Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : અમદાવાદમાં બુલેટ ટ્રેન કામગીરી દરમિયાન ક્રેન તૂટી પડતા ટ્રેન વ્યવહારને ભારે અસર, અનેક ટ્રેન કેન્સલ, અનેક રિશિડ્યુઅલ કરાઇ

અમદાવાદ- મુંબઈ વચ્ચે દોડનારી હાઈ સ્પીડ બુલેટ ટ્રેનનું કામ જોર શોરથી ચાલી રહ્યું છે, ત્યારે ગઇકાલે રાત્રે અમદાવાદના વટવા હાથીજણ વિસ્તારમાં રોપડા બ્રિજ નજીક એકાએક બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન ક્રેન ધસી પડી હતી. આ ઘટનામાં કોઇ જાનહાની તો થઇ નથી. જો કે ક્રેન પડવાને કારણે ત્યાંથી જ પસાર થતી રેલવે લાઇનને અસર થઈ છે. જેમાં અપ લાઇન ચાલુ છે અને ડાઉન લાઇનમાં અસર થઈ છે.

Breaking News : અમદાવાદમાં બુલેટ ટ્રેન કામગીરી દરમિયાન ક્રેન તૂટી પડતા ટ્રેન વ્યવહારને ભારે અસર, અનેક ટ્રેન કેન્સલ, અનેક રિશિડ્યુઅલ કરાઇ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 24, 2025 | 1:56 PM

અમદાવાદ- મુંબઈ વચ્ચે દોડનારી હાઈ સ્પીડ બુલેટ ટ્રેનનું કામ જોર શોરથી ચાલી રહ્યું છે, ત્યારે ગઇકાલે રાત્રે અમદાવાદના વટવા હાથીજણ વિસ્તારમાં રોપડા બ્રિજ નજીક એકાએક બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન ક્રેન ધસી પડી હતી. આ ઘટનામાં કોઇ જાનહાની તો થઇ નથી. જો કે ક્રેન પડવાને કારણે ત્યાંથી જ પસાર થતી રેલવે લાઇનને અસર થઈ છે. જેમાં અપ લાઇન ચાલુ છે અને ડાઉન લાઇનમાં અસર થઈ છે. અમદાવાદ અપડેટ રેલ્વે વિભાગ દ્વારા હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યો છે.

ક્રેન પડવાને કારણે ત્યાંથી જ પસાર થતી રેલવે લાઇનને અસર થઈ, જેમાં અપ લાઇન ચાલુ છે અને ડાઉન લાઇનમાં અસર થઈ છે. જેને કારણે ૪ ટ્રેન કેન્સલ કરવી પડી છે, તેમજ અન્ય ટ્રેનોને રિશિડ્યુલ કરવી પડી. ક્રેન પડી જવાને કારણે હાઈટેન્શન લાઇન તૂટી જતા રેલવે વિભાગ દ્વારા વડોદરા અને કાંકરિયાથી ART (એક્સિડન્ટ રિસ્પોન્સ ટીમ) દ્વારા તાત્કાલિક અસરથી રિસ્ટોરેશન પ્રક્રિયા શરૂ કરાઈ. વહેલામાં વહેલી તકે રેલવે યાતાયાત શરૂ કરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. હાલ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અધિકારીઓ દ્વારા ક્રેન હટાવવાની કામગીરી શરૂ કરાઈ, જે પછી રેલવે વિભાગ હાઈ ટેન્શન લાઇન ઉપર કામગીરી કરીને ડાઉન લાઇન પૂર્વવત કરવાની દિશામાં કામ શરૂ કરશે.

અમદાવાદ મુંબઈ હાઈ સ્પીડ રેલની કામગીરી સમયે દુર્ઘટનામાં સેગમેન્ટ લોન્ચિંગ બાદ ક્રેન રેલ લાઇન પર પડવાને કારણે અનેક ટ્રેનો રદ થઇ છે. દુર્ઘટનાને પગલે 25 ટ્રેન કેન્સલ, 7 ટ્રેન ડાયવર્ટ કરવામાં આવી. અમદાવાદ – વટવા મેમુ બારેજડી ટ્રેન આંશિક રદ થઇ છે. અમદાવાદ-બોરીવલી ટ્રેન 19418 રદ થઇ. વટવા – વડોદરા મેમુ રદ થઇ. અનેક ટ્રેનો સમય કરતા મોડી ચાલશે. અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ રેલ 5 વાગ્યાની જગ્યાએ 9 વાગ્યે ઉપડશે. અમદાવાદ મુંબઈ ડબલ ડેકર ટ્રેન 12932 રદ થઇ છે. અમદાવાદ એકતાનગર સંપૂર્ણપણે રદ થઇ છે.

IPL 2025થી 7000 કિમી દૂર છે ગૌતમ ગંભીર
IPL ઈતિહાસમાં આ રેકોર્ડ બનાવનાર શ્રેયસ અય્યર પ્રથમ કેપ્ટન,જુઓ ફોટો
એરલાઇન કંપનીનો માલિક છે, આ અભિનેતા જુઓ ફોટો
શું બદામ સાથે અંજીર ખાય શકાય? નિષ્ણાતો પાસેથી જાણો
Vastu Tips: ભૂલથી પણ ઘરની આ દિશામાં દીવો ન રાખો, સુખ-સમૃદ્ધિ જશે!
સ્વપ્ન સંકેત: સપનામાં ક્યારેય ભૂત-પ્રેત દેખાયા છે, તે શું સંકેત આપે છે?

