News9 Global Summitમાં બોલ્યા સુનીલ શેટ્ટી-વિરાટનો સંન્યાસ મોટું નુકસાન,રાહુલ પોતાના બેટથી આપશે જવાબ
દુબઈમાં 3 દિવસ સુધી ચાલનાર News9 Global Summit 2025ના પહેલા દિવસે અનેક દિગ્ગજો અને ફેમસ હસ્તીઓએ ભાગ લીધો હતો. જેમાંથી એક બોલિવુડ અન્ના સુનીલ શેટ્ટી છે. જેમણે માત્ર ઈન્ડસ્ટ્રી પર જ ચર્ચા નહી કરી પરંતુ પોતાના બીજા પ્રેમ ક્રિકેટ પર ખુલ્લીને વાત કરી હતી.

News9 Global Summit 2025ની દુબઈમાં શાનદાર અંદાજમાં શરુઆત થઈ છે. 3 દિવસ સુધી ચાલનાર આ ગ્લોબલ સમિટના પહેલા દિવસે ગુરુવાર 19 જનના રોજ અલગ અલગ ક્ષેત્રો સાથે જોડાયેલી દેશ-દુનિયાની અનેક દિગ્ગજ હસ્તીઓ જોવા મળી હતી. જેમાં એક ખાસ ચર્ચા બોલિવુડ સુપરસ્ટાર સુનીલ શેટ્ટી સાથે થઈ હતી. બોલિવુડના અન્નાએ માત્ર ફિલ્મ અને એન્ટરટેન્મેન્ટ ઈન્ડસ્ટ્રીને લઈ ચર્ચા કરી ન હતી સાથે એક્ટિંગ સિવાય પોતાના બીજા પ્રેમ ક્રિકેટ વિશે પર ચર્ચા કરી હતી. આ દરમિયાન તેના જમાઈ અને ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન કેએલ રાહુલ વિશે પણ વાત કરી હતી. જ્યારે ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીના સંન્યાસ પર તેમણે દિલ ખોલીને વાત કરી હતી.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 20 જૂનથી હેડિગ્લેમાં શરુ થવા જઈ રહેલી ટેસ્ટ સીરિઝની પહેલી મેચના એક દિવસ પહેલા દુબઈમાં સુનીલ શેટ્ટીએ ભારતીય ક્રિકેટના 2 દિગ્ગજો વિશે પોતાના વિચારો રાખ્યા હતા.TV9 ગ્રુપના સીઆઈઓ અને એમડી વરુણ દાસે આ ખાસ ચર્ચા દરમિયાન ક્રિકેટ અને ફિટનેસ જેવા વિષયો વિશે વાત કરી હતી. જે સુનીલ શેટ્ટીના દિલની નજીક છે. ફિટનેસનો ઉલ્લેખ થતાં જ સુનિલ શેટ્ટીએ વિરાટ કોહલીનું ઉદાહરણ આપ્યું.
કોહલીના સંન્યાસથી ‘અન્ના’ પણ દુઃખી
સુનીલ શેટ્ટીએ કહ્યું વિરાટ કોહલી સૌથી ફિટ ખેલાડીઓમાંથી એક સૌથી મોટું ઉદાહરણ છે. એક અનફિટ છોકરાથી સૌથી ફિટ અને સુપર હ્યુમન બની ગયો. આ ફિટનેસ સાથે તે 35-36ની ઉંમરમાં સતત રમી રહ્યો છે. પરંતુ આ દરમિયાન દરેક ભારતીય ક્રિકેટ ચાહકોની જેમ સુનીલ શેટ્ટીએ પણ વિરાટ કોહલીના ટેસ્ટ ક્રિકેટમાંથી અચાનક સંન્યાસ પર વાત કરી હતી. તેમણે કહ્યું આ ટેસ્ટ ક્રિકેટનું સૌથી મોટું નુકસાન છે કે, વિરાટ કોહલી રમી રહ્યો નથી.
રાહુલ માટે દેશ બધું
તો તેમના જમાઈ કે.એલ રાહુલ વિશે વાત કરતા સુનીલ શેટ્ટીએ કહ્યું તેના વિશે વાત કરતા પહેલા દુનિયા તેના વખાણ કરે. તેમણે દેશ માટે રમવા રાહુલની હિંમત વિશે વાત કરી તેમણે કહ્યું તેના માટે ટીમની જરુર સૌથી વધારે છે. સુનીલ શેટ્ટીએ કહ્યું જે દેશ માટે રમે છે. તેથી તે પૂરા જુસ્સાથી રમે છે. તે વિચારે છે કે તેનો દેશ તેના માટે બધું જ છે. જ્યારે પણ આપણે તેને પૂછીએ છીએ કે તે કયા સ્થાન પર રમવા માંગે છે, ત્યારે તે હંમેશા કહે છે કે તે બધું તેના દેશ માટે છે. જ્યારે તેની છાતી પર દેશના ધ્વજનું પ્રતીક હોય છે, ત્યારે તે ગર્વ અનુભવે છે.”