PM Narendra Modi Gujarat Visit: ગુજરાત પંચાયત મહાસંમેલનમાં PM મોદીનું સંબોધન પૂર્ણ, કહ્યું, ‘દરેક ગામડાંમાં શાળાનો જન્મ દિવસ ઉજવો, 75 ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે’
Gujarat Panchayat Mahasammelan Live Updates: ચાર રાજ્યની ચૂંટણીમાં ભાજપની શાનદાર જીત બાદ PM મોદી (PM MODI) આજથી મિશન ગુજરાત (Gujarat) પર આવી ગયા છે.તેમણે ગુજરાત પંચાયત મહાસંમેલનમાં સંબોધન કર્યું હતું. PM મોદીએ પોતાના સંબોધનમાં આઝાદીના 75 વર્ષની યાદમાં 75 વૃક્ષો વાવવા, દરેક ગામમાં 75 ખેડૂતને પ્રાકૃતિક ખેતી કરવા તેમજ દરેક ગામડાંમાં શાળાનો જન્મ દિવસ ઉજવા માટે ગામડાના લોકોને અપીલ કરી હતી.
PM Narendra Modi Gujarat Visit Live: ચાર રાજ્યની ચૂંટણીમાં ભાજપની શાનદાર જીત બાદ PM મોદી (PM MODI) આજથી મિશન ગુજરાત (Gujarat) પર આવી ગયા છે. પીએમ મોદી પોતાના બે દિવસના ગુજરાતના પ્રવાસમાં અનેકવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમની મુલાકાત, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીની કાર્યક્રમમાં હાજરી તેમજ ખેલ મહાકુંભનો (Khel Mahakumbh)પ્રારંભ કરાવવા સહિતના કાર્યક્રમ યોજાશે. વડાપ્રધાન અમદાવાદ આવી ગયા બાદ તેમના ભવ્ય રોડ શોની શરૂઆત થઈ ચુકી છે.
LIVE NEWS & UPDATES
-
ગુજરાત પંચાયત મહાસંમેલનમાં PM મોદીનું સંબોધન થયું પૂર્ણ
PM મોદીએ પોતાના સંબોધનમાં આઝાદીના 75 વર્ષની યાદમાં 75 વૃક્ષો વાવવા, દરેક ગામમાં 75 ખેડૂતને પ્રાકૃતિક ખેતી કરવા તેમજ દરેક ગામડાંમાં શાળાનો જન્મ દિવસ ઉજવા માટે ગામડાના લોકોને અપીલ કરી છે.
-
ચાર રાજ્યોમાં ફરીવાર સરકાર બની એ લોક તંત્રની તાકાત છે :PM મોદી
PM મોદીએ કહ્યું, ચાર રાજ્યોમાં ફરીવાર સરકાર બની એ લોક તંત્રની તાકાત છે. જ્યાં બીજીવાર સરકાર બનતી નહોતી ત્યાં ફરીવાર સરકાર બનાવે એ વાત પ્રજા માનસમાં ઘર કરવા લાગી છે. વિકાસ કરવો જ છે. પંચાયત રાજ વ્યવસ્થા અને ગુજરાતની તેમાં આગવી શક્તિ છે.
-
-
‘ખરપગા’ના રોગથી પશુઓ ન પીડાય તે માટે રસીકરણનું કર્યું આહ્વાન
-
આપણે નક્કી કરીએ આપણા ગામ આસપાસ બોરીબંધ બાંધીશું :PM મોદી
PM મોદીએ કહ્યું, આપણો મોટા ખર્ચ પાણી પાછળ થાય છે. આપણે બોરીબંધથી પાણી બચાવતા હતા. આપણે નક્કી કરીએ આપણા ગામ આસપાસ બોરીબંધ બાંધીશું અને પાણી રોકીશું. ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં આ સંકલ્પ પુરો કરીશું.
-
75 ખેડૂતો નક્કી કરે કે આ વર્ષથી પ્રાકૃતિક ખેતી શરૂ કરે :PM મોદી
PM મોદીએ કહ્યું, ગામ આખું ભેગું થઈને નક્કી કરે આઝાદીના 75 વર્ષે ગામમાં એક જગ્યા શોધીને ત્યાં 75 ઝાડ વાવીએ. 75 ખેડૂતો નક્કી કરે કે આ વર્ષથી પ્રાકૃતિક ખેતી શરૂ કરશે. એક તસુભર પણ કેમિકલ નાંખીશું નહીં. આ ધરતી આપણી માતા છે એ માતાને ઝેર પીવડાવી પીવડાવીને આપણે દુઃખી કરી રહ્યા છીએ.
