Breaking News : ગોંડલમાં રાજકુમાર જાટના મોત મામલે મોટો ખુલાસો, શરીર પર મારના નિશાન અને ગુદામાં 7 સેમી ઊંડો ચીરો
રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરમાંથી ગત 3 માર્ચના રોજ ગુમ થયેલા રાજકુમાર જાટ નામના યુવાનના મૃતદેહ મળ્યો હતો. જેને લઈને ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યાં છે. સમગ્ર મામલામાં મૃતક રાજકુમાર જાટનો ફોરેન્સિક રિપોર્ટ સામે આવ્યો છે.
રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરમાંથી ગત 3 માર્ચના રોજ ગુમ થયેલા રાજકુમાર જાટ નામના યુવાનના મૃતદેહ મળ્યો હતો. જેને લઈને ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યાં છે. સમગ્ર મામલામાં મૃતક રાજકુમાર જાટનો ફોરેન્સિક રિપોર્ટ સામે આવ્યો છે. ફોરેન્સિક રિપોર્ટમાં અનેક મોટા ઘટસ્ફોટ થયા છે. રાજ કુમારના શરીરમાં લાકડીથી માર માર્યા હોવાના નિશાન સામે આવ્યા છે. જ્યારે ગુદામાં 7 સેમી ઊંડો ચીરો હોવાનું પણ રિપોર્ટમાં સામે આવ્યું છે.
4-4 સેન્ટીમીટરના ઇજાના નિશાન
રાજકુમાર જાટનો PM રિપોર્ટમાં શંકા ઉપજાવે તેવા મુદ્દાઓ પણ સામે આવ્યા છે. લાકડીથી મૂઢ માર મારવામાં આવ્યો હોય તેવા નિશાન શરીર પર મળી આવ્યા છે. 4-4 સેન્ટીમીટરના ઇજાના નિશાન મળી આવ્યા છે. ઈજાના નિશાન મૃત્યુના 12 કલાક પહેલાના હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. રાજકુમાર જાટનું મોત અકસ્માતમાં મોત થયું હોવાનો અહેવાલ પ્રાપ્ત થયો હતો. ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહના ઘરે આવ્યા બાદ રાજકુમાર જાટ ગુમ થયો હોવાનું સામે આવ્યું હતુ. રાજકુમાર જાટની હત્યા કરી હોવાનો તેમના પિતાનો દાવો છે. હત્યામાં જયરાજસિંહના પુત્ર ગણેશ સામેલ હોવાનો મૃતકના પિતાનો દાવો છે.