છે. પાર્કિંગ સમસ્યાને પહોંચી વળવા દર વખતની જેમ આ વખતે પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જોકે આ વખતે પાર્કિંગથી સ્ટેડિયમ સુધી આવવા અને જવા માટે વાહનની પણ વ્યવસ્થા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી ક્રિકેટ રસિકોને હાલાકી ન પડે.
નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાનારી IPL 2023ને લઈને કરાઈ પાર્કિંગ વ્યવસ્થા
IPL અંતર્ગત ગુજરાત ટાઈટન્સની કુલ 7 મેચ યોજાશે. મેચમાં આવનારા પ્રેક્ષકોને હાલાકી ન ભોગવવી પડે અને પાર્કિંગની સુવિધા મળી રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં સ્ટેડિયમની આજુબાજુના કુલ 20 પાર્કિંગ સ્થળો બનાવવામાં આવ્યા છે. જેમાં ટુ વ્હીલર માટે કુલ 8 પાર્કિંગ અને ફોર વ્હીલર માટે 10 પાર્કિંગ બનાવવામાં આવેલ છે.
જેની કુલ ક્ષમતા 15,000 ટુ વ્હીલર અને 10,000 ફોર વ્હીલરની છે. મેચ જોવા આવનાર દરેક પ્રેક્ષકને પોતાનું વાહન પાર્કિંગ શો માય પાર્કિંગ – એપ્લિકેશન પરથી ફરજિયાત એડવાન્સ બુકિંગ કરીને આવવાનું રહેશે. તેમજ આ વખતે દૂરના પાર્કિંગ સ્થળોથી સ્ટેડિયમના ગેટ સુધી તેમજ સ્ટેડિયમના ગેટથી પાર્કિંગ સુધી લાવવા-લઈ જવા માટે ફ્રી શટલ સર્વિસની ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જેથી ક્રિકેટ રસિકોને હાલાકી ન પડે.
મોડા સુધી મેચ ચાલવાની હોવાથી દર્શકો માટે મેટ્રોનો સમય પણ મેચને લઈને વધારવામાં આવ્યો
અમદાવાદમાં મેટ્રો ટ્રેન સેવાઓ હાલમાં પીક અવર્સ દરમિયાન 15 મિનિટ અને નોન પિક અવર્સ દરમિયાન 18 મિનિટની ફ્રિકવન્સી સાથે સવારે 7 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી કાર્યરત છે. જોકે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, મોટેરા ખાતે સુનિશ્ચિત IPL સિરીઝની ક્રિકેટ મેચોને કારણે ipl મેચ દરમિયાન મેચ મોડા સુધી ચાલવાની હોવાથી દર્શકો પોતાના ઘરે પરત સમયસર પહોંચી શકે દર્શકોને અગવડતા ન પડે.
આ 20 સ્થળોએ કરી શકશો પાર્કિંગ , પાર્કિંગ સ્થળના નામની સાતે ક્યા પ્રકારના વાહન પાર્ક કરી શકાસે તેમજ કેટલી સંખ્યામાં વાહન પાર્ક થઈ શકશે તેની માહિતી પણ આપવામાં આવી છે.
- પાર્કિંગ – 1 (2 વ્હીલર) મોટેરા મેઈન ગેટની સામે 1 – 7000
- પાર્કિંગ – 2 (2 વ્હીલર) સંગાથ IPL પ્લોટ નં. ગેટ નંબર 1 – 2500
- પાર્કિંગ – 3 (2 વ્હીલર) AMCની બાજુમાં, ભરવાડ પ્લોટ – 2000
- પાર્કિંગ – 4 (4 વ્હીલર) અગ્રવાલ પ્લોટ – 500
- પાર્કિંગ – 5 (4 વ્હીલર) લક્ષ્મી નર્સરી, ગણેશ હાઉસિંગ પ્લોટ – 400
- પાર્કિંગ – 6 (2 વ્હીલર) Nr. સીએનજી પંપ – ખાનગી – 2000
- પાર્કિંગ – 7 (4 વ્હીલર) સંગાથ ક્રિકેટ ગ્રાઉન્ડ – 1000
- પાર્કિંગ – 8 (4 વ્હીલર) PWD પ્લોટ સંગાથ ક્રિકેટ ગ્રાઉન્ડ સામે – 2000
- પાર્કિંગ – 9 (4 વ્હીલર) ક્રોમાની બાજુમાં, 4D સ્ક્વેર મોલની સામે – 500
- પાર્કિંગ – 10 (4 વ્હીલર) અમૂલ પાર્લર સામે, 4D સ્ક્વેર મોલ પાછળ – 200
- પાર્કિંગ – 11 (4 વ્હીલર) વિશ્વકર્મા સર્કલથી મોટેરા રોડ – પ્લોટ 1 – 50
- પાર્કિંગ – 12 (4 વ્હીલર) વિશ્વકર્મા સર્કલથી મોટેરા રોડ – પ્લોટ 2 – 50
- પાર્કિંગ – 13 (2 વ્હીલર) શાકભાજી માર્કેટની પાછળ – 300
- પાર્કિંગ – 14 (4 વ્હીલર) સામે. ખોડિયાર ચા – 200
- પાર્કિંગ – 15 (4 વ્હીલર) મારુતિનંદન રેસ્ટોરન્ટ – 400
- પાર્કિંગ – 16 (4 વ્હીલર) નરનારાયણ પાર્ટી પ્લોટ – 400
- પાર્કિંગ – 17 (4 વ્હીલર) ખોડિયાર ચા – 500
- પાર્કિંગ – 18 (2 વ્હીલર/4 વ્હીલર) – રેલ્વે કોલોની પ્લે ગ્રાઉન્ડ, મોટેરા રેલ્વે – 2000
- પાર્કિંગ – 19 (4 વ્હીલર) Nr. સ્ટેડિયમ – નદી બાજુનો ભાગ – સ્ટેડિયમ – 600
- પાર્કિંગ – 20 (4 વ્હીલર) સ્ટેડિયમની અંદર – VIP પાર્કિંગ – સ્ટેડિયમ – 500
- કુલ વાહન પાર્કિંગની સુવિધા 15500 9600
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…