Gujarat Video: છોટા ઉદેપુરમાં મેઘરાજા મન મુકીને વરસ્યા, જાહેર માર્ગો અને કોતરોમાં ભરાયા પાણી
Chota Udepur: છોટા ઉદેપુરમાં મેગરાજા મન મુકીને વરસ્યા છે. શહેરમા પડેલા ધોધમાર વરસાદને પગલે જાહેર માર્ગો અને કોતરોમાં પાણી ભરાઈ ગયા છે. કેવડી પંથકમાં પણ વરસાદી માહોલ જામતા નયન રમ્ય દૃશ્યો સામે આવ્યા છે.
Chota Udepur: રાજ્યમાં આગામી બે દિવસમાં ચોમાસુ બેસી જવાની હવામાન વિભાગે આગાહી કરી છે. પરંતુ કેટલાંક જિલ્લાઓમાં તો હમણાંથી જ વરસાદી માહોલ છવાઇ ગયો છે. છોટાઉદેપુર જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લાના કેવડી પંથકમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. જેને લઇ જાહેર માર્ગો અને કોતરોમાં પાણી ભરાઇ ગયા છે. વરસાદ એટલો પડ્યો કે કોતરો પણ છલકાઇ ગયા હોવાના દૃશ્યો સામે આવ્યા છે. કેવડીના ઇકો ટુરિઝમ ખાતે આવેલા કોતરના આ દૃશ્યો છે. ચારેય તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યુ છે. આગામી 5 દિવસમાં દક્ષિણ ગુજરાતથી મેઘરાજા એન્ટ્રી મારશે અને રાજ્યમાં વરસાદી માહોલ છવાઇ જશે.
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી
આ તરફ પંચમહાલ સહિત દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી. ડાંગના સાપુતારા સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાતા લોકોને આકરી ગરમીથી મોટી રાહત મળી હતી. વલસાડના પારડી, વાપી અને ઉમરગામમાં છૂટો છવાયો વરસાદ પડ્યો. પંચમહાલના ઘોઘંબામાં વરસાદના પગલે જંગલ વિસ્તારમાં પ્રાણીઓ બહાર આવ્યા હતા. શિયાળ અને ઝરખના બચ્ચા ભાગદોડ કરતા કેમેરામાં કેદ થયા હતા. દાહોદના દેવગઢ બારીયામાં એક ઈંચ વરસાદ પડતા વાંકલેશ્વર રોડ પાસે વરસાદી પાણી ભરાયા હતા. અરવલ્લીના મોડાસાના સબલપુર અને લાલપુરમાં વરસાદ વરસ્યો. વરસાદી માહોલના પગલે લોકો પરેશાન થયા હતા
છોટાઉદેપુર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો