Kutch : 7 લાખની લૂંટના કેસમાં ફરિયાદી જ આરોપી હોવાનો ઘટસ્ફોટ ! પોલીસે મુદ્દામાલ સહિત આરોપીની કરી ધરપકડ, જુઓ Video
અંજારના મેઘપર નજીક 7 લાખની લૂંટની ફરિયાદ નોંધાઈ હતી.ઘટના બાદ ફરિયાદીએ બે બાઈક સવારે ટુ-વ્હીલરની ડિકીમાંથી લૂંટ કર્યાની ફરિયાદ નોંધાવી હતી.ઘટના બાદ પોલીસે CCTV ફુટેજની તપાસ કરતા સમગ્ર મામલો સામે આવ્યો છે.
ગુજરાતમાં અવારનવાર ચોરી અને લૂંટની ઘટના સામે આવતી હોય છે. ત્યારે કચ્છના અંજારના મેઘપર નજીક લૂંટની ઘટના બની હતી. સમગ્ર ઘટના અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. જ્યાં પોલીસ તપાસમાં અનેક મોટા ઘટસ્ફોટ થયા છે. તપાસમાં સામે આવ્યું છે કે ફરિયાદીએ ખોટી લૂંટની ઘટના ઉપજાવી હતી. પોલીસને ગેરમાર્ગે દોરી હતી.
ફરિયાદી જ નીકળ્યો આરોપી
ઉલ્લેખનીય છે કે અંજારના મેઘપર નજીક 7 લાખની લૂંટની ફરિયાદ નોંધાઈ હતી.ઘટના બાદ ફરિયાદીએ બે બાઈક સવારે ટુ-વ્હીલરની ડિકીમાંથી લૂંટ કર્યાની ફરિયાદ નોંધાવી હતી.ઘટના બાદ પોલીસે CCTV ફુટેજની તપાસ કરતા સમગ્ર મામલો સામે આવ્યો છે.આરોપી રુપિયા લઈને લૂંટને અંજામ મળ્યાની વાર્તા ઉપજાવી હતી.પોલીસે તમામ મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે મુદ્દામાલ સાથે આરોપીની કરી ધરપકડ
અંજારના મેઘપર નજીક 7 લાખની લૂંટ થઈ હોવાની ઘટના ઉપજાવીને ફરિયાદીએ ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે પોલીસે તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરી હતી. પોલીસે CCTV ફુટેજની તપાસ કરતા ચોંકાવનારી ઘટના સામે આવી હતી. જે વ્યક્તિએ ફરિયાદ નોંધાવી હતી જે આરોપી નીકળ્યો હતો. ફરિયાદી જ આરોપી નીકળતા પોલીસે મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરી છે.