-
-
દરેક ગામડાંમાં શાળાનો જન્મ દિવસ ઉજવો, આઝાદીના 75 વર્ષ નિમિત્તે ગામમાં 75 ઝાડ વાવજો :PM મોદી
PM મોદીએ નવા ચૂંટાયેલા પંચાયતના પ્રતિનિધિઓ પાસેથી વચન માંગતા કહ્યું, ‘હું કહું એવા નાના નાના કામ કરશો? દર વર્ષે શાળાનો જન્મ દિવસ ઉજવો. શાળા શિક્ષકોની નથી, શાળા આપણા ગ્રામની પ્રાણશક્તિ છે. આઝાદીના અમૃતોત્સવ અંતર્ગત ઓગસ્ટ 2023 સુધીમાં 75 પ્રભાત ફેરી કરીએ.’
-
ગુજરાતની પંચાયત વ્યવસ્થામાં પુરૂષો કરતા મહિલાઓનું વધુ પ્રતિનિધિત્વ :PM મોદી
PM મોદીએ કહ્યું, ‘અહીં મોટા ભાગે બહેનો છે અને ગુજરાતનું સદભાગ્ય છે કે ગુજરાતની પંચાયત વ્યવસ્થામાં પુરૂષો કરતા મહિલા વધુ પ્રતિનિધિત્વ કરી રહી છે.’
-
કોરોનાને ગામડાંમાં પહોંચ પહોંચતા મોંમાં ફીણ આવી ગયા :PM મોદી
પંચાયત મહાસંમેલનમાં સંબોધન આપતા PM મોદી બોલ્યા, ‘આટલી મોટી મહામારી, આખી દુનિયાને ચિંતામાં મુકી દીધી એ કોરોનાને ગામડાંમાં પહોંચ પહોંચતા મોંમાં ફીણ આવી ગયા. કોરોનાના કાળખંડમાં અદભૂત વ્યવસ્થા વિકસાવી અને ગામડાંમાં મહામારીને પ્રવેશતી રોકી રાખવામાં ખૂબ કામ કર્યું.’
-
ગુજરાત પંચાયત મહાસંમેલનમાં PM મોદીનું સંબોધન શરૂ
ગુજરાત પંચાયત મહાસંમેલનમાં સંબોધન આપતા PM મોદી બોલ્યા, ‘તંત્રના મૂળ મજબૂત કરતા પંચાયતી રાજના બંધુ ભગિનિને આદર પૂર્વક નમસ્કાર. આ બાપુની ધરતી છે, આ સરદાર વલ્લભભાઈ પટેલની ધરતી છે.’
-
આવકના દાખલાઓ ત્રણ વર્ષ માટે માન્ય ગણવાનો નિર્ણય
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પોતાના સંબોધનમાં કહ્યું કે, આવકના દાખલા હવે ત્રણ વર્ષ માટે માન્ય ગણવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. બજેટમાં 4000 ગામોમાં ફ્રી વાઇફાઇ સેવા આપવાનો નિર્ણય લીધો છે. સાથે જ આવશ્યક ન હોય એવી સેવામાં એફિડેવિટમાંથી મુક્તિ પણ આપવામાં આવી છે.
-
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનું સંબોધન શરૂ
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, ગુજરાત માટે આજનો દિવસ અવસરથી સમાન છે. વડાપ્રધાને ગામડાઓની ગ્રાન્ટમાં ધરખમ વધારો કર્યો છે. હું સરપંચો વતી તમારો આભાર વ્યક્ત કરું છું.
-
PM મોદી થોડી વારમાં જ પંચાયત મહાસંમેલનમાં કરશે સંબોધન
GMDC ગ્રાઉન્ડમાં સરપંચો, કાર્યકરો અને લોકોની ભારે ભીડ ઉમટી છે. ત્યારે PM મોદી થોડી જ વારમાં સંબોધન કરવા જઈ રહ્યા છે.
-
PM મોદી પહોંચ્યા GMDC ગ્રાઉન્ડ
ગુજરાત પંચાયત મહાસંમેલનમાં PM મોદી ટૂંક સમયમાં સંબોધન કરશે.
-
PM મોદીએ કમલમ ખાતે તૈયાર કરાયેલી રંગોળી નીહાળી
માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીએ પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ્ ખાતે તેમની પ્રતિકૃતિ સ્વરૂપે તૈયાર કરેલી રંગોળી નિહાળી. pic.twitter.com/RMW4OBcStw
— BJP Gujarat (@BJP4Gujarat) March 11, 2022
-
PM મોદીએ કમલમમાં ભાજપ અગ્રણી અને કાર્યકર્તા સાથે મુલાકાત બાદ કર્યું ટ્વીટ
ગુજરાત પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે @BJP4Gujarat ના આગેવાનો તથા કાર્યકર્તાઓને મળવાનું થયું. ભાજપ સંગઠનના માધ્યમથી કેવી રીતે વધુ અસરકારક રીતે લોકોની સેવા કરી શકાય અને રાષ્ટ્રીય વિકાસમાં યોગદાન આપી શકાય તેની ચર્ચા કરી. pic.twitter.com/gtiMwk53GX
— Narendra Modi (@narendramodi) March 11, 2022
-
થોડીવારમાં GMDC ગ્રાઉન્ડ પહોંચશે PM મોદી
પંચાયત સંમેલનમાં હાજર રહેનારા લાખો લોકો કેસરી કલરની ટોપી પહેરીને ઉપસ્થિત થયા છે.‘મારુ ગામ, મારુ ગુજરાત’ થીમ પર સરપંચ સંમેલન યોજાયું છે.
