Author - TV9 Gujarati
'કચ્છ' આ અઢી અક્ષરનો જીલ્લો ભારતનો ભૌગોલીક રીતે સૌથી મોટો જીલ્લો છે, અને ત્યાં દોઢ દશક કરતા વધુ સમયથી જય દવે પત્રકારત્વ કરી રહ્યાં છે. ઐતિહાસીક ધરોહર, સભ્યતા, પરંપરા અને તેના રહસ્યોને જય દવેએ ઉજાગર કર્યાં છે. વર્ષો વર્ષના દુકાળથી લઇ વિનાશકારી ભુકંપ બાદ વિકાસ કરીને વિશ્વને નોંધ લેતું કરનાર કચ્છની દરેક ઘટનાઓના તેઓ સાક્ષી રહ્યા છે. સરહદની સુરક્ષાની વાત સાથે કચ્છની સભ્યતા, ભવ્ય ઇતિહાસ અને વર્તમાન વિકાસની હરણફાળના સામાચારોથી તેમણે રાજ્યની જનતાને માહિતગાર કર્યા છે.