Gandhinagar : અમુલ ડેરીની ચૂંટણી પહેલા ભાજપનો મોટો દાવ, ત્રણ સહકારી આગેવાનોએ કર્યા ‘કેસરિયા’
ડેરીના 2-3 ડિરેક્ટર સહિતના આગેવાનો ભાજપમાં ભળ્યા છે. ત્યારે હવે ચેરમેન અને વાઈસ ચેરમેનની સતા ભાજપ તરફી રહી શકે છે.
અમુલ ડેરીની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે, તે પહેલા ભાજપે મોટો દાવ રમ્યો છે. આજે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની હાજરીમાં મધ્ય ગુજરાતના કેટલાક સહકારી આગેવાનો ભાજપમાં જોડાયા.આપને જણાવી દઈએ કે, અમુલ ડેરીની ચૂંટણી 14 ફેબ્રુઆરીએ છે, ત્યારે આગામી ચૂંટણીમાં સત્તા પરિવર્તન થાય તો નવાઈ નહી.
અમુલ ડેરીના સત્તા પરિવર્તનના એંધાણ
અગાઉ પુર્વ ધારાસભ્ય કાંતિ સોઢા પરમાર પણ ભાજપમાં જોડાયા હતા.ડેરીના 2-3 ડિરેક્ટર સહિતના આગેવાનો ભાજપમાં ભળ્યા છે. ત્યારે હવે ચેરમેન અને વાઈસ ચેરમેનની સતા ભાજપ તરફી રહી શકે છે.
આ પહેલા અમૂલ ડેરીના વાઇસ ચેરમેન પદ પર રાજેન્દ્રસિંહ પરમારની નિમણૂક થઇ હતી. હાઇકોર્ટેના ચુકાદા બાદ પેન્ડિંગ મતગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં અમૂલ ડેરીના વાઇસ ચેરમેન પદે રાજેન્દ્રસિંહ પરમારનો વિજય થયો હતો. રાજેન્દ્રસિંહ પરમારને 9 મત, જ્યારે રાજેશ પાઠકને 6 મત મળ્યા હતા. એટલે કે રાજેન્દ્રસિંહ પરમારનો 3 મતે વિજય થયો હતો. ત્યારે આ વખતની ચૂંટણી ભાજપનો દાવ કામ કરે છે કેમ તે જોવુ રહ્યુ.
(વીથ ઈનપુટ-કિંજલ મિશ્રા, ગાંધીનગર)