Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LIC Whatsapp Service : LIC સાથે જોડાયેલા આ 11 કામ ઘરે બેઠા WhatsApp થી કરી શકાશે, જાણો રીત

LIC Whatsapp Service : જો તમે LIC ના પોલિસી ધારક છો, તો સૌથી પહેલા LIC ની સત્તાવાર વેબસાઇટ www.licindia.in પર ક્લિક કરો. આ પછી તમારે અહીં ન્યૂ યુઝરનો વિકલ્પ પસંદ કરવાનો રહેશે. આ પછી તમારું યુઝર આઈડી અને પાસવર્ડ નાખો અને સબમિટ કરો. આ પછી બેઝિક સર્વિસીસ પર જાઓ અને તમારી પોલિસીની તમામ વિગતો ઉમેરો.

LIC Whatsapp Service : LIC સાથે જોડાયેલા આ 11 કામ ઘરે બેઠા WhatsApp થી કરી શકાશે, જાણો રીત
LIC Whatsapp Service
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 04, 2023 | 8:49 AM

LIC Whatsapp Service : સમયની સાથે ઘણી વસ્તુઓમાં ઘણો બદલાવ આવ્યો છે. ડિજિટાઈઝેશનની સાથે સાથે ફેસબુક, ટ્વિટર, વોટ્સએપ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ ઝડપથી વધ્યો છે. આ સ્થિતિમાં આ બધા પ્લેટફોર્મના વધતા ઉપયોગ સાથે ઘણી કંપનીઓ તેમના ગ્રાહકોને તેમની સાથે કનેક્ટ કરીને મહત્તમ સુવિધાઓ પ્રદાન કરવાનો પ્રયાસ કરી રહી છે. લોકો એકબીજાને મેસેજ મોકલવા માટે WhatsAppનો ઉપયોગ કરે છે પરંતુ જો તમે ભારતીય જીવન વીમા નિગમના પોલિસી ધારક છો તો તમે LICની WhatsApp સેવાનો ઉપયોગ કરીને ઘણી સુવિધાઓનો લાભ લઈ શકો છો.

LIC Whatsapp Service શું છે ?

તાજેતરમાં LICએ તેની WhatsApp સેવા  લૉન્ચ કરી છે જેમાં તમને ઘરે બેઠા પૉલિસી સંબંધિત માહિતી તેમજ પ્રીમિયમ ચુકવણીની છેલ્લી તારીખ સહિતની ઘણી સુવિધાઓ મળે છે. જો તમે આ તમામ સુવિધાનો લાભ લેવા માંગતા હોય તો તમારે LICની WhatsApp સેવા માટે પોતાને રજીસ્ટર કરાવવું પડશે. યુઝર્સ ઓનલાઈન રજીસ્ટ્રેશન પછી જ એલઆઈસીના વોટ્સએપનો લાભ લઈ શકશે. WhatsApp સેવાનો ઉપયોગ કરવાની પ્રક્રિયા અને સેવાઓ કામને સરળ બનાવશે.

LIC  ગ્રાહકે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે

જો તમે LIC ના પોલિસી ધારક છો, તો સૌથી પહેલા LIC ની સત્તાવાર વેબસાઇટ www.licindia.in પર ક્લિક કરો. આ પછી તમારે અહીં ન્યૂ યુઝરનો વિકલ્પ પસંદ કરવાનો રહેશે. આ પછી તમારું યુઝર આઈડી અને પાસવર્ડ નાખો અને સબમિટ કરો. આ પછી બેઝિક સર્વિસીસ પર જાઓ અને તમારી પોલિસીની તમામ વિગતો ઉમેરો. આ પછી તમારી પોલિસીની વિગતો અહીં ઉમેરવામાં આવશે.

લગ્નની કંકોત્રી પર દેવી-દેવતાઓના ફોટા છાપવા યોગ્ય છે કે અયોગ્ય ? પ્રેમાનંદ મહારાજે આપ્યો સચોટ જવાબ
IPL 2025 : દિલ્હીના કેપ્ટન અક્ષર પટેલની પત્ની છે સુંદર, જુઓ ફોટો
સવારે ખાલી પેટ એક ચમચી ઘી ખાવાથી થાય છે આ 9 ચમત્કારિક ફાયદા
કોણ છે ઈશાન કિશનની રુમર્ડ ગર્લફ્રેન્ડ? ખુબસુરતીમાં હિરોઈનોને પણ આપે છે ટક્કર
વધુ પડતું જીરું ખાવાથી શું નુકસાન થાય છે?
Vastu Tips: ઘરમાં કાચબો રાખવો શુભ કે અશુભ? જાણો અહીં

LIC WhatsApp નો ઉપયોગ કેવી રીતે કરવો?

  • આ માટે સૌથી પહેલા તમારા મોબાઈલમાં LIC નો વોટ્સએપ નંબર 8976862090 સેવ કરો.
  • આ પછી આ નંબર પર Hi મોકલો.
  • આ પછી, તમે ફક્ત WhatsApp દ્વારા LICની ઘણી સેવાઓનો લાભ મેળવી શકો છો.

આ સેવાઓના લાભ

તમને વોટ્સએપ દ્વારા ઘરે બેઠા LICની 11 સેવાઓનો લાભ મળે છે. આમાં પ્રીમિયમની રકમ જાણવી, બોનસની માહિતી, પોલિસી સ્ટેટ્સ, લોન એલિજિબિલિટી, લોન રિપેમેન્ટ અંગેની માહિતી, લોનનું ચૂકવવાપાત્ર વ્યાજ, પ્રીમિયમ પેમેન્ટનું સર્ટિફિકેટ, ULIP-સ્ટેટમેન્ટ, LIC સેવા લિંક્સ, સેવાઓ પસંદ/ઓપ્ટ આઉટ WhatsApp પર વાતચીતની સુવિધાનો સમાવેશ થાય છે.

g clip-path="url(#clip0_868_265)">