બ્રેકઅપનું દુ:ખ ભૂલી, આસ્થાના માર્ગે ચાલી Tamannaah Bhatia ! ઘરે કર્યું માતાની ચૌકીનું આયોજન, જુઓ-Video
આ દિવસોમાં દેશભરમાં નવરાત્રીની ઉજવણી જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં તમન્ના ભાટિયાએ પણ પોતાના ઘરે માતા કી ચૌકી રાખી હતી

સાઉથ અને બોલિવૂડની હોટ એક્ટ્રેસ તમન્ના ભાટિયા આ દિવસોમાં પોતાની અંગત જીવનને લઈને ચર્ચામાં છે. તાજેતરમાં જ અભિનેત્રીનું એક્ટર વિજય વર્મા સાથે બ્રેકઅપ થયું હતું. ઘણા વર્ષો સુધી એકબીજાને ડેટ કર્યા બાદ આ કપલ હવે અલગ થઈ ગયા છે. જોકે, તમન્ના ભાટિયા વિજય વર્માનું બ્રેકઅપ સરળ ન હતું. કદાચ આ દર્દમાંથી બહાર નીકળવા અભિનેત્રી હવે આધ્યાત્મિકતા તરફ વળી રહી છે. આ વાત અમે નથી કહી રહ્યા પરંતુ તેમનો લેટેસ્ટ વીડિયો જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
માતાની ભક્તિમાં મગ્ન થઈ તમન્ના ભાટિયા
આ દિવસોમાં દેશભરમાં નવરાત્રીની ઉજવણી જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં તમન્ના ભાટિયાએ પણ પોતાના ઘરે માતા કી ચૌકી રાખી હતી, જેમાં તેના પરિવારની સાથે તેની ખાસ મિત્ર રાશા થડાનીએ પણ ભાગ લીધો હતો. આ પૂજામાં અભિનેત્રીનો અલગ જ લુક જોવા મળ્યો હતો. તેણીએ માત્ર ધાર્મિક વિધિઓ જ નથી કરી પરંતુ જોરશોરથી નૃત્ય પણ કર્યું હતું. તેનો આ વીડિયો હવે ઈન્ટરનેટ પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.
View this post on Instagram
ઘરે રાખી માતાની ચૌકી
તમન્ના ભાટિયાએ પોતાનો આ વીડિયો તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે, જેમાં તે માતાની ભક્તિમાં મગ્ન જોવા મળી રહી છે જોડે રાશા થડાણી પણ છે તે પણ તેની સાથે ભજન પર એન્જોય કરતી જોવા મળી રહી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે તેમના ઘરે માતાનો ભવ્ય દરબાર શણગારવામાં આવ્યો છે. પહેલા તેણે ભક્તિભાવથી પ્રાર્થના કરી હતી, માતાની આરતી ઉતારી ભજન-કીર્તન પણ કર્યું હતુ