-
રાજભવનથી PM મોદીનો કાફલો GMDC ગ્રાઉન્ડ જવા રવાના
વડાપ્રધાન મોદી ગુજરાત પંચાયત મહાસંમેલનમાં સંબોધન માટે રાજભવનથી રવાના થયા છે. ટૂંક સમયમાં તેઓ GMDC ગ્રાઉન્ડ પહોંચશે.
-
રોડ-શોમાં આકર્ષણનું કેન્દ્ર બની ‘ભગવા ટોપી’
વડાપ્રધાન મોદીના રોડ શોમાં ભાજપની કેસરી કલરની ટોપી સૌના આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ કેસરી કલરની ટોપીમાં ભાજપ લખેલું છે. પંચાયત સંમેલનમાં હાજર રહેનારા લાખો લોકો આ કેસરી કલરની ટોપી પહેરીને ઉપસ્થિત થયા છે.
-
‘મારુ ગામ, મારુ ગુજરાત’ થીમ પર સરપંચ સંમેલન
Pm મોદી ગુજરાત પંચાયત મહાસંમેલનમાં સંબોધન કરવા જઈ રહ્યા છે. સરપંચો સહિત 1.50 લાખ કાર્યકરોને માર્ગદર્શન આપશે. ‘મારુ ગામ, મારુ ગુજરાત’ થીમ પર સરપંચ સંમેલન યોજાયું છે.
-
કમલમમાં PM મોદીએ 40 મિનિટ સુધી ભાજપ નેતાઓને માર્ગદર્શન આપ્યું
કમલમ પહોંચેલા પીએમ મોદીનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના સાંસદો, ધારાસભ્યો અને પ્રદેશના આગેવાનો સાથે ચર્ચા-વિચારણા કરી હતી.
-
થોડીવારમાં PM મોદી પહોંચશે GMDC ગ્રાઉંડ
થોડીવારમાં PM મોદી સરપંચો તેમજ લાખો કાર્યકરોને માર્ગદર્શન આપવા GMDC ગ્રાઉંડ પહોંચશે.
-
PM Narendra Modi Gujarat Visit Live: કમલમ પહોચ્યા PM Narendra Modi , રોડ શોમાં મોટી સંખ્યામાં ભાજપનાં કાર્યકરોની હાજરી
PM Narendra Modi Gujarat Visit Live: કમલમ પહોચ્યા PM Narendra Modi , રોડ શોમાં મોટી સંખ્યામાં ભાજપનાં કાર્યકરોની હાજરી
-
PM Narendra Modi Gujarat Visit Live: ગાંધીનગર રાજભવન ખાતે સોમનાથ ટ્રસ્ટની બેઠક મળશે, સોમનાથ મંદિરના વિકાસ કાર્યોની થશે
PM Narendra Modi Gujarat Visit Live: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) આજથી બે દિવસ ગુજરાત પ્રવાસે (Gujarat Visit) છે અને તેઓં એરપોર્ટથી સીધા ગાંધીનગર કમલમ ખાતે જવાના છે. આ સિવાય ગાંધીનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં રાજભવન ખાતે સોમનાથ ટ્રસ્ટની બેઠક (Meeting of Somnath Trust) પણ મળશે. અમિત શાહ પણ આ બેઠકમાં હાજરી આપશે. બેઠકમાં સોમનાથ મંદિરના વિકાસ કાર્યો અંગે ચર્ચા થશે.
આજે સાંજે 6 કલાકે ગાંધીનગર રાજભવન ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સોમનાથ ટ્રસ્ટની ટ્રસ્ટી મંડળની બેઠક મળશે. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ , પી.કે. લહેરી, હર્ષવર્ધન નીવેટીયા અને પ્રો. જે. ડી. પરમાર સહિતના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહેશે. આ બેઠકમાં સોમનાથ મંદિરના વિકાસ કાર્યોની સમીક્ષા કરવામાં આવશે. સાથે જ બેઠકમાં સોમનાથ તિર્થના આગામી આયોજનો વિશે પણ ચર્ચા કરવામાં આવશે.
