ભારતના આ નવાબે પાકિસ્તાનમાં સામેલ થવાનું પસંદ કર્યુ અને ત્યાં ગયા બાદ ખતમ થઈ ગઈ તેની બધી નવાબિયત, આજે ત્રીજી પેઢી પણ કરી છે અફસોસ
જુનાગઢના એ છેલ્લા નવાબ જેમણે ભારતમાં ભળવાનો ઈનકાર કરી દીધો હતો અને બાદમાં જ્યારે તેના પર દબાણ વધ્યું તો મધરાત્રે પાકિસ્તાન ભાગી ગયા. હવે એ સવાલ થવો પણ વાજબી છે કે પાકિસ્તાને તેમની સાથે કેવો વ્યવહાર કર્યો હતો? તેમજ તેમના જેવા બીજા 12 નવાબ, જેઓ ભારતના ભાગલા પછી પાકિસ્તાન ગયા હતા, તેમના પરિવારોની હાલત કેવી છે? તેના વિશે આજે આપને વિસ્તારથી જણાવશુ.

દેશ ને આઝાદ થયાને બસ બે જ મહિના થયા હતા. એ દરમિયાન એક વિમાન પાકિસ્તાન જઈ રહ્યું હતું. આ કોઈ સામાન્ય વિમાન નહોતું. આ વિમાનના પાછળના ભાગમાં હીરા-ઝવેરાતથી ભરેલા ડબ્બા મૂકેલા હતા. વિમાનની અંદર કેટલાક કલાકારો બેઠા હતા અને આગળની સીટ પર એક નવાબ પોતાની બેગમો સાથે બેઠા હતા. પરંતુ સૌથી અલગ વાત એ હતી કે આ વિમાનમાં જ્વેલરીના ડબ્બાઓની સાથે સેંકડો કુતરા પણ બેઠા હતા. જી હાં સેંકડો કૂતરા… પણ એનાથી પણ વધુ રસપ્રદ વાત એ છે કે જ્યારે આ વિમાન પાકિસ્તાનના કરાચી એરપોર્ટ પર ઉતર્યું ત્યારે નવાબ પોતાના બધા કુતરાઓને સાથે લાવ્યા હતા. પણ તે પોતાની બે બેગમોને ભારતમાં જ ભૂલી ગયા હતા. બેગમો કરતાં નવાબને પોતાના કૂતરાઓ સાથે વધુ પ્રેમ હતો. આ નવાબ હતા નવાબ મહોબત્ત ખાન બાબી. 1890માં નવાબ મહોબત્ત ખાન જુનાગઢના...