સંપૂર્ણપણે રદ થયેલી ટ્રેન

અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ કર્ણાવતી એક્સપ્રેસ ટ્રેન નં. 12933/12934 સંપૂર્ણપણે રદ કરવામાં આવી.

આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનો

  1. 24.03.2024 ના રોજ ટ્રેન નં. 12009 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ શતાબ્દી એક્સપ્રેસને વડોદરા સ્ટેશન પર ટૂંકા ગાળા માટે બંધ કરવામાં આવશે અને આ ટ્રેન વડોદરા-અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે.
  2. 24.03.2024 ના રોજ ટ્રેન નં. 12010 અમદાવાદ – મુંબઈ સેન્ટ્રલ શતાબ્દી એક્સપ્રેસ વડોદરા સ્ટેશનથી ટૂંક સમયમાં ઉપડશે અને આ ટ્રેન અમદાવાદ – વડોદરા વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે.

ડાયવર્ટ કરેલી ટ્રેનો

  1. 23.03.2024 ના રોજ ટ્રેન નં. 12478 શ્રી માતા વૈષ્ણોદેવી કટરા-જામનગર એક્સપ્રેસ રતલામ-ચિત્તોડગઢ-બેડાચ-ઉદયપુર સિટી-હિંમતનગર-અમદાવાદ-વિરમગામ દ્વારા ડાયવર્ટ કરેલા રૂટ દ્વારા દોડશે. 
  2. 23.03.2024 ની ટ્રેન નં. 11090 પુણે-ભગત કી કોઠી એક્સપ્રેસ વડોદરા-રતલામ-ચંદેરિયા-અજમેર-મારવાડ થઈને ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે.
  3. 23.03.2024 ની ટ્રેન નં. 15046 ઓખા-ગોરખપુર એક્સપ્રેસ અમદાવાદ-અસારવા-હિંમતનગર-ઉદયપુર-રતલામ થઈને ડાયવર્ટ રૂટ પર દોડશે.
  4. 24.03.2024 ની ટ્રેન નંબર 09417 અમદાવાદ-દાનાપુર સ્પેશિયલ અમદાવાદ-અસારવા-હિંમતનગર-ઉદયપુર-રતલામ થઈને દોડશે.

સદનસીબે આ દુર્ઘટનામાં મોટી જાનહાનિ ટળી છે. અલબત્ 2 લોકો ઈજાગ્રસ્ત થયાના સમાચાર છે. જેમને 108 મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. હાલ રેલવેની અપ સાઈડના રૂટની ટ્રેન યથાવત છે. પરંતુ, ડાઉન સાઈડના રૂટ પર રેલવે વ્યવહાર ખોરવાયો છે. દુર્ઘટના બાદ ટ્રેન પરથી પસાર થતો વીજળીનો હાઈ વોલ્ટેજ પાવર પણ બંધ કરી દેવાયો હતો. સમગ્ર મામલે ઝીણવટભરી તપાસની ખાતરી અપાઈ છે. આખરે દુર્ઘટના સર્જાઈ કેવી રીતે ? અને તેની પાછળ કોની જવાબદારી છે.. તે અંગે પણ તપાસ હાથ ધરાશે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

કાળઝાળ ગરમીમાં બસસ્ટોપ ઉપર શેડ નાખવાનું ભૂલી AMC
કાળઝાળ ગરમીમાં બસસ્ટોપ ઉપર શેડ નાખવાનું ભૂલી AMC
સત્યમ ચોકડી પાસે બની 15 લાખની લૂંટ, ઘટનાના CCTV આવ્યા સામે
સત્યમ ચોકડી પાસે બની 15 લાખની લૂંટ, ઘટનાના CCTV આવ્યા સામે
Funny Viral Video: મહિલા ચઢી છાપરે, આવી રીતે બનાવી રિલ્સ
Funny Viral Video: મહિલા ચઢી છાપરે, આવી રીતે બનાવી રિલ્સ
બગસરાના મૂંજીયાસરમાં 40 વિદ્યાર્થીએ હાથ પર માર્યા કાપા
બગસરાના મૂંજીયાસરમાં 40 વિદ્યાર્થીએ હાથ પર માર્યા કાપા
આ 4 રાશિના જાતકોની આજે વેપારમાં ધનલાભ થશે, જાણો આજનું રાશિફળ
આ 4 રાશિના જાતકોની આજે વેપારમાં ધનલાભ થશે, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં અંગ દઝાડતી ગરમીની આગાહી, જાણો તમારા જિલ્લાનું તાપમાન
ગુજરાતમાં અંગ દઝાડતી ગરમીની આગાહી, જાણો તમારા જિલ્લાનું તાપમાન
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ડિટેઈન કરેલ કારમાં લાગી આગ, જુઓ વીડિયો
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ડિટેઈન કરેલ કારમાં લાગી આગ, જુઓ વીડિયો
NEETની પરીક્ષાના રજિસ્ટ્રેશન માટે તારીખ લંબાવવાની વાલીઓની માગ
NEETની પરીક્ષાના રજિસ્ટ્રેશન માટે તારીખ લંબાવવાની વાલીઓની માગ
સ્પાઈડરમેન ચોર પોલીસના સકંજામાં, ચોરીને અંજામ આપતા દ્રશ્યો CCTVમાં થયા
સ્પાઈડરમેન ચોર પોલીસના સકંજામાં, ચોરીને અંજામ આપતા દ્રશ્યો CCTVમાં થયા
હડતાળિયા આરોગ્ય કર્મચારીઓ સામે સરકારની કડક કાર્યવાહી
હડતાળિયા આરોગ્ય કર્મચારીઓ સામે સરકારની કડક કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">