-
PM Narendra Modi Gujarat Visit Live: પીએમ મોદીની મુલાકાતને લઇને આજે ટ્રાફિક રુટમાં કરાયો ફેરફાર, ટ્રાફિક વિભાગે આ વૈકલ્પિક માર્ગ જાહેર કર્યા
PM Narendra Modi Gujarat Visit Live: વડાપ્રધાન મોદીની સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનના રાખીને અમુક રોડ અને વિસ્તારો નિયત સમયગાળા દરમિયાન બંધ રાખીને વૈકલ્પિક માર્ગ સૂચવવામાં આવ્યા છે. જે મુજબ 11 તારીખે બપોરે 12 વાગ્યાથી ટ્રાફિકના પ્રતિબંધ લાગુ પડી જશે અને જીએમડીસી ગ્રાઉન્ડ ખાતેનો કાર્યક્રમ પૂર્ણ ના થાય ત્યાં સુધી રૂટ પર પ્રતિબંધ લાગુ રહેશે.
-
PM Narendra Modi Gujarat Visit Live: PM મોદીનો મેગા રોડ શો, એરપોર્ટથી કમલમ સુધીના રોડ શોમાં 4 લાખથી વધુ લોકો ઉમટ્યા, કેસરી ટોપીમાં સજ્જ કાર્યકરોએ PM મોદીને દિલથી આવકાર્યા
PM Narendra Modi Gujarat Visit Live: PM મોદીનો મેગા રોડ શો, એરપોર્ટથી કમલમ સુધીના રોડ શોમાં 4 લાખથી વધુ લોકો ઉમટ્યા, કેસરી ટોપીમાં સજ્જ કાર્યકરોએ PM મોદીને દિલથી આવકાર્યા
-
PM Narendra Modi Gujarat Visit Live: વડાપ્રધાનનો રોડ શો પહોચ્યો કોબા સર્કલ , ટૂંક સમયમાં પહોચશે કમલમ
PM Narendra Modi Gujarat Visit Live: લાખો કાર્યકર્તાઓનું અભિવાદન ઝીલતા વડાપ્રધાનનો રોડ શો કમલમ તરફ આગળ વધી રહ્યો છે. હાલમાં રોડ શો કોબા સર્કલ સુધી પહોચી ચુક્યો છે.
-
PM Narendra Modi Gujarat Visit Live: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવા એરપોર્ટ પહોચ્યા હતા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ
PM Narendra Modi Gujarat Visit Live: વડાપ્રધાન નરેન્દ્ર મોદી એરપોર્ટ પહોચ્યા ત્યારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સ્વાગત માટે પહોચ્યા હતા
-
PM Narendra Modi Gujarat Visit Live: અમદાવાદ એરપોર્ટ પરથી PM મોદીનો મેગા રોડ શો શરૂ, 10 કિમી લાંબા રોડ શોમાં લાખો કાર્યકરોનું અભિવાદન ઝીલતા PM મોદી
PM Narendra Modi Gujarat Visit Live: અમદાવાદ એરપોર્ટ પરથી PM મોદીનો મેગા રોડ શો શરૂ થઈ ચુક્યો છે અને 10 કિમી લાંબા રોડ શોમાં લાખો કાર્યકરોનું અભિવાદન ઝીલતા PM મોદીની તસવીરો હવે સામે આવવા લાગી છે કે જેમાં તેમનો ઉત્સાહ સભર તેમજ માદરે વતનમાં આવ્યાનો ઉત્સાહ જ કઈ અલગ જોવા મળતો હતો.
PM મોદીના આગમન પહેલા ભગવા રંગે રંગાયું કમલમ, કમળથી કરાયો શણગાર તો મોદીમય બન્યા ભાજપના કાર્યકરો..
-
PM Narendra Modi Gujarat Visit Live: વડાપ્રધાનનાં રોડ શો વચ્ચે જોવા મળી વિવિધતા, જુઓ ફોટો
PM Narendra Modi Gujarat Visit Live: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં રોડ શો વચ્ચે ઘણી વિવિધતા જોવા મળી
વડાપ્રધાનની આબેહુબ પ્રતિકૃતિ બનાવવામાં આવી
ઝુકતી હે દુનિયા ઝુકાને વાલા ચાહિયેનાં બેનર પણ જોવા મળ્યા હતા
-
PM Narendra Modi Gujarat Visit Live: PM Modi નાં રોડ શોનો પ્રારંભ , મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
PM Narendra Modi Gujarat Visit Live: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં રોડ શોની શરૂઆત થઈ ચુકી છે. મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે.
