Upcoming IPO : વર્ષ 2023-24 માં રોકાણની અઢળક તક મળશે, 54 કંપનીઓ IPO લાવશે
Upcoming IPO : ગયા નાણાકીય વર્ષની વાત કરીએ તો આ સમયગાળા દરમિયાન કુલ 38 કંપનીઓએ IPO દ્વારા કુલ રૂ. 52,600 કરોડ એકત્ર કર્યા હતા. આ 38 કંપનીઓમાંથી માત્ર બેના જ શેર 50-50 ટકાથી વધુના પ્રીમિયમ સાથે લિસ્ટેડ હતા. ડ્રીમફોક્સ સર્વિસિસના શેર 55 ટકા પ્રીમિયમ પર અને ઇલેક્ટ્રોનિક્સ માર્ક ઇન્ડિયાના શેર 52 ટકા પ્રીમિયમ પર લિસ્ટ થયા હતા.
શેરબજારમાં ઉતાર – ચઢાવ વચ્ચે IPO માર્કેટની દૃષ્ટિએ ગત નાણાકીય વર્ષ સારું રહ્યું ન હતું. નાણાકીય વર્ષના છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન માત્ર જૂજ આઈપીઓ જોવા મળ્યા હતા. જોકે આ નાણાકીય વર્ષ IPO માર્કેટ માટે સારું રહેવાની ધારણા છે કારણ કે લગભગ 54 કંપનીઓ IPO લાવવાની તૈયારી કરી રહી છે અને તેની શરૂઆત એપ્રિલમાં બે નાની કંપનીઓના IPO સાથે થઈ રહી છે. નાની કંપનીઓના આઈપીઓની શરૂઆત AG Universal IPOના ઈશ્યુથી થઈ રહી છે. આ IPOમાં 1,454,000 ઇક્વિટી શેર છે જેની ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. આ IPOનું કદ 8.72 કરોડ રૂપિયા થવાનું છે. આ IPO 11 એપ્રિલે ખુલશે અને 13 એપ્રિલે બંધ થશે. આ માટે એક શેરની કિંમત 60 રૂપિયા નક્કી કરવામાં આવી છે અને ઓછામાં ઓછા 2000 શેર માટે ઓર્ડર આપવાનો રહેશે. આ શેર NSE SME પર લિસ્ટ થશે.
Retina Paints IPO 19 એપ્રિલે ખુલશે
બીજો IPO રેટિના પેઈન્ટ્સનો આવવાનો છે. રૂ. 11.10 કરોડના કદવાળા આ IPOમાં રૂ. 10ની ફેસ વેલ્યુના 3,700,000 ઇક્વિટી શેર હશે. આની ઈશ્યુ પ્રાઇસ 30 રૂપિયા છે જ્યારે 4000 શેરનો ઓર્ડર આપવાનો રહેશે. આ IPO 19 એપ્રિલે સબસ્ક્રિપ્શન માટે ખુલશે અને 24 એપ્રિલ સુધી બિડિંગ કરી શકાશે.
ગત વર્ષે 38 કંપનીઓએ IPO દ્વારા કુલ રૂપિયા 52,600 કરોડ એકત્ર કર્યા
ગયા નાણાકીય વર્ષની વાત કરીએ તો આ સમયગાળા દરમિયાન કુલ 38 કંપનીઓએ IPO દ્વારા કુલ રૂ. 52,600 કરોડ એકત્ર કર્યા હતા. આ 38 કંપનીઓમાંથી માત્ર બેના જ શેર 50-50 ટકાથી વધુના પ્રીમિયમ સાથે લિસ્ટેડ હતા. ડ્રીમફોક્સ સર્વિસિસના શેર 55 ટકા પ્રીમિયમ પર અને ઇલેક્ટ્રોનિક્સ માર્ક ઇન્ડિયાના શેર 52 ટકા પ્રીમિયમ પર લિસ્ટ થયા હતા. આ નાણાકીય વર્ષમાં સૌથી મહત્વપૂર્ણ સરકારી વીમા કંપની લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાનો આઈપીઓ હતો જે લગભગ 9 ટકાના ડિસ્કાઉન્ટ પર લિસ્ટ થયો હતો.
Disclaimer : અહેવાલમાં આપવામાં વિગતો માત્ર માહિતી પુરી પાડવાનો પ્રયાસ છે. અહીં એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ કરવું એ શેરબજારના જોખમોને આધીન છે. રોકાંણથી નફા કે નુકસાન સાથે અહેવાલનો કોઈ સંબંધ રહેશે નહીં. રોકાણકાર તરીકે નાણાંનું રોકાણ કરતા પહેલા હંમેશા આર્થિક સલાહકારની સલાહ લેવી જોઈએ.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
બિઝનેસના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…