સલમાન ખાને જામનગરને સ્વર્ગ કહી શહેરના વખાણ કર્યા, કહ્યું તમે નસીબદાર છો
સલમાન ખાને પોતાનો 59મો જન્મદિવસ સેલિબ્રેશન કર્યા બાદ અનંત અંબાણી સાથે જામનગરના મોલમાં ફરતો જોવા મળ્યો હતો. જામનગરમાં આવી સલમાન ખાને જામનગરના વખાણ કર્યા હતા. કહ્યું જામનગર સ્વર્ગ છે.
સલમાન ખાન પોતાનો જન્મદિવસ અંબાણી પરિવારની માયા નગરી જામનગરમાં સેલિબ્રેશન કર્યો હતો. સલમાન ખાનના જન્મદિવસના કેટલાક ફોટો અને વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જેમાં અનંત અંબાણી સાથે મોલમાં ફરતો જોવા મળ્યો હતો. આ દરમિયાન ફિલ્મ સિકંદરનું ટીઝર રિલીઝ થતાં રાધિકા મર્ચન્ટ પણ જોવા મળી હતી.
સલમાન ખાન અનંત સાથે મોલમાં ફરતો જોવા મળ્યો
જામનગરમાં બર્થ સેલિબ્રેશનના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. એક ક્લિપમાં અનંતની સાથે મોલમાં ફરી રહ્યા છે. અનંત અંબાણી સલમાન ખાનના ખંભા પર હાથ રાખી મોલમાં સિક્યોરિટી વચ્ચે ફરી રહ્યોછે. અન્ય એક વીડિયોમાં સલમાન અને અનંત અંબાણી એસ્કેલેટર પરથી સાથે નીચે ઉતરી રહ્યા છે. સિંકદરના ટીઝર લોન્ચિંગ વખતે સલમાન , અનંત અને રાધિકા પણ જોવા મળ્યા હતા.
View this post on Instagram
જામનગર સ્વર્ગ છે : સલમાન ખાન
સલમાન ખાને જામનગર શહેરના વખાણ કરી રહ્યો છે, તેમણે કહ્યું તમે લોકો ખુબ નસીબદાર છો કે, જામનગરમાં રહો છે. હું અહિ આવતો જતો રહું છુ. આ ખુબ જ સુંદર સ્થળ છે. અહિ સ્વર્ગ છે. સ્વર્ગ જેવું સ્વર્ગ જ છે, મને તમારા લોકોથી સહન થઈ રહી છે.
View this post on Instagram
તમને જણાવી દઈએ કે, જામનગરમાં સલમાન ખાનનો જન્મદિવસ ખુબ સુંદર રીતે સેલિબ્રેટ કર્યો છે. આ સેલિબ્રેશનમાં સલમાન ખાનનો આખો પરિવાર તેમજ તેના નજીકના મિત્રો ચાર્ટર્ડ પ્લેનથી મુંબઈથી જામનગરમાં પહોંચ્યો હતો. સોહેલ ખાને આ પ્લેનનો અંદરનો વીડિયો શેર કર્યો હતો. જેમાં સલમાન ખાનની માતા હેલન, યૂલિયા વંતુર, રિતેશ દેશમુખ,જેનેલિયા ,આયુષ શર્મા,અર્પિતા સિવાય અન્ય કેટલાક લોકો પણ જોવા મળ્યા હતા.
View this post on Instagram
તમને જણાવી દઈએ કે, સલમાન ખાનની ફિલ્મ ‘સિકંદર’ 2025ની ઈદ પર રિલીઝ થવા માટે તૈયાર છે. આ ફિલ્મનું નિર્માણ સાજિદ નડિયાદવાલાએ કર્યું છે.