-
PM Narendra Modi Gujarat Visit Live: મિશન ગુજરાત પર મોદી, યુપીમાં પ્રચંડ જીત બાદ હવે ગુજરાતમાં શંખનાદ, PM નરેન્દ્ર મોદી પહોચ્યા અમદાવાદ એરપોર્ટ , રોડ શોની શરૂઆત,
PM Narendra Modi Gujarat Visit Live: મિશન ગુજરાત પર મોદી ! યુપીમાં પ્રચંડ જીત બાદ હવે ગુજરાતમાં શંખનાદ, PM નરેન્દ્ર મોદી પહોચ્યા અમદાવાદ એરપોર્ટ , રોડ શોની શરૂઆત
-
PM Narendra Modi Gujarat Visit Live: એરપોર્ટ થી કમલમ સુધી વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો
PM Narendra Modi Gujarat Visit Live: એરપોર્ટથી કમલમ સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો યોજાવા જઈ રહ્યો છે. વડાપ્રધાનનું આગમન એરપોર્ટ પર થઈ ચુક્યુ છે. એરપોર્ટ સર્કલ પર વડાપ્રધાન સ્વાગત કરવામાં આવશે ત્યાર બાદ પી.એમ સ્વાગત માટે સ્ટેજ પર યુક્રેનથી પરત આવેલ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેશે. વહેલી સવારથીજ વડાપ્રધાનનાં સ્વાગત માટે મોટી સંખ્યામા લોકો ઉમટી પડ્યા છે.
-
PM Narendra Modi Gujarat Visit Live: વડાપ્રધાન પહોચ્યા અમદાવાદ એરપોર્ટ પર, રસ્તામાં સ્વાગત માટે થનગનાટ
PM Narendra Modi Gujarat Visit Live: એરપોર્ટથી કમલમ સુધીના રસ્તા પર મયૂર ડાન્સ, કુચીપુડી, ભારત નાટ્યમ જેવી પ્રસ્તુતિથી વડાપ્રધાનનું સ્વાગત કરવા માટેનો થનગનાટ જોવા મળી રહ્યો છે. 4 લાખ લોકો સ્વાગત માટે પહોચે તેવી શક્યતા બતાવવામાં આવી રહી છે.
-
PM Narendra Modi Gujarat Visit Live: PM મોદી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા
PM Narendra Modi Gujarat Visit Live: PM મોદી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા
-
PM Narendra Modi Gujarat Visit Live: વડાપ્રધાન મોદીનાં આગમનનાં પગલે વિવિધ રૂટોમાં ફેરફાર
PM Narendra Modi Gujarat Visit Live: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે છે. અમદાવાદમાં(Ahmedabad) વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi) જીએમડીસી ગ્રાઉન્ડમાં સરપંચ સંમેલન અને 12 માર્ચના રોજ નવરંગપુરા સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે ખેલ મહાકુંભના હાજરી આપવાના છે. જેના પલગે શહેર ટ્રાફિફ પોલીસે ટ્રાફિક રુટમાં બદલાવ કર્યો છે. આ ટ્રાફિક વ્યવસ્થાને લઇને જાહેરનામું (Traffic Managment) પણ બહાર પાડવામાં આવ્યું છે.
-
PM Narendra Modi Gujarat Visit Live: સાંજે 4 કલાકે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અમદાવાદ પહોંચશે
PM Narendra Modi Gujarat Visit Live: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજ સાંજથી ગુજરાતની મુલાકાતે છે.. સાંજે 4 કલાકે અમદાવાદ એરપોર્ટ પર તેઓનું આગમન થશે.. જ્યાંથી તેઓ રાજભવન જશે..સાંજે 6 કલાકે રાજભવનમાં મળનારી સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં ભાગ લેશે.. ત્યારબાદ આવતીકાલે રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટીના લોકાર્પણ અને પદવીદાન સમારોહમાં હાજર રહેશે.. આવતીકાલે તેઓ કોચરબ આશ્રમની મુલાકાત લેશે.. કોચરબ આશ્રમથી તેઓ સાયકલ રેલીને પ્રસ્થાન કરાવશે.. તેઓ કાલે રાત્રે જ દિલ્લી જવા રવાના થશે.
-
PM Narendra Modi Gujarat Visit Live: કમલમ પર કાર્યકર્તાઓ અને નેતાઓના આગમનની શરૂઆત
PM Narendra Modi Gujarat Visit Live: કમલમ પર કાર્યકર્તાઓ અને નેતાઓ ના આગમનની શરૂઆત થઈ ચુકી છે. કાર્યક્રમની શરૂઆત શંખનાદ દ્વારા કરવામાં આવશે. વડાપ્રધાન ખુદ આ બેઠક લેશે કે જેમાં 432 પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે.
