Gujarat Election 2022 : કચ્છના એવા રાજકીય નેતાઓ જે ગમે તે સ્થળેથી ચૂંટણી લડે અને વિજય મેળવે છે

ગુજરાતમાં આમ તો અનેક એવા ધારાસભ્યો છે જેમને પાર્ટી સિમ્બોલની સાથે વ્યક્તિગત પ્રતિભાથી ચૂંટણીઓમાં જીત મળતી હોય છે. તેઓ ભાજપ, કોંગ્રેસ કે અપક્ષ પણ ઉભા રહે તો પણ લોકો તેમને ચૂંટણીમાં જીત અપાવે છે ત્યારે કચ્છમાં પણ આવા નેતાઓ છે જેઓ ચૂંટણી ભલે પાર્ટી સિમ્બોલ સાથે લડતા હોય પરંતુ પક્ષ કરતા તેમની વ્યક્તિગત પ્રતિભા પણ તેમને જીતાડતી આવે છે.

Gujarat Election 2022 : કચ્છના એવા રાજકીય નેતાઓ જે ગમે તે સ્થળેથી ચૂંટણી લડે અને વિજય મેળવે છે
Kutch Politician
Follow Us:
Jay Dave
| Edited By: | Updated on: Dec 09, 2022 | 7:40 PM

ગુજરાતમાં આમ તો અનેક એવા ધારાસભ્યો છે જેમને પાર્ટી સિમ્બોલની સાથે વ્યક્તિગત પ્રતિભાથી  ચૂંટણીઓમાં જીત મળતી હોય છે. તેઓ ભાજપ, કોંગ્રેસ કે અપક્ષ પણ ઉભા રહે તો પણ લોકો તેમને ચૂંટણીમાં જીત અપાવે છે ત્યારે કચ્છમાં પણ આવા નેતાઓ છે જેઓ ચૂંટણી ભલે પાર્ટી સિમ્બોલ સાથે લડતા હોય પરંતુ પક્ષ કરતા તેમની વ્યક્તિગત પ્રતિભા પણ તેમને જીતાડતી આવે છે. આવા જ એક ધારાસભ્ય એટલે અબડાસા વિધાનસભામાં ચુંટાયેલા ભાજપના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા જાડેજા કે જેઓ 2017માં અબડાસા વિસ્તારમાં કોગ્રેસમાંથી વિજયી થયા ત્યાર બાદ ભાજપમાં જોડાયા પેટા ચૂંટણી યોજાઇ તેમાં ભાજપમાંથી ઉભા રહ્યા અને ઇતિહાસ બદલી અને વિજયી બન્યા અને તાજેતરમાં યોજાયેલી 2022ની ચૂંટણીમાં પણ ફરી તેઓ ભાજપમાંથી ઉભા રહ્યા અને જીત્યા

5 વર્ષમાં 3 વાર ધારાસભ્ય બન્યા

4 ધોરણ સુધી જ અભ્યાસ કરનાર પ્રદ્યુમનસિંહ જાડેજા જાડેજા તેમના વિસ્તારની સમસ્યા અલગ રીતે રજુ કરવાને લઇને હમેંશા ચર્ચામાં રહેતા હોય છે. તો તેમના વિસ્તારમાં લોકસંપર્ક અને સમસ્યાના ઉકેલ માટે પણ તેઓ અવનવુ કરી જમીની નેતા તરીકેની છાપ ધરાવે છે ત્યારે 5 વર્ષમાં પ્રજાએ તેને 3 વખત ચુંટી વિધાનસભા મોકલ્યા છે. 2017ની ચૂંટણી તેઓ કોંગ્રેસમાંથી લડ્યા અને જીત્યા,2020માં તેઓ ભાજપમાં જોડાયા અને પેટાચૂંટણીમાં ફરી અબડાસા બેઠકનો ઇતિહાસ બદલી વિજયી બન્યા અને હવે 2022 તેઓ ફરી અનેક પડકારો વચ્ચે અબડાસા બેઠક પર ઉભા રહ્યા અને જીત્યા અબડાસા બેઠક આમ કોગ્રેસનો ગઢ માનવામાં આવે છે. અને અહીનો ઇતિહાસ રીપીટ ઉમેદવારને જીતાડતો નથી તેવો રહ્યો છે. પરંતુ 5વર્ષમાં 3 વાર જીતી પદ્યુમનસિંહે સાબિત કર્યુ છે કે તેઓ લોક નેતા છે.

