Rajkot : દિવાલની આરપાર જોઈ શકાય તેવા ચશ્મા આપવાનું કહી પડાવ્યા 70 લાખ, તાંત્રિક વિધી માટે સગીરાનું કરાવ્યું અપહરણ, જુઓ Video
અંધશ્રદ્ધા અને તાંત્રિક વિધિના નામે એક હૈયું હચમચાવી નાખે તેવી ઘટનાઓ ગુજરાતમાંથી પણ બહાર આવે છે. ત્યારે રાજકોટના વિંછીયામાં સગીરાના અપહરણ કર્યું હોવાની ઘટનામાં મોટો ખુલાસો થયો છે.
અંધશ્રદ્ધા અને તાંત્રિક વિધિના નામે એક હૈયું હચમચાવી નાખે તેવી ઘટનાઓ ગુજરાતમાંથી પણ બહાર આવે છે. ત્યારે રાજકોટના વિંછીયામાં સગીરાના અપહરણ કર્યું હોવાની ઘટનામાં મોટો ખુલાસો થયો છે. વિંછીયામાં તાંત્રિક વિધી માટે સગીરાનું અપહરણ કર્યોનો ખુલાસો થયો છે. 6 લોકોએ અપહરણ કર્યાની ફરિયાદ નોંધાઈ હતી. ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાંથી 3 આરોપીઓની શોધખોળ યથાવત છે.
6 લોકોએ અપહરણ કર્યાની નોંધાઈ હતી ફરિયાદ
વિંછીયામાં તાંત્રિક વિધીના નામે સગીરાનું અપહરણ કરના મુખ્ય આરોપી દિનેશ ચોવછીયાએ 6 લોકો સાથે ભેગા મળી અપહરણ કર્યું હતુ. દિવાલની આરપાર જોઈ શકે તેવા ચશ્મા હોવાનું કહી પૈસા પડાવ્યા હતા. જેમાં 6 લોકો પાસેથી 70 લાખ રુપિયાની છેતરપિંડી કરી હતી. ચશ્મા માટે સગીરાને તાંત્રિક પાસે લઈ જવાની વાત કરી છે. સગીરાનું અપહરણ કર્યા બાદથી મુખ્ય આરોપી અને સગીરાનો પત્તો મળ્યો નથી.
6 લોકો પાસેથી 70 લાખ રૂપિયાની કરી છેતરપિંડી
ઉલ્લેખનીય છે કે તાંત્રિકે દિવાલની આરપાર જોઈ શકાય તેવી ચશ્મા હોવાનું કહીં 70 લાખ પડાવ્યા હતા. એટલું જ નહીં તાંત્રિક વિધી કરવા માટે સગીરાનું પણ અપહરણ કરાવ્યું હતુ. જો કે પોલીસને સમગ્ર ઘટનાની જાણ થતા તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં 4 આરોપીની ધરપકડ કરવામાં આવ્યા છે. જ્યારે 3 આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે.