AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Video: છોટા ઉદેપુરમાં વાવાઝોડાથી કેળ, કેરી અને કપાસના પાકને વ્યાપક નુકસાન, અનેક છોડ થયા જમીનદોસ્ત

Gujarat Video: છોટા ઉદેપુરમાં વાવાઝોડાથી કેળ, કેરી અને કપાસના પાકને વ્યાપક નુકસાન, અનેક છોડ થયા જમીનદોસ્ત

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 04, 2023 | 11:44 PM
Share

Chhotaudepur: છોટા ઉદેપુરમાં વાવાઝોડાને કારણે કેળ, કેરી અને કપાસના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યુ છે. મોટાભાગના કેળના છોડ જમીનદોસ્ત થઈ જતા ખેડૂતોને ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.

Chotaudepur: છોટાઉદેપુરમાં આજે વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને અચાનક વાવાઝોડુ આવી જતા ઠેર ઠેર નુકસાનીના દૃશ્યો જેવા મળ્યા. વરસાદ અને વાવાઝોડાથી કેળ, કેરી અને કપાસના પાકને મોટો ફટકો પડ્યો છે. કેળના છોડ જમીનદોસ્ત થઈ જતા ખેડૂતો ચિંતિત બન્યા છે. મોટાભાગના ખેડૂતોએ પાક ધિરાણ લઈને વાવેતર કર્યું છે. ત્યારે પાક જ ન બચતા હવે ખેડૂતો લોન કેવી રીતે ભરે તે મોટો સવાલ છે. તારાજ થઈ ગયેલા ખેડૂતો રાજ્ય સરકાર પાસે સહાયની માગ કરી છે. રાજ્ય સરકાર ઝડપથી સરવે કરાવીને સહાય ચુકવે તો ખેડૂતોની ચિંતા હળવી થાય.

આ પણ વાંચો : Gujarat Video: નસવાડીમાં વાવાઝોડાને કારણે નુકસાન, પ્લાસ્ટિAdd Newકના શેડ અને ખાટલા હવામાં ઉડ્યા, જુઓ

જિલ્લામાં વાવાઝોડાએ ઠેર ઠેર વિનાશ વેર્યો. જેમાં વાવાઝોડામાં એક જૂના મકાનની દીવાલ ધરાશાયી થઈ ગઈ હતી. છોટા ઉદેપુરના કસ્બા વિસ્તારમાં દુકાન ધરાવતા શબ્બીરભાઈ વ્હોરાની દુકાનની ઉપરના માળની દીવાલ અચાનક ધરાશાયી થઈ ગઈ હતી. આ દીવાલ ધરાશાયી થઈ જતાં લોકોમાં ભય જોવા મળી રહ્યો છે. જો કે દીવાલ ધરાશાયી થઈ તેમાં કોઈ જાનહાનિ ન થતા લોકોએ રાહતનો દમ લીધો છે. દીવાલ ધરાશાયીનો લાઈવ વીડિયો પણ વાઇરલ થયો છે.

છોટા ઉદેપુર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jun 04, 2023 09:56 PM
g clip-path="url(#clip0_868_265)">