રસ્તામાં મોર દેખાવો એ કઈ વાતનો આપે છે સંકેત ? 

27 Jan 2025

હિંદુ ધર્મમાં મોરને દિવ્ય પક્ષી માનવામાં આવે છે અને તેને શુકનનું પ્રતિક પણ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં મોરના દેખાવને લગતા અનેક સંકેતો બતાવવામાં આવ્યા છે.

દિવ્ય પક્ષી

ઘણીવાર લોકોને ક્યાંક જતી વખતે રસ્તામાં મોર દેખાઈ જાય છે. ચાલો તમને જણાવીએ કે રસ્તા પર મોર દેખાવો કઈ વાતનો સંકેત આપે છે.

મોર દેખાય તો શું સંકેત હોય છે?

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રસ્તામાં પર મોર જોવો એ શુભ સંકેત માનવામાં આવે છે. જો તમને રસ્તામાં મોર દેખાય તો સમજી લેવું કે તમારું નસીબ ચમકવાનું છે.

મોર જોવાનો અર્થ શું છે?

જો તમે વહેલી સવારે કોઈ મહત્વપૂર્ણ કામ માટે બહાર જઈ રહ્યા છો અને રસ્તામાં મોર દેખાય તો સમજવું કે તમારું કાર્ય સફળ થવા જઈ રહ્યું છે.

સવાર-સવારમાં મોર દેખાય તો શું થાય છે?

જો તમને રસ્તામાં  નાચતો મોર દેખાય તો સમજી લેવું કે જલ્દી જ તમારા જીવનમાં કોઈ સારા બદલાવ આવવાના છે અથવા તમને કોઈ મોટી ઉપલબ્ધિ મળવા જઈ રહી છે.

નૃત્ય કરતો મોર જોવો

જો તમને રસ્તામાં ઉડતો  મોર  દેખાય તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આનો અર્થ એ છે કે તમને કોઈ સારા સમાચાર મળવાના છે.

ઉડતા મોરને જોવો

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો તમને અચાનક મોરનો અવાજ સંભળાય તો તે પણ તમારા માટે પ્રગતિનો માર્ગ ખોલવા જેટલો ફાયદાકારક માનવામાં આવે છે

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી લોક માન્યતાઓ અને ધાર્મિક માન્યતાઓ પર આધારિત છે. TV9 આની પુષ્ટિ કરતું નથી.