Bollywood star side business : બોલિવૂડનાં બાદશાહો એક્ટિંગની સાથે બિઝનેસમાંથી પણ કરે છે કરોડોની કમાણી , જાણો કોણ છે લિસ્ટમાં સામેલ
બોલિવૂડ સ્ટાર્સ તેમની દરેક ફિલ્મ માટે મોટી રકમ લે છે. મોટા ભાગના સ્ટાર્સ તેમની ફિલ્મોથી કરોડો રૂપિયા કમાય છે, પરંતુ બોલિવૂડના એવા ઘણા સેલિબ્રિટી છે જેઓ એક્ટિંગની સાથે બિઝનેસમાં પણ હાથ અજમાવતા રહે છે અને આ બિઝનેસમાંથી પણ કરોડો કમાય છે. તો ચાલો જોઈએ આવા પાંચ સ્ટાર્સ પર જેઓ ફિલ્મો સિવાય બિઝનેસથી પણ મોટી કમાણી કરે છે.
બોલિવૂડના સલમાન ખાન તેની એક ફિલ્મ સિવાય જાહેરાતોથી કરોડો રૂપિયા કમાય છે, પરંતુ આ સિવાય તે ફિલ્મોનું નિર્માણ પણ કરે છે. તેનો પોતાનો બિઝનેસ પણ છે. તેની પોતાની બ્રાન્ડ બીઇંગ હ્યુમન પણ ઘણી લોકપ્રિય છે, ઘણી વખત તે સોશિયલ મીડિયા દ્વારા તેનો પ્રચાર પણ કરતો જોવા મળે છે. રિપોર્ટ્સ અનુસાર Yatra.comમાં સલમાન ખાન પણ પાંચ ટકા હિસ્સેદાર છે.
1 / 5
બોલિવૂડ એક્ટર અજય દેવગનનું નામ પણ એ સ્ટાર્સમાં સામેલ છે જે ફિલ્મોની સાથે બિઝનેસ કરે છે. અજય દેવગણે વર્ષ 2000માં 'અજય દેવગન ફિલ્મ્સ' નામની પ્રોડક્શન કંપની ખોલી હતી, જ્યારે તે VFX સ્ટુડિયોના માલિક પણ છે.
2 / 5
બોલિવૂડનો અક્ષય કુમાર એક સફળ એક્ટર, સફળ ફેમિલી મેન તેમજ સફળ બિઝનેસમેન છે. PUBG ગેમ બંધ થયા બાદ અક્ષયે તાજેતરમાં FAU-G નામની ગેમ લોન્ચ કરી હતી. આ ઉપરાંત તેણે વર્ષ 2008માં હરિ ઓમ પ્રોડક્શનની પણ શરૂઆત કરી હતી, જે તેના પિતાના નામ પર છે.
3 / 5
Shahrukh Khan: 'I was very disappointed after the failure of Ra.One movie'
4 / 5
બોલિવૂડના મોસ્ટ હેન્ડસમ અને ચાર્મિંગ ગુડલૂક્સ એક્ટર રિતિક રોશનનું મગજ પણ બિઝનેસમાં ઘણું ચાલે છે. રિતિક રોશન તેની ફિટનેસ માટે પણ જાણીતો છે. મુંબઈમાં તેનું પોતાનું જિમ છે અને બેંગ્લોરમાં ફિટનેસ જીમ Curefitમાં પણ તેનો હિસ્સો છે. આ સિવાય હૃતિકની પોતાની ફેશન બ્રાન્ડ HRX છે, જેનો બહુમતી હિસ્સો તેણે Myntraને વેચી દીધો છે.