Gujarat BJP : ભાજપના નવા સંગઠનમાં ગુજરાતના કયા જિલ્લામાંથી કોને મળ્યું સ્થાન ? જાણો કયા ઝોનને મળ્યું સૌથી વધુ મહત્વ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગુજરાત મુલાકાત પહેલાં ભાજપે નવા સંગઠનની જાહેરાત કરી છે. 'નો રિપીટ' થિયરી સાથે ઘણા નવા ચહેરાઓને તક અપાઈ છે. જાણો ગુજરાતના કયા વિસ્તારમાંથી કોને સ્થાન મળ્યું.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગુજરાત મુલાકાત પહેલાં ભાજપે નવા સંગઠનનું કર્યો છે. આ જાહેરાતમાં “નો રિપીટ”નો અભિગમ જોવા મળ્યો છે અને મોટી સંખ્યામાં નવા ચહેરાઓને તક આપવામાં આવી છે. સિનિયર અને યુવા નેતાઓ વચ્ચે સંતુલિત કોમ્બિનેશન બનાવવા પર ભાર મુકાયો છે.
ભરત પંડ્યા સંગઠનમાં પુનઃ પ્રવેશ સાથે ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત થયા છે. મહામંત્રીઓની યાદીમાં મહત્વના ફેરફારો કરવામાં આવ્યા છે, જેમાં રજની પટેલ અને વિનોદ ચાવડાને હટાવવામાં આવ્યા છે. બીજી તરફ કચ્છનો દબદબો યથાવત રહ્યો છે. અનિરુદ્ધ દવેને મહામંત્રી તરીકે પસંદગી મળી છે. સૌરાષ્ટ્રમાંથી લેઉઆ પાટીદાર યુવા ચહેરા પ્રશાંત કોરાટને અને ક્ષત્રિય યુવાન હિતેન્દ્રસિંહ ચૌહાણને સંગઠનમાં સ્થાન મળ્યું છે.
મધ્ય ગુજરાતમાંથી OBC નેતા અજય બ્રહ્મભટ્ટ માટે જગ્યા બનાવાઈ છે. સાંસદ રાજેશ ચુડાસમા ઉપપ્રમુખ તરીકે એન્ટ્રી કરી રહ્યા છે. જ્યારે ઝંખના પટેલે પાર્ટીમાં પ્રવેશ કર્યો છે. બીજી બાજુ, સુરેન્દ્ર કાકાને સંગઠનમાંથી વિદાય આપવામાં આવી છે.
કોષાધ્યક્ષ પદ માટે પરિન્દુ ભગતની પસંદગી કરવામાં આવી છે. યુવા મોરચાના પ્રમુખ તરીકે સાંસદ હેમાંગ જોશીને જવાબદારી સોપાઈ છે. SC મોરચાના પ્રમુખ તરીકે પૂર્વ સાંસદ કિરીટ સોલંકીને પસંદ કરવામાં આવ્યા છે. સંગઠનમાં સૌરાષ્ટ્રનો દબદબો યથાવત રહ્યો છે, પરંતુ ઉત્તર ગુજરાતની હાજરીમાં ઘટાડો નોંધાયો છે.
પ્રદેશ સંગઠનના નવનિયુક્ત પદાધિકારીશ્રીઓને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ.
સંગઠનમાં નવી જવાબદારી મેળવનાર પ્રદેશ ઉપાધ્યક્ષ, પ્રદેશ મહામંત્રી, પ્રદેશ મંત્રી, પ્રદેશ કોષાધ્યક્ષ, પ્રદેશ મુખ્ય પ્રવક્તા, પ્રદેશ મીડિયા ઇન્ચાર્જ તથા પ્રદેશ મોરચાના પ્રમુખ સહિત તમામ હોદ્દેદારોને હૃદયપૂર્વક… pic.twitter.com/5EKCXWj3FP
— Jagdish Vishwakarma (@J_I_Vishwakarma) December 27, 2025
આ વખત મહિલા પ્રતિનિધિત્વમાં વધારો થયો છે. મહિલા મોરચા સહિત કુલ 6 મહિલા નેતાઓને અગત્યના પદો પર સ્થાન મળ્યું છે. મુખ્ય પ્રવક્તા તરીકે અનિલ પટેલની નિમણૂક અને મીડિયા કન્વીનર તરીકે પ્રશાંત વાળાની પસંદગી કરવામાં આવી છે.
વેસ્ટર્ન ટ્રંકલાઈનનું લોકાર્પણ થતા 10 લાખ નાગરિકોને મળશે સુવિધા, જાણવા માટે અહીં ક્લિક કરો..