કચ્છના આ નેતાઓ પણ છે હટકે

ગુજરાતના ધણા એવા વિસ્તારો છે કે જ્યા જ્ઞાતીગત સમીકરણને કારણે અનેક મોટા નેતાઓ તે વિસ્તારમાં બાહુબલી ગણાય છે. પરંતુ જ્ઞાતીગત સમિકરણથી પર કચ્છના અનેક એવા નેતાઓ છે જેઓએ વિપરીત સ્થિતીમાં પોતાની અલગ છાપ છોડી છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

નિમાબેન આચાર્ય

ગુજરાત વિધાસનભાના અધ્યક્ષ નિમાબેન લાંબા સમયથી સુધી ધારાસભ્ય રહ્યા છે. પરંતુ તેઓ માત્ર ભાજપ જ નહી પરંતુ અન્ય પક્ષ તરફથી પણ ચુંટણી લડ્યા છે અને જીત્યા છે. પહેલા અબડાસા ત્યાર બાદ અંજાર વિધાનસભા અને છેલ્લે 2 ટર્મ તેઓં ધારાસભ્ય રહ્યા છે. આમ કચ્છની 3 અલગ-અલગ વિધાનસભામાં તેઓ જીત્યા

વાસણ આહિર

વાસણ આહિરે ભલે ધારાસભ્ય તરીકે પોતાનો ક્યારેય પક્ષ બદલ્યાો નથી પરંતુ અંજાર વિધાનસભા ઉપરાંત ભુજના પણ તેઓ ધારાસભ્ય રહ્યા છે. જો કે તેમના વિસ્તારમાં તેમના સમાજનુ મતદારો તરીકે પ્રભુત્વ છે. પરંતુ તેઓ લડ્યા એટલી વાર ચુંટણી જીત્યાજ છે. બેઠક ગમે તે હોય

બાબુ મેધજી શાહ

રાપર વિધાનસભા બેઠક પર સૌથી વધુ વાર વિજેતા બનેલા બાબુભાઇ મેધજી શાહ કે જેઓ નાણામંત્રી પણ રહી ચુક્યા છે. તેમના વિસ્તારમા પણ તેમનુ પ્રભુત્વ હતુ તેઓ ભાજપ,કોગ્રેસ અને રાજપામાંથી રાપર બેઠક પર ચુંટણી લડ્યા છે. અને જીત્યા છે. આમ પક્ષ સિમ્બોલની સાથે તેઓ વ્યક્તિગત રીતે પણ આ વિસ્તાર પર પ્રભુત્વ સાબિત કરી ચુક્યા છે.

વિરેન્દ્રસિંહ જાડેજા

2017 ની ચુંટણી પહેલા માત્ર ભચાઉ વિસ્તારમાં ધબદબો ધરાવતા વિરેન્દ્રસિંહે ભાજપ માટે જાઇન્ટકીલર બન્યા છે. કોગ્રેસ સાથે છેડો ફાડી  ભાજપમાં જોડાયેલા વિરેન્દ્રસિંહ રાપર બેઠક પર 2007માં હારી ચુક્યા છે. પરંતુ 2017માં તેઓ માંડવી શક્તિસિંહ સામે ઉભા રહ્યા અને જીત્યા અને આ વખતે રાપર બેઠક પર કોગ્રેસના ગઢમાં તેઓએ ગાબડુ પાડ્યુ આમ બે ટર્મમાં તેઓની વિધાનસભા બદલાઇ પરંતુ તેઓએ પોતાની શક્તિ દેખાડી દીધી

કચ્છમાં આમતો અનેક એવા સ્થાનિક નેતાઓ છે. જેઓએ રાજકીય ઇતિહાસમાં અશક્યને શક્ય બનાવ્યુ હોય જે લીસ્ટમાં તારાચંદ છેડા, સ્વ. જયંતિ ભાનુશાળી,પકંજ મહેતા જેવા અનેક નેતાઓનો સમાવેશ થાય છે. પરંતુ ઉપરોક્ત નેતાઓનુ રાજકીય પ્રભુત્વ અને અનુભવ તેમને રાજકીય સિંકદર સાબિત કરે છે.

Latest News Updates

જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">