Gujarati Video : છોટાઉદેપુરના બોડેલીમાં એમ્બ્યુલન્સનો ડ્રાયવર દેવદૂત બન્યો, નદીના પટમાંથી એમ્બ્યુલન્સ હંકારી નવજાતનો જીવ બચાવ્યો

Gujarati Video : છોટાઉદેપુરના બોડેલીમાં એમ્બ્યુલન્સનો ડ્રાયવર દેવદૂત બન્યો, નદીના પટમાંથી એમ્બ્યુલન્સ હંકારી નવજાતનો જીવ બચાવ્યો

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 05, 2023 | 12:33 PM

છોટાઉદેપુરના બોડેલીમાં એમ્બ્યુલન્સનો ડ્રાઇવર દેવદૂત બન્યો છે. એમ્બ્યુલન્સના (Ambulance) ડ્રાયવરની સતર્કતાએ એક નવજાતનો જીવ બચાવ્યો છે.

Chotaudepur : છોટાઉદેપુરના બોડેલીમાં એમ્બ્યુલન્સનો ડ્રાઇવર દેવદૂત બન્યો છે. એમ્બ્યુલન્સના (Ambulance) ડ્રાઇવરની સતર્કતાએ એક નવજાતનો જીવ બચાવ્યો છે. સમગ્ર ઘટનાની વાત કરીએ તો છોટાઉદેપુર પંથકમાં વાવાઝોડા સાથે વરસાદનો માહોલ હતો. હાઇવે પર ઠેરઠેર વૃક્ષ ધરાશાયી થયા હતા. બરોબર આ જ સમયે એક જબુગામ આરોગ્ય કેન્દ્રમાં દાખલ મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો. જોકે જન્મ બાદ નવજાતને શ્વાસ લેવામાં તકલીફ થતાં તેને બોડેલી ખાતે રીફર કરવાની જરૂર હતી.

આ પણ વાંચો- Banaskantha : પાલનપુરમાં બુટલેગરે સગીરને માર મારી હત્યા કરી હોવાનો આરોપ

એક તરફ કુદરતી સંકટ, બીજી તરફ બાળક પર જીવનું જોખમ હતુ. આ જ સમયે એમ્બ્યુલન્સના ડ્રાઇવરે પોતાની કોઠા સુઝ વાપરી અને મુખ્ય માર્ગના બદલે નદીના પટમાંથી એમ્બ્યુલન્સ હંકારી અને સમય બગાડ્યા વિના બાળકને બોડેલી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સમયસર સારવાર મળતા બાળકનો જીવ બચ્યો છે. જો થોડુ મોડું થયું હોત તો કદાચ સ્થિતિ અલગ હોત.

બીજી તરફ અગાઉથી માહિતી મળતા જ બોડેલીની હોસ્પિટલના તબીબો સ્ટેન્ડબાય હતા. જેવો બાળકને હોસ્પિટલ પહોંચાડાયો કે તરત તેને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો અને બાળકનો જીવ બચી ગયો હતો. તબીબો પણ માની રહ્યા છે કે ડ્રાઇવરની સમસયસૂચકતાએ બાળકને નવી જીંદગી આપી છે. આમ થોડી સમયસૂચકતાએ એક નવજાતને નવુ જીવન આપ્યું છે અને નવજાત માટે એમ્બ્યુલન્સનો ડ્રાઇવર ખરા અર્થમાં દેવદૂત સાબિત થયો છે.

છોટાઉદેપુર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">