લગ્ન કરો તો રૂપિયા 2.5 લાખનો લાભ મળી શકે છે, માત્ર આ એક શરત પૂરી કરવી પડશે!
આ સરકારી યોજના હેઠળ નવવિવાહિત યુગલને સરકાર દ્વારા આર્થિક મદદ કરવામાં આવે છે. આ યોજના લોકોની આર્થિક સ્થિતિ તેમજ સામાજિક વિચારસરણીને બદલવામાં મદદ કરે છે.
લગ્ન (marriage)એ એક એવો સંબંધ છે જેનું આપણા સમાજમાં ખૂબ સન્માન થાય છે. તે ખૂબ જ પવિત્ર બંધન માનવામાં આવે છે. બદલાતા સમયની સાથે સમાજમાં નવી વિચારસરણીએ પોતાનું સ્થાન બનાવવાનું શરૂ કર્યું છે પરંતુ આજે પણ ઘણા લોકો આંતરજાતીય લગ્ન(Inter cast marriage) વિશે તેમની જૂની વિચારસરણી સાથે જીવી રહ્યા છે. આજે પણ સમાજમાં આવા લગ્નોની સ્વીકૃતિ ઓછી છે. સરકાર દ્વારા આંતરજ્ઞાતિય લગ્નોને પ્રોત્સાહન આપવા અને લોકો વચ્ચેની જ્ઞાતિના ભેદભાવના વિચારો દૂર કરવા માટે એક યોજના ચલાવવામાં આવે છે. આ યોજનાનું નામ છે ડૉ.આંબેડકર ફાઉન્ડેશન( Dr. Ambedkar Foundation) છે.
આ સરકારી યોજના હેઠળ નવવિવાહિત યુગલને સરકાર દ્વારા આર્થિક મદદ કરવામાં આવે છે. આ યોજના લોકોની આર્થિક સ્થિતિ તેમજ સામાજિક વિચારસરણીને બદલવામાં મદદ કરે છે.
ડૉ. આંબેડકર ફાઉન્ડેશન શું છે?
તમને જણાવી દઈએ કે ડૉ. આંબેડકર ફાઉન્ડેશનની આ યોજના હેઠળ આંતરજ્ઞાતિય લગ્ન કરનારાઓને આ આર્થિક મદદ આપવામાં આવે છે. આ યોજનાને ડો. ભીમરાવ આંબેડકરનું નામ આપવામાં આવ્યું છે.
ડૉ. આંબેડકર ફાઉન્ડેશન યોજના માટે આવશ્યક પાત્રતા
- આ યોજનાનો લાભ લેવા માટે છોકરીની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને છોકરાની ઉંમર ઓછામાં ઓછી 21 વર્ષની હોવી જોઈએ.
- દંપતીમાં પૈકી એક દલિત સમુદાયનો હોવો જોઈએ અને બીજો દલિત સમુદાયની બહારનો હોવો જોઈએ.
- આ સાથે છોકરો અને છોકરીએ તેમના લગ્ન હિન્દુ મેરેજ એક્ટ 1955 હેઠળ રજીસ્ટર કરાવવાના રહેશે.
- જો બંને દલિત સમુદાયના હોય અથવા બંને દલિત સમુદાયના ન હોય તો તેમને લાભ નહીં મળી શકે.
કોને લાભ નહીં મળે
તમને જણાવી દઈએ કે આ સ્કીમનો લાભ ફક્ત એવા યુગલો જ મેળવી શકે છે જેમણે પ્રથમ વખત લગ્ન કર્યા છે. પતિ-પત્નીના પુનર્લગ્નના કિસ્સામાં તમે આ યોજનાનો લાભ લઈ શકતા નથી. નવદંપતીઓએ તેમના લગ્નની નોંધણી કરાવવી પડશે અને તેમનું લગ્નનું પ્રમાણપત્ર સબમીટ કરાવવું પડશે. પછી કપલ ડોક્ટર આંબેડકર ફાઉન્ડેશન માટે અરજી કરી શકશે . ધ્યાનમાં રાખો કે આ યોજનાનો લાભ લગ્નના એક વર્ષની અંદર મેળવી શકાય છે. તમે એક વર્ષ પછી આ યોજનાનો લાભ લઈ શકતા નથી. બદલાતા સમય સાથે વિચારસરણી માં પણ પરિવર્તન લાવવું જોઈએ તેમ છતાં આજે પણ ઘણા લોકો આંતરજાતીય લગ્ન માટે નકારાત્મ્ક વિચારશરણી ધરાવે છે. આજે પણ આ રીતે અંતરજાતીય લગ્ન ને સમાજમાં સ્વીકાર્યતા ઓછી જ મળે છે. અંતર વૈવાહિક મિલન અને લોકો વચ્ચેની જાતિ-પરજાતિના ભેદભાવ સમાપ્ત થાય તે માટે સરકાર દ્વારા આ યોજના ચલાવાઈ છે.