AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mankind Pharma IPO : કોન્ડોમ અને પ્રેગ્નેન્સી કીટ બનાવતી ફાર્મા કંપની IPO લાવશે, જાણો કંપની વિશે સંપૂર્ણ માહિતી

મેનકાઇન્ડ ફાર્મા ફાર્માસ્યુટિકલ્સ ફોર્મ્યુલેશન અને કન્ઝ્યુમર હેલ્થકેર સેક્ટરમાં કામ કરે છે. કંપની તેના સંશોધન અને વિકાસ કેન્દ્રોનું વિસ્તરણ તેમજ નવા ક્ષેત્રોમાં સાહસ કરી રહી છે. કંપનીએ 2019-20માં રૂ. 141.49 કરોડ, 2020-21માં રૂ. 170.78 કરોડ અને 2021-22માં રૂ. 213.44 કરોડ સંશોધન અને વિકાસ પાછળ ખર્ચ્યા હતા.

Mankind Pharma IPO : કોન્ડોમ અને પ્રેગ્નેન્સી કીટ બનાવતી ફાર્મા કંપની IPO લાવશે, જાણો કંપની વિશે સંપૂર્ણ માહિતી
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 05, 2023 | 7:15 AM
Share

મેનફોર્સ કોન્ડોમ અને ગર્ભાવસ્થા પરિક્ષણ કીટ ઉત્પાદન પ્રેગ ન્યૂઝનું ઉત્પાદન કરતી હેલ્થકેર ક્ષેત્રની કંપની મેનકાઇન્ડ ફાર્મા આઇપીઓ લાવવા જઈ રહી છે. મેનકાઇન્ડ ફાર્મા IPO દ્વારા બજારમાંથી 4200 થી 4700 કરોડ રૂપિયા એકત્ર કરવાની તૈયારી કરી રહી છે. મેનકાઇન્ડ ફાર્માનો IPO એપ્રિલ 2023ના અંતમાં આવી શકે છે. Mankind Pharma IPO દ્વારા કંપનીના પ્રમોટર્સ અને રોકાણકારો ઓફર ફોર સેલમાં તેમનો હિસ્સો વેચશે. કંપનીના પ્રમોટર જુનેજા પરિવાર અને રોકાણકારો ઓફર ફોર સેલ દ્વારા આશરે 4 કરોડ શેર વેચવાની તૈયારી કરી રહ્યા છે. ઓફર ફોર સેલ હેઠળ શેર વેચ્યા બાદ કંપનીમાં પ્રમોટરનો હિસ્સો 79 ટકાથી ઘટીને 76.50 ટકા થઈ જશે.

આ પણ વાંચો : Dividend Stocks: આ કંપની આપી રહી છે બે-બે ડિવિડન્ડ, રોકાણકારોને કર્યા માલામાલ

સેબીમાં દાખલ કરાયેલા ડ્રાફ્ટ પેપર મુજબ, કંપનીના પ્રમોટર્સ રમેશ જુનેજા, રાજીવ જુનેજા, શીતલ અરોરા અને રમેશ જુનેજા ફેમિલી ટ્રસ્ટ, રાજીવ જુનેજા ફેમિલી ટ્રસ્ટ અને શીતલ અરોરા ફેમિલી ટ્રસ્ટ છે. કંપનીના હાલના શેરધારકોમાં કેર્નહિલ CIPEF લિમિટેડ, બેઇજ લિમિટેડ અને લિંક ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટનો સમાવેશ થાય છે. CrysCapital સમર્થિત GIC ઑફ સિંગાપોર અને CPP ઇન્વેસ્ટમેન્ટ્સ મેનકાઇન્ડ ફાર્મામાં 10 ટકા હિસ્સો ધરાવે છે.

મેનકાઇન્ડ ફાર્માની રચના 1991માં થઈ હતી. 2022 માં તે સ્થાનિક વેચાણની દ્રષ્ટિએ દેશની ચોથી સૌથી મોટી કંપની બની ગઈ છે. 98 ટકા કંપની ભારતમાં તેની આવક પેદા કરે છે. 2021-22માં કંપનીની આવક રૂ. 8,000 કરોડ અને EBIDTA રૂ. 2,200 કરોડ છે. ભારત ઉપરાંત કંપનીના મુખ્ય બજારોમાં અમેરિકા, બાંગ્લાદેશ, શ્રીલંકા, નેપાળનો સમાવેશ થાય છે. મેનકાઇન્ડ ફાર્માએ જેપી મોર્ગન, સિટી, જેફરીઝ, એક્સિસ, IIFL અને કોટકને ઇન્વેસ્ટમેન્ટ બેન્કર્સ તરીકે નિયુક્ત કર્યા છે.

મેનકાઇન્ડ ફાર્મા ફાર્માસ્યુટિકલ્સ ફોર્મ્યુલેશન અને કન્ઝ્યુમર હેલ્થકેર સેક્ટરમાં કામ કરે છે. કંપની તેના સંશોધન અને વિકાસ કેન્દ્રોનું વિસ્તરણ તેમજ નવા ક્ષેત્રોમાં સાહસ કરી રહી છે. કંપનીએ 2019-20માં રૂ. 141.49 કરોડ, 2020-21માં રૂ. 170.78 કરોડ અને 2021-22માં રૂ. 213.44 કરોડ સંશોધન અને વિકાસ પાછળ ખર્ચ્યા હતા. કંપનીના મેનેજમેન્ટનું માનવું છે કે 2022-23માં કંપની તેની આવકના 2.5 ટકા રિસર્ચ અને ડેવલપમેન્ટ પર ખર્ચ કરશે. કંપનીમાં લગભગ 600 વૈજ્ઞાનિકો છે જેમાંથી 40 એવા છે જેમની પાસે પીએચડીની ડિગ્રી છે. કંપનીના ત્રણ યુનિટ IMT માનેસર, ગુરુગ્રામ હરિયાણામાં હાજર છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

બિઝનેસના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">