KBC પહોંચ્યા ઈશાન કિશન અને સ્મૃતિ મંધાના, Big Bએ લગ્નને લઈને આપી આ સલાહ!
સાઉથ આફ્રીકાના પ્રવાસે ગયેલા યુવા ક્રિકેટર ઈશાન કિશન અચાનક ટીમ ઈન્ડિયાનો સાથ છોડીને ભારત પરત ફર્યો હતો. થોડા દિવસ પહેલા તે કેબીસીમાં સ્મૃતિ મંધાના સાથે દેખાતા કેટલાક યુઝર્સે તેને ટ્રોલ કર્યો હતો. પણ સૂત્રોના જણાવ્યા અનુસાર, ઈશાન કિશન માનસિક સ્વાસ્થ્યને કારણે સાઉથ આફ્રીકાનો પ્રવાસ છોડી પરત ફર્યો હતો.
![KBC પહોંચ્યા ઈશાન કિશન અને સ્મૃતિ મંધાના, Big Bએ લગ્નને લઈને આપી આ સલાહ!](https://images.tv9gujarati.com/wp-content/uploads/2023/12/ishan-kishan-and-smirti-mandhana-1.jpg?w=1280)
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ક્રિકેટર્સ ઈશાન કિશન અને સ્મૃતિ મંધાના હાલમાં પ્રખ્યાત ટીવી કૌન બનેગા કરોડપતિના સેટ પર જોવા મળ્યા હતા. અમિતાભ બચ્ચન અને સ્ટાર ક્રિકેટર્સે શો દરમિયાન મસ્તી-મજાક કરીને દર્શકોનું મનોરંજન કર્યું હતુ. શો દરમિયાનને તેમને કેટલાક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
કેબીસીની 15મી સિઝનના મંચ પર પહોંચીને બંને ક્રિકેટર્સે ભારતના મહાન એક્ટર અમિતાભ બચ્ચન સાથે ઘણી વાતચીત કરી. અમિતાભ બચ્ચને જેવા શોના પ્રશ્નો પૂછવાની શરુઆત કરી, તેવા જ ઈશાન કિશને બીગ બીને એક મુશ્કેલ સવાલ પૂછી લીધો હતો.
Smriti Mandhana and Ishan kishan participated in KBC show
Ishan speaking about DCCI(Differently abled Cricket Council of India). He said “Would love to help them”
Kind Gesture from Ishanpic.twitter.com/ADaMGMczQ2
— Don Cricket (@doncricket_) December 26, 2023
I can listen to him talk for 5000hours, he has the prettiest smile, and ocean deep voice ❤️look at those doe eyes, man I’m a SIMP for you @ishankishan51 #IshanKishan #ishman #KBC pic.twitter.com/ONukxUxE6I
— ishmantrash✳️ (@ishanb4everr) December 25, 2023
Ishan Kishan and Smriti Mandhana in KBC. pic.twitter.com/s0W1tG5yUR
— Rohit Fans Army™ (@MIFansArmy) December 25, 2023
(Video – Sony Tv)
ઈશાન કિશને અમિતાભ બચ્ચનને સવાલ પૂછ્યો કે તમે જયા મેમના નામ આગળ કઈ ફિલ્મનું ટાઈટલ લગાવવા માંગો છો ? પહેલો ઓપ્શન ‘ખુદા ગવાહ’, બીજો ઓપ્શન ‘સરકાર’, ત્રીજો ઓપ્શન ‘ડોન’ અને ચોથો ઓપ્શન ‘શંહશાહ’.
ઈશાન કિશનના આ રમૂજી સવાલનો જવાબ આપતા અમિતાભ બચ્ચને જવાબ આપ્યો કે, નિ:સંદેહ સરકાર. અહીં જે પણ વિવાહિત પુરુષ હાજર છે તે તમામ પોતાની પત્નીના નામ આગળ આ જ ટાઈટલ લગાવશે. એક પત્ની ઘર ચલાવે છે, તો તમારે તેની સામે ઝૂકવુ જ પડશે. તે સરકાર છે. અમિતાભ બચ્ચન પાસેથી લગ્ન અને પત્નીને લઈને મહત્વની સલાહ લીધા બાદ ઈશાન કિશને બિગ બીને કહ્યું કે, હું તમારી પાસે સલાહ લઈને ધન્ય થયો.
આ પણ વાંચો: શા માટે ભારત ક્યારેય દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટ શ્રેણી જીતી શક્યું નથી? જાણો 5 કારણો