-
PM Narendra Modi Gujarat Visit Live: PM Modi, RSSની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાની બેઠકમાં હાજરી આપી શકે છે
PM Narendra Modi Gujarat Visit Live: અમદાવાદ ખાતે RSSની અખિલ ભારતીય પ્રતિનિધિ સભા યોજાશે. પીરાણા આશ્રમ ખાતે આજથી 13 માર્ચ એમ ત્રિદિવસીય સભાનું (three-day meeting)આયોજન કરવામાં આવ્યું છે. જેમાં RSSના સર સંઘચાલક મોહન ભાગવત (Mohan Bhagwat)સહિત દત્તાત્રેય હૉસબોલે અને અખિલ ભારતીય કાર્યકારિણી મંડળ હાજર રહેશે. 5 રાજ્યની ચૂંટણીના પરિણામ બાદ અમદાવાદના પીરાણા આશ્રમમાં આ બેઠક યોજાવાની હોવાથી તેને મહત્વની માનવામાં આવી રહી છે. આ બેઠકમાં ચૂંટણી પરિણામ પર ચર્ચા થઈ શકે છે, તો 11થી 12 માર્ચ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાત પ્રવાસે છે. ત્યારે પીએમ મોદી પણ આ બેઠકમાં સંઘ પ્રમુખ સાથે મુલાકાત કરે તેવી સંભાવના છે.
-
PM Narendra Modi Gujarat Visit Live: ઉત્તરપ્રદેશ સહિત ચાર રાજ્યોની ચૂંટણીમાં ભાજપના ભવ્ય વિજયની શાનદાર ઉજવણી વચ્ચે આજથી બે દિવસના પ્રવાસે વડાપ્રધાન મોદી
PM Narendra Modi Gujarat Visit Live: PM મોદીના આગમનને તમામ તૈયારીઓ ભાજપ દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે…વહેલી સવારે 10 કલાકે વડાપ્રધાન મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન થશે…જ્યાં ગુજરાતના ભાજપના અગ્રણી નેતાઓ તેમનું સ્વાગત કરશે…ત્યારબાદ સવારે 10.15 કલાકે અમદાવાદ એરપોર્ટથી તેમનો રોડ-શો ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ સુધી યોજાશે…આ એક કલાકના રોડ શો દરમિયાન ગુજરાત જુદા-જુદા સમાજના અગ્રણીઓ તેમનું સ્વાગત અને સન્માન કરશે…વડાપ્રધાનના આ રોડ-શોમાં 4 લાખ લોકો અભિવાદન માટે રસ્તાની બાજુએ હાજર રહેશે..કમલમમાં ભાજપના 430 આમંત્રિતોને ફક્ત ડિજિટલ કિયોસ્કથી જ એન્ટ્રી મળશે..કડક સુરક્ષાના કારણે આમંત્રિત ધારાસભ્યો, સાંસદો અને હોદ્દેદારો સિવાય કોઈને એન્ટ્રી નહીં મળે..
-
PM Narendra Modi Gujarat Visit Live: સોમનાથ ટ્રસ્ટની છેલ્લા એક વર્ષથી માત્ર વર્ચ્યુઅલ બેઠક યોજાતી હતી.
PM Narendra Modi Gujarat Visit Live: રાજ્યના પૂર્વ મુખ્ય પ્રધાન કેશુભાઈ પટેલનું અવસાન થતાં તેમની જગ્યા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સોમનાથ ટ્રસ્ટના ચેરમેન તરીકે વરણી કરવામાં આવી હતી. પૂર્વ મુખ્ય પ્રધાન કેશુભાઈ પટેલના અવસાન બાદ સોમનાથ ટ્રસ્ટની રુબરુમાં બેઠક મળી શકતી નહતી. સોમનાથ ટ્રસ્ટની છેલ્લા એક વર્ષથી માત્ર વર્ચ્યુઅલ બેઠક યોજાતી હતી. પરંતુ આજે ગાંધીનગર ખાતે PM મોદીની અધ્યક્ષતામાં સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળની બેઠક મળવા જઇ રહી છે. જેમાં વિકાસના વિવિધ કામોને મંજૂરીની આખરી મહોર મારવામાં આવે તેવી શક્યતા પણ છે. તો આ બેઠકમાં સોમનાથ ટ્રસ્ટમાં ત્રણ ટ્રસ્ટીઓની ખાલી પડેલી જગ્યા પર નિમણૂક કરવાની શક્યતા રહેલી છે તેમજ મંદિર પરિસરની આસપાસના વિસ્તારમાં ભક્તો માટે કોરિડોર રૂપ નવનિર્મિત કામોને પણ ચોક્કસ મંજૂરી મળી શકે છે.
-
PM Narendra Modi Gujarat Visit Live: ગાંધીનગર રાજભવન ખાતે સોમનાથ ટ્રસ્ટની બેઠક મળશે, સોમનાથ મંદિરના વિકાસ કાર્યોની થશે
PM Narendra Modi Gujarat Visit Live: સાંજે 6 કલાકે ગાંધીનગર રાજભવન ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સોમનાથ ટ્રસ્ટની ટ્રસ્ટી મંડળની બેઠક મળશે. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ , પી.કે. લહેરી, હર્ષવર્ધન નીવેટીયા અને પ્રો. જે. ડી. પરમાર સહિતના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહેશે. આ બેઠકમાં સોમનાથ મંદિરના વિકાસ કાર્યોની સમીક્ષા કરવામાં આવશે. સાથે જ બેઠકમાં સોમનાથ તિર્થના આગામી આયોજનો વિશે પણ ચર્ચા કરવામાં આવશે.
