ગુજરાતની દીકરી જેન્સી વિમ્બલ્ડન ચેમ્પિયનશીપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે, જુઓ Video
જૂનાગઢની દીકરીએ સમગ્ર દુનિયામાં દેશનું ગૌરવ વધારીને વિમ્બલ્ડન ટેનિસ ટુર્નામેન્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. થોડા સમય પહેલા દિલ્હી ખાતે યોજાયેલી આઇટીએફ એશિયન ડેવલપમેન્ટ ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ મેળવી વિમ્બલ્ડનમાં સ્થાન મેળવ્યું છે.
જૂનાગઢના ઝાંઝરડા રોડ પર રહેતા અને આણંદપુરમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા દીપકભાઈ કાનાબારને પોતાને રમત ગમત વિશે વિશેષ રુચી હતી. તેની પુત્રી જેન્સી ચાર વર્ષની હતી ત્યારથી તેને તેની ટેનિસ રમતની પ્રેક્ટિસ કરાવવાનું શરૂ કર્યું હતું. શરૂઆતમાં જુનાગઢના જીમખાનામાં પ્રેક્ટિસ કરાવતા હતા. કોરોના બાદ દીપકભાઈની પુત્રી જેન્સીની ટેનિસ પ્રેક્ટિસ માટે ચોબારી રોડ પર પ્રોફેશનલ ટેનિસ કોર્ટ તૈયાર કરી હતી, ત્યાં રોજ સાત કલાક પ્રેક્ટિસ કરાવવામાં આવતી હતી.
જેન્સીએ ટેનિસમાં સફળતા હાંસલ કરી
હાલ 8 પાસ કરી નવમા ધોરણમાં આવેલી જેન્સીએ ટેનિસમાં સફળતા હાંસલ કરી છે. થોડા સમય પહેલા દિલ્હી ખાતે આઇટીએફ એશિયન ડેવલપમેન્ટની બે અંડર-14 ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા હતા. આ સાથે જેન્સીએ વિમ્બલ્ડન ટુર્નામેન્ટમાં પસંદગી મેળવી લીધી હતી. દિલ્હી ખાતે યોજાયેલી ટુર્નામેન્ટમાં જેન્સીએ કરેલા પોતાનાબેસ્ટ પ્રદર્શનના લીધે તેને વિમ્બલ્ડન ટુર્નામેન્ટ રમવાની તક મળી છે.
સૌથી નાની વયની એશિયન ચેમ્પિયન બની
આગામી જુલાઈ માસમાં લંડન ખાતે યોજાનાર ટુર્નામેન્ટમાં જેન્સી અંડર-14 એશિયન ટેનિસ ફેડરેશન વતી ભારતનું પ્રતિનિધિત્વ કરશે. જેન્સીએ અંડર-14મા દેશની સૌથી નાની વયની એશિયન ચેમ્પિયન બની છે. એશિયાના ટેનિસ રેન્કિંગમાં પણ અંડર-14મા જેન્સી નંબર વન પ્લેયર છે. સાનિયા મિર્ઝા પણ વિમ્બલ્ડન રમવા ગઈ હતી પરંતુ તેમની વય વધુ હતી. જેન્સી સૌથી નાની વયે વિમ્બલ્ડન ટુર્નામેન્ટમાં દેશનું પ્રતિનિધિત્વ કરશે જે જુનાગઢ નહીં પરંતુ દેશનું ગૌરવ બનશે.
રમત ગમત સહિત ક્રકિટ જગતના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

રાજકોટના લોકમેળા માટે રાઇડ્સના RCC ફાઉન્ડેશનના નિયમોમાં મળી છૂટછાટ

સાબર ડેરીએ ભાવફેરની કરી નવી જાહેરાત, પ્રતિ કિલો ફેટ 35 વધારી 995 આપશે

ગાંધીનગરમાં મહિલા પોલીસકર્મી પર માથાફરેલા શખ્સે કર્યો એસિડ એટેક- Video

અમદાવાદના ઘાટલોડિયામાં ડોમિનોઝ પિત્ઝાનું એકમ કરાયું સીલ
