Ahmedabad જિલ્લામાં 17000 હજાર લોકોએ સ્ટેમ્પ ડયુટી ભરવામાં બેદરકારી દાખવી, તંત્રએ નોટિસ મોકલી કડક કાર્યવાહી શરૂ કરી
ગુજરાત સરકારે જાહેર કરેલી નવી જંત્રીનો અમલ 15 એપ્રિલ સુધી મોકૂફ રાખી છે. જો કે બીજી તરફ સરકાર દ્વારા જે લોકોએ સ્ટેમ્પ ડ્યુટી નથી ભરી રહ્યા તેવા લોકો સામે નોટિસ મોકલીને કડક કાર્યવાહી હાથ ધરી છે. જેમાં 1998 થી માંડીને 2022 આટલા વર્ષ બાદ પણ 17000 હજાર લોકોએ સ્ટેમ્પ ડ્યુટી જમા કરાવી નહિ હોવાનું સામે આવ્યું છે. જેની અંદાજે રકમ 210 કરોડ જેટલી થાય છે.

ગુજરાત સરકારે જાહેર કરેલી નવી જંત્રીનો અમલ 15 એપ્રિલ સુધી મોકૂફ રાખી છે. જો કે બીજી તરફ સરકાર દ્વારા જે લોકોએ સ્ટેમ્પ ડ્યુટી નથી ભરી રહ્યા તેવા લોકો સામે નોટિસ મોકલીને કડક કાર્યવાહી હાથ ધરી છે. જેમાં 1998 થી માંડીને 2022 આટલા વર્ષ બાદ પણ 17000 હજાર લોકોએ સ્ટેમ્પ ડ્યુટી જમા કરાવી નહિ હોવાનું સામે આવ્યું છે. જેની અંદાજે રકમ 210 કરોડ જેટલી થાય છે.
17000 અરજદારની શહેરી અને ગ્રામ્ય વિસ્તારના દસ્તાવેજોની સ્ટેમ્પ ડ્યુટી બાકી
અમદાવાદ જિલ્લાના 17000 જેટલા અરજ્દારોએ મિલકત સબંધી સ્ટેમ્પ ડ્યુટી ચુકવી નથી.જેને લઈને અમદાવાદ જિલ્લા કલેકટર વિભાગના સ્ટેમ્પ ડ્યુટી વિભાગના જરૂરી સ્ટેમ્પ ડ્યુટી છોડાવવાની અરજદારોને નોટીસ પાઠવાઈ છે. જેમાં 17000 અરજદારની શહેરી અને ગ્રામ્ય વિસ્તારના 210 કરોડની દસ્તાવેજો સ્ટેમ્પ ડ્યુટી બાકી હોવાની વાત સામે આવી રહી છે. આ તમામ અરજદારોની 1998 થી 2022 ના વર્ષની સ્ટેમ્પ ડ્યુટી બાકી રહી છે. જેમાં મુખ્યત્વે દસ્તાવેજ ધારકો જે લોકોએ સ્ટેમ્પ ડ્યુટી નથી ભરપાઈ કરી તે નાગરિકોને નોટીસ પાઠવામાં આવી છે. વારંવાર તત્ર દ્વારા નોટિસ પાઠવી ચુક્યું છે.
સ્ટેમ્પ ડ્યુટી ભરવા લોકોને તાકીદ કરાઈ
પરતું દસ્તાવેજો સ્ટેમ્પ ડ્યુટી નહીં ભરવા જે દસ્તાવેજ ધારક છે. તેમના રહેણાંકના અધૂરા સરનામાં અથવા તો કેટલાક કિસ્સામાં સરનામાં ફેરફારને કારણે અરજદારોએ સ્ટેમ્પ ડ્યુટી ભરવાનું ટાળી હોવાની કે જે અરજદાર પોતાની મિલકત અન્ય નાગરિકો વેચાણ આપી હોય તેના નામમાં સુધારો ન આવ્યો હોય તેવા કીસ્સામાં જેવા સ્ટેમ્પ ડ્યુટી નહી ચુક્વવાની વાત સામે આવી છે. જોકે તંત્ર આ મામલે કડક બન્યું છે અને નોટિસ આપી સ્ટેમ્પ ડ્યુટી ભરવા લોકોને તાકીદ કરાઈ છે.
સરકારે દસ્તાવેજો માફી માટે ત્રણ યોજના અમલીકરણ મૂકી હતી
દસ્તાવેજ ધારકો સ્ટેમ્પ ડ્યુટી નહી ભરતા લોકો સામે 1998થી 2022ના વર્ષ દરમિયાન વસુલવા માટે પ્રયત્નો શરુ કરવામાં આવ્યા છે. અંદાજીત 210 કરોડની સરકારી તિજોરીમાં આવક થાય તે માટે સરકારે 34 વર્ષ સ્ટેમ્પ ડ્યુટી વિભાગને પગલા ભરવા આગળ કર્યુ છે. અરજદારોને પોતાની કીમતી દસ્તાવેજો છોડવાનો 6 માસનો અવસર આપ્યો છે. તેમજ પડતર દસ્તાવેજો નિકાલ માટે સરકારે નાગરિકોને દસ્તાવેજો મળે તે હેતુ સાથે સરકારે દસ્તાવેજો માફી માટે ત્રણ યોજના અમલીકરણ મૂકી હતી.
જેમાં 1998માં જે સ્ટેમ્પ ડ્યુટી વાપરી હોય તેટલી સ્ટેમ્પ ડ્યુટી વસુલવાનો નિર્ણય કર્યો હતો. તેમજ 2004 અને 2006 માં ખૂટતી સ્ટેમ્પ ડ્યુટી રકમના 30 ટકા તેમજ વ્યાજ માફ ફોર્મ્યુલા અને 2007મા 50 ટકા માફી અને વ્યાજ માફી યોજના અમલીકરણ કરી છતાં સ્થતિ ઠેરની ઠેરની છે. પણ જો લોકો રકમ ભરે તો સરકારી તિજોરીમાં નાણાં જમા થાય. અને તેનો સીધો ઉપયોગ વિકાસના કામમાં થઇ શકે છે. તેવું પણ માનવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો : Vadodara: ચાર વાહન વચ્ચે વિચિત્ર અકસ્માત, લક્ઝરી બસમાં સવાર મુસાફરોનો ચમત્કારીક બચાવ