-
PM Narendra Modi Gujarat Visit Live: PM Modi ના બે દિવસ પ્રવાસની વિગતો
PM Narendra Modi Gujarat Visit Live: વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસનાં ગુજરાતનાં પ્રવાસે છે ત્યારે તેમનો કાર્યક્રમ આ પ્રમાણેનો રહેશે
11 માર્ચ-શુક્રવાર
સવારે 10 વાગે- અમદાવાદ એરપોર્ટ પર આગમન
સવારે 10.15 વાગે- એરપોર્ટથી રોડ-શૉ શરૂ
સવારે 11.15 વાગે-કોબા કમલમ્ ખાતે આગમન
બપોરે 1 વાગે- ભાજપ કાર્યાલય ખાતે બેઠક
સાંજે 4 વાગે- અમદાવાદ-GMDC ખાતે પંચાયત મહાસંમેલન
સાંજે 6 વાગે- રાજભવન પરત, રાત્રિ રોકાણ
12 માર્ચ-શનિવાર
સવારે 11 વાગે- રક્ષાશક્તિ યુનિવર્સિટી કેમ્પસ થાચે આગમન, દહેગામ
સવારે 11.15 વાગે- રક્ષાશક્તિ યુનિવર્સિટીના નવા સંકુલનું લોકાર્પણ- પદવીદાન સમારોહ
બપોરે 1 વાગે- રાજભવન પરત
સાંજે 6 વાગે- અમદાવાદ, નવરંગપુરા સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે 11માં ખેલ મહાકુંભનું ઉદ્ધઘાટન
રાત્રે 8 વાગે- સ્ટેડિયમથી એરપોર્ટ રવાના
રાત્રે 8.30 વાગે- અમદાવાદથી નવી દિલ્હી વિશેષ વિમાન મારફતે રવાના
-
PM Narendra Modi Gujarat Visit Live: PM Narendrai Modi એ ગુજરાત પ્રવાસે નિકળતા જ કર્યુ ટ્વિટ
PM Narendra Modi Gujarat Visit Live: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને પોતે ગુજરાત આવવા માટે નિકળી ગયા છે તે જણાવ્યુ હતું.
Leaving for Gujarat, where I will be attending various programmes today and tomorrow. At 4 PM today, will address a Panchayat Mahasammelan, where several representatives from Panchayati Raj institutions will attend. https://t.co/myLysd2ej3
— Narendra Modi (@narendramodi) March 11, 2022
-
PM Narendra Modi Gujarat Visit Live: PMના ભવ્ય સ્વાગતની તૈયારી, વડાપ્રધાન મોદીનો મેગા રોડ શો
PM Narendra Modi Gujarat Visit Live:PMના આગમનની ભવ્ય તૈયારી કરવામાં આવી છે.
સવારે 10 કલાકે થશે આગમન એરપોર્ટ પર કરાશે ભવ્ય સ્વાગત PMના ભવ્ય સ્વાગતની તૈયારી વડાપ્રધાન મોદીનો મેગા રોડ શો એરપોર્ટથી કમલમ્ સુધી રોડ શો 4 લાખ લોકો આવકારશે PMને GMDCમાં પંચાયત મહાસંમેલન મહાસંમેલનમાં PM રહેશે હાજર
-
PM Narendra Modi Gujarat Visit Live: PM મોદીના આગમનને તમામ તૈયારીઓ ભાજપ દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી
PM Narendra Modi Gujarat Visit Live: વહેલી સવારે 10 કલાકે વડાપ્રધાન મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન થશે જ્યાં ગુજરાતના ભાજપના અગ્રણી નેતાઓ તેમનું સ્વાગત કરશે ત્યારબાદ સવારે 10.15 કલાકે અમદાવાદ એરપોર્ટથી તેમનો રોડ-શો ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ સુધી યોજાશે. આ એક કલાકના રોડ શો દરમિયાન ગુજરાત જુદા-જુદા સમાજના અગ્રણીઓ તેમનું સ્વાગત અને સન્માન કરશે. વડાપ્રધાનના આ રોડ-શોમાં 4 લાખ લોકો અભિવાદન માટે રસ્તાની બાજુએ હાજર રહેશે. કમલમમાં ભાજપના 430 આમંત્રિતોને ફક્ત ડિજિટલ કિયોસ્કથી જ એન્ટ્રી મળશે. કડક સુરક્ષાના કારણે આમંત્રિત ધારાસભ્યો, સાંસદો અને હોદ્દેદારો સિવાય કોઈને એન્ટ્રી નહીં મળે.કોરોના પછી PM મોદીનો આ સૌથી મોટો કાર્યક્રમ છે. વડાપ્રધાનના આગમનને લઈને ગાંધીનગર અને અમદાવાદમાં વડાપ્રધાન જવાના રૂટ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
-
PM Narendra Modi Gujarat Visit Live: નવરંગપુરા ખાતે આવેલા સરદાર પટેલ સ્ટેડિયમમાં ખેલ મહાકુંભનો શુભારંભ થશે, 46 લાખ લોકોનું રજીસ્ટ્રેશન
PM Narendra Modi Gujarat Visit Live: નવરંગપુરા ખાતે આવેલા સરદાર પટેલ સ્ટેડિયમમાં ખેલ મહાકુંભનો શુભારંભ વડાપ્રધાન કરાવશે. સરદાર પટેલ સ્ટેડિયમમાં 1100 કલાકારો સાથે ભવ્ય લાઈટિંગનો કાર્યક્રમ થશે. માત્ર ખેલાડીઓ જ નહીં સ્પોર્ટ્સ સાથે સંકળાયેલા લોકો પણ તેમાં હાજર રહેશે. ખેલ મહાકુંભ રાજ્યમાં 500થી વધુ જગ્યાએ યોજાશે. 46 લાખથી વધુ લોકોએ ખેલ મહાકુંભમાં રજિસ્ટ્રેશન કર્યું છે.
