RBI Alert : તમારી એક ભૂલ Bank Account ખાલી કરી શકે છે ! જાણો કઈ રીતે છેતરપિંડીથી બચી શકાય

કેન્દ્રીય બેંકે ચેતવણી આપી છે કે જો કોઈ તમને ખાતાની વિગતો, લોગિન આઈડી, કાર્ડની વિગતો, પિન, ઓટીપી જેવી ખાનગી અને વ્યક્તિગત માહિતી શેર કરવા કહે તો તરત જ સાવચેત થઇ જાઓ.

RBI Alert : તમારી એક ભૂલ Bank Account ખાલી કરી શકે છે ! જાણો કઈ રીતે છેતરપિંડીથી બચી શકાય
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 14, 2021 | 9:15 AM

ભારતીય રિઝર્વ બેંક (RBI) એ બેંક ગ્રાહકોને છેતરપિંડી કરનારાઓથી સાવધ(RBI Alert) રહેવાની ચેતવણી આપી છે. RBIએ કહ્યું કે અત્યારે KYC અપડેટ કરવાના નામે ઘણી છેતરપિંડી ચાલી રહી છે. કેન્દ્રીય બેંકનું કહેવું છે કે જો તમે તમારી વ્યક્તિગત અને ગોપનીય માહિતી હેકરોને આપો છો, તો તમારું બેંક ખાતું કોઈપણ સમયે ખાલી થઈ શકે છે. RBIએ કહ્યું કે કેવાયસી અપડેશનના નામે છેતરપિંડીની ફરિયાદો તાજેતરના સમયમાં ઝડપથી વધી છે. આ માટે હેકરો પહેલા ગ્રાહકોને કોલ, એસએમએસ અથવા ઈ-મેલ્સ દ્વારા કેવાયસી અપડેટ કરવા કહે છે પછી તેમની વ્યક્તિગત માહિતી મેળવ્યા પછી તેઓ બેંક ખાતું ખાલી કરે છે.

ગ્રાહકે કઈ માહિતી પૂછવામાં સાવચેત રહેવું જોઈએ? કેન્દ્રીય બેંકે ચેતવણી આપી છે કે જો કોઈ તમને ખાતાની વિગતો, લોગિન આઈડી, કાર્ડની વિગતો, પિન, ઓટીપી જેવી ખાનગી અને વ્યક્તિગત માહિતી શેર કરવા કહે તો તરત જ સાવચેત થઇ જાઓ. જો તમે તેમની સાથે આ માહિતી શેર કરો છો, તો તમને ગંભીર નાણાકીય છેતરપિંડીનો સામનો કરવો પડી શકે છે. આ ઉપરાંત છેતરપિંડી કરનારાઓ બેંકો ગ્રાહકોને પણ KYC અપડેટ્સ માટે અનધિકૃત અને ચકાસણી વગરની એપ્લિકેશન્સની લિંક મોકલીને ગ્રાહકોને નિશાન બનાવી રહી છે. તેથી ગ્રાહકોએ પણ આવી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાનું ટાળવું જોઈએ.

છેતરપિંડી ટાળવા માટે ગ્રાહકે શું કરવું જોઈએ? રિઝર્વ બેંક દ્વારા અધિકૃત ન હોય તેવી એપ્લિકેશનોનો ઉપયોગ કરીને તમારું બેંક ખાતું ફ્રીઝ, બ્લોક અથવા બંધ કરી શકાય છે. ગ્રાહકો તેમની વ્યક્તિગત માહિતી હેકરો સાથે શેર કરે છે તો હેકર્સ તમારા બેંક ખાતાની સંપૂર્ણ એક્સેસ મેળવે છે. હવે પ્રશ્ન એ ભો થાય છે કે જો ગ્રાહકોને આવા ઈ-મેલ, કોલ કે એસએમએસ મળે તો શું કરવું જોઈએ? તેમને કેવી રીતે ખબર પડે કે આ સંચાર બેંક દ્વારા કરવામાં આવી રહ્યો છે અથવા કેટલાક હેકર આ કરી રહ્યા છે. આ મુદ્દે RBI કહે છે કે આવા કોઈ સંચારના કિસ્સામાં ગ્રાહકે તાત્કાલિક બેંક અથવા તેની શાખાનો સંપર્ક કરવો જોઈએ.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

KYC અપડેશન પહેલા પરિપત્ર બહાર પાડવામાં આવે છે RBIના જણાવ્યા અનુસાર, જો કોઈ નિયમનકારી સંસ્થાએ કેવાયસી અપડેશન કરવું હોય, તો તે એક સાથે મોટા પાયે કરવામાં આવે છે. તેમજ, પ્રક્રિયા શરૂ કરતા પહેલા પરિપત્ર બહાર પાડવામાં આવે છે. તાજેતરમાં 10 મે 2021 ના ​​રોજ આ પ્રકારનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો. તે જ સમયે, 5 મે 2021 ના ​​રોજ બહાર પાડવામાં આવેલા પરિપત્રમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે કેવાયસી અપડેશનની પ્રક્રિયા દરમિયાન ગ્રાહકોના બેંક ખાતા 31 ડિસેમ્બર 2021 સુધી સક્રિય રહેશે. આ સિવાય માત્ર નિયમનકાર, અમલીકરણ એજન્સીઓ અથવા કોર્ટ કોઈપણ સમયે કેવાયસી અપડેટ કરવાનો આદેશ આપી શકે છે.

આ પણ વાંચો :

આ પણ વાંચો :

g clip-path="url(#clip0_868_265)">