‘બડે મિયાં છોટે મિયાં’ના શૂટિંગમાં રોજનો કરોડનો ખર્ચ થયો , આટલામાં તો એક ફિલ્મ બની જાય

બડે મિયાં છોટે મિયાં રિલીઝ થવાની તૈયારી થઈ ચુકી છે. 10 એપ્રિલાના રોજ ફિલ્મ થિયેટરમાં રિલીઝ થશે. મેકર્સે ફિલ્મને એક્શનથી ભરપુર હોવાનો દાવો કર્યો છે. જે ટ્રેલરમાં જોઈ શકાય છે. આ ફિલ્મને અલી અબ્બાસ ઝફરે ડાયરેક્ટ કરી છે. તેમણે ખુલાસો કર્યો છે કે, આ ફિલ્મ બનાવવા માટે કેટલા કરોડનો ખર્ચો થયો છે.

'બડે મિયાં છોટે મિયાં'ના શૂટિંગમાં રોજનો કરોડનો ખર્ચ થયો , આટલામાં તો એક ફિલ્મ બની જાય
Follow Us:
| Updated on: Apr 04, 2024 | 6:12 PM

અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ સ્ટાર ફિલ્મ બડે મિયાં છોટે મિયાં 350 કરોડ રુપિયાના બજેટમાં બની છે. ફિલ્મ એક્શનથી ભરપુર છે. જેનો અંદાજો ટ્રેલર જોઈને લાગી જાય છે, હવે ફિલ્મના ડાયરેક્ટર અલી અબ્બાસ ઝફરે ફિલ્મમાં આવેલા ખર્ચાને લઈ વાત કરી છે. તેમણે કહ્યું છે કે, આ ફિલ્મના શૂટિંગ પાછળ રોજનો 3 થી 4 કરોડ રુપિયાનો ખર્ચો આવતો હતો. આ સાથે તેમણે એ પણ કહ્યું છે કે, એક્શન ફિલ્મમાં એક આખી શાળાને તૈયાર કરવામાં આવી હતી અને વીએફએક્સના ટૂલનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.

ફિલ્મ ટુંક સમયમાં રિલીઝ થશે

અલી અબ્બાસ ઝફરને પુછવામાં આવ્યું કે, તેમણે પુજા એન્ટરનેટનમેન્ટને આટલો મોટો પ્રોજેક્ટ કરવા માટે કઈ રીતે રાજી કર્યા , તેમણે કહ્યું કે,તેને કોઈ એવા વ્યક્તિને જરુર હતી કે, તેના પર આંખો બંધ કરીને વિશ્વાસ કરી શકે, ત્યારબાદ ભગનાની સાથે આવ્યો. તો તેમણે એક જવાબદારીના રુપમાં લીધો અને ફિલ્મને પુરી કરી. તેમણે કહ્યું જ્યારે અમે ફિલ્મની સ્ક્રિપ્ટ લખી તો અમે સૌ લોકો ખુશ હતા.

આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ

બજેટ પર વાત કરીએ તો

અલી અબ્બાસ ઝફરે કહ્યું કે, બજેટ સૌથી મોટું પ્રેશર જે અભિનેતા અને ફિલ્મમેકર હંમેશા અનુભવે છે. જો તમે બાઈક સ્ટંટ કરવા માંગો છો તો દરેક બાઈકની કિંમત 4 લાખ રુપિયા છે અને જો સ્ટંટ ખોટો થયો તો તમારે 4 લાખ ગુમવવા પડે છે. જો તમે 30-40 લાખ રુપિયાની કિંમત વાળી બાઈકને સ્ટંટમાં સામેલ કરી રહ્યા છો તો આટલા રુપિયા ગુમવવા પડશે. બડે મિંયા છોટે મિયાંમાં આવા સ્ટંટ કરવા એક દિવસમાં 3-4 કરોડ રુપિયાનો ખર્ચો થતો હતો. તમામ ખર્ચ ખુબ મોંઘો હતો.

સોશિયલ મીડિયા પર શેર કરેલા પોસ્ટરમાં અક્ષય કુમારની સાથે ટાઈગર શ્રોફ પણ જોવા મળશે. નોંધનીય છે કે અભિનેત્રી માનુષી છિલ્લર અને અલાયા એફ પણ આ મુવીમાં ખાસ ભૂમિકામાં જોવા મળશે.

આ પણ વાંચો : દેશી ગર્લ પ્રિયંકા ચોપરાનું સાસરિયું છે વિદેશમાં, ભાભી છે ગુજરાતી આવો છો ચોપરા પરિવાર

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">