-
PM Narendra Modi Gujarat Visit Live: વડાપ્રધાન મોદી પ્રવાસનાં બીજા દિવસે સરદાર પટેલ સ્ટેડિયમમાં ખેલ મહાકુંભનો શુભારંભ કરાવશે
PM Narendra Modi Gujarat Visit Live: 12 માર્ચે વડાપ્રધાન સાંજે 6.30 કલાકે રાજભવનથી નીકળીને અમદાવાદ નવરંગપુરા ખાતે આવેલા સરદાર પટેલ સ્ટેડિયમમાં ખેલ મહાકુંભનો શુભારંભ કરાવશે. જેના હોર્ડિંગ અમદાવાદમાં લગાવવામાં આવ્યા છે. તો એરપોર્ટથી કમલમ સુધીના રૂટ પર અનેક સ્ટેજ બનાવવામાં આવ્યાં છે. સ્ટેજ પર દેશના અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમોની ઝાંખી જોવા મળશે. સરદાર પટેલ સ્ટેડિયમમાં 1100 કલાકારો સાથે ભવ્ય લાઈટિંગનો કાર્યક્રમ થશે
-
PM Narendra Modi Gujarat Visit Live: વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિવિધ કાર્યક્રમમાં આપશે હાજરી
PM Narendra Modi Gujarat Visit Live: વડાપ્રધાન મોદી પ્રવાસના બીજા દિવસે એટલે 12 માર્ચે ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. તેમના કાર્યક્રમની વાત કરીએ તો ગાંધીનગરમાં રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીની કાર્યક્રમમાં હાજર રહેશે. જ્યાં યુનિવર્સિટીના નવા સંકુલનું લોકાર્પણ કરશે. તેઓ અહીં પદવીદાન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. ત્યારબાદ તેઓ બપોરે 1 કલાકે રાજભવન પરત ફરશે.
-
PM Narendra Modi Gujarat Visit Live: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મેગા રોડ શો
PM Narendra Modi Gujarat Visit Live: વડાપ્રધાનના રોડ-શોમાં 4 લાખ લોકો અભિવાદન માટે રસ્તાની બાજુએ હાજર રહેશે. કોરોના પછી PM મોદીનો આ સૌથી મોટો કાર્યક્રમ છે. વડાપ્રધાનના આગમનને લઈને ગાંધીનગર અને અમદાવાદમાં વડાપ્રધાન જવાના રૂટ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
-
PM Narendra Modi Gujarat Visit Live: સવારે 10 કલાકે વડાપ્રધાન મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન
PM Narendra Modi Gujarat Visit Live: આજથી બે દિવસના પ્રવાસે વડાપ્રધાન મોદી આવી રહ્યા છે. PM મોદીના આગમનને તમામ તૈયારીઓ ભાજપ દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે. વહેલી સવારે 10 કલાકે વડાપ્રધાન મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન થશે. જ્યાં ગુજરાતના ભાજપના અગ્રણી નેતાઓ તેમનું સ્વાગત કરશે. ત્યારબાદ સવારે 10.15 કલાકે અમદાવાદ એરપોર્ટથી તેમનો રોડ-શો ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ સુધી યોજાશે. આ એક કલાકના રોડ શો દરમિયાન ગુજરાત જુદા-જુદા સમાજના અગ્રણીઓ તેમનું સ્વાગત અને સન્માન કરશે.
Published On - Mar 11,